________________
૧૫૬ સુગની વાછા
સર્ગ ૫ મ. પ્રકાશ કરનારી પિશુન લેકેની વાણીરૂપ તક(છાશ)ના છાંટા અનુક્રમે દૂધની જેમ મહારાજાના ચિત્તને દૂષણ પમાડશે. સ્વામીના સંબંધમાં પિતાનું અ૫ છિદ્ર હોય તે પણ રક્ષણીય છે; કેમકે ચેડાં છિદ્રવડે પણ પાણી સમગ્ર પાળનો નાશ કરે છે. “આટલા વખત સુધી હું ન આવ્યું, હવે કેમ આવી શકું ?” એવી તમે શંકા ન કરતાં હમણાં પણ ચાલે કેમકે સારા સ્વામીએ ભૂલને ગ્રહણ કરતા નથીઆકાશમાં સૂર્ય ઉગવાથી જેમ ઝાકળ નાશ પામે તેમ તમારા ત્યાં આવવાથી પિશુન લોકેના અનેરા નાશ પામશે. પર્વણીને દિવસે સૂર્યથી ચંદ્રની જેમ સ્વામીની સાથે સંગમ કરવાથી તમે તેજમાં વૃદ્ધિ પામે. સ્વામીની પેઠે આચરણ કરનારા ઘણુ બળવંત પુરુષે પોતાનું સેવ્યપણું છોડી દઈ તે મહારાજાની સેવા કરે છે. જેમ દેવતાઓને ઈંદ્ર સેવવા છે તેમ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ ચક્રવતી સવ રાજાઓએ સેવવા યોગ્ય છે. તમે ફક્ત ચક્રવતીપણને પક્ષ લઈને પણું તેમની સેવા કરશે તો તેથી અદ્વૈત બ્રાતૃસૌહાર્દના પક્ષને પણ ઉદ્યોત કરશે. કદાપિ મારે ભ્રાતા છે એમ ધારી તમે ત્યાં નહીં આવે છે તે પણ યુક્ત કહેવાશે નહીં; કેમકે આજ્ઞાને સાર જાણનારા રાજાઓ જ્ઞાતિભાવે કરીને પણ નિગ્રહ કરે છે. લોહચાકથી લેઢાની જેમ પોતાના ઉત્કૃષ્ટ તેજથી આકષ્ટ થયેલા દેવ, દાનવ અને મનુષ્ય ભરતપતિની પાસે આવે છે. મહારાજા ભરતને ઇંદ્ર પણ અર્ધ આસન આપી મિત્રરૂપ થઈ ગયો છે, તે તેમને ફક્ત આગમન માત્રથી તમે કેમ અનુલ થતા નથી ? જે તમે વીરમાની થઈને તે મહારાજાનું અપમાન કરશે તો સિન્ય સહિત તમે, તેના પરાક્રમરૂપ સમુદ્રમાં સાથુઆના ચૂર્ણની મુષિતુલ્ય છે એમ જાણજે. જાણે ચાલતા પર્વતો હોય તેવા ઐરાવત હસ્તી જેવા તેમના ચારાશી લાખ હાથીઓ સામા આવતા હોય તો તેઓને કેશુ સહન કરી શકે તેમ છે ? વળી કલ્પાંત સમુદ્રના કલ્લેલની પેઠે સમગ્ર પૃથ્વી પ્લાવિત કરતા તેટલા જ અશ્વ અને રથે પણ કોણ રોકી શકે તેમ છે ? છનુ કોટી અધિપતિ એવા મહારાજાના છ– કેટી પાલાએ સિંહની જેમ કોને ત્રાસ ન પમાડે ? તેમને એક સુષેણ સેનાપતિ હાથમાં દંડ લઈને આવતો હોય તે યમરાજની પેઠે તેને દેવ અને અસુરે પણ સહન કરી શકે તેમ નથી. સૂર્યને અંધકારની જેમ અમેઘ ચક્રને ધારણ કરનાર ભરતચકીને આ ત્રણ લોક પણું કાંઇ હિસાબમાં નથી, માટે હે બાહુબલિ! તેજ અને વિયમાં ક એવા તે મહારાજા રાજ્ય અને જીવિતની ઈચ્છાવાળા તમેએ સેવવા યેગ્ય. છે.”
સુવેગનાં એવાં વચન સાંભળી પોતાના બાહુબળથી જગતના બળને નાશ કરનાર બાહુબલિ જાણે બાજે સમુદ્ર હોય તેમ ગંભીર શબ્દ બોલ્યા- “હે દૂત! તને શાબાશ છે. વાચાળમાં તું અગ્રણી છે જેથી મારી આગળ આવી વાણું બોલવાને સમર્થ થયે છે. મેટા ભાઈ ભરત અમારે પિતાતુલ્ય છે. તેઓ બંધુને સમાગમ ઈચ્છે છે તે તેમને ઘટે છે; પણ સુર, અસુર અને રાજાઓની લમીથી ઋદ્ધિવાળા થયેલા તે અ૫ વભવવાળા અમારા આવવાથી લજજા પામશે એમ ધારીને અમે આવ્યા નથી. સાઠ હજાર વર્ષ સુધી પરરાજ્યને ગ્રહણ કરવામાં રોકાયેલા હતા તે જ તેમને કનિષ્ઠ ભાઈઓનાં રાજ્ય ગ્રહણ કરવામાં વ્યગ્ર થવાનું કારણ છે. જે સૌભ્રાતૃપણાનું કારણ હતું તે તે પિતાના ભાઈઓની પાસે એક પેક દૂતને રાજ્ય અથવા સંગ્રામની ઈચ્છાથી શા માટે એકલત ? લોભી એવા પણ મોટા ભાઈની સાથે કેણુ યુદ્ધ કરે એવી બુદ્ધિથી મહાસત્વવંત એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org