________________
૧૭૨ બાહુબલિને દેને જવાબ.
સગ ૫ મે. તેમને વશ થાઓ. તેમ કરવાથી તમે “ શક્તિવાન છતાં વિનયી થયા” એવી પ્રશંસાને પાત્ર થશે. ભરતરાજાએ ઉપાર્જિત કરેલા છ ખંડ ભરતક્ષેત્રને તમે - પાર્જિતની પેઠે ભેગ, કારણ કે તમારા બંનેમાં કાંઈ અંતર નથી.” એમ કહી. મેઘની પેઠે તેઓ વિરામ પામ્યા એટલે બાહુબલિ કાંઈક હસીને ગંભીર વાણુથી બેલ્યા–“હે દેવતાઓ ! અમારા વિગ્રહનો હેતુ તત્ત્વથી જાણ્યા સિવાય તમે પિતાના સ્વચ્છ દિલથી આ પ્રમાણે કહો છે. તમે પિતાજીના ભક્ત છો અને અમે તેમના પુત્રો છીએ; એવા આપણું સંબંધથી તમે આવી રીતે કહે છે તે યુક્ત છે. પૂર્વે દીક્ષા સમયે અમારા પિતાજીએ યાચકોને સુવર્ણાદિક આપ્યું તેમ અમને અને ભરતને દેશ વહેચી આપ્યા હતા. હું તો મને આપેલા દેશથી સંતુષ્ટ થઈ રહ્યો હતે, કેમકે ફક્ત ધનને વાસ્તુ પર દ્રોહ કેણ કરે? પરંતુ સમુદ્રમાં જેમ મોટા મત્સ્ય નાના મત્સ્યને ગળી જાય, તેમ ભરતક્ષેત્રરૂપ સમુદ્રમાં સર્વ રાજાઓનાં રાજ્યને તે ભરત ગળી ગયે. પેટભરે માણસ જેમ ભેજનથી અસંતુષ્ટ રહે તેમ તેટલાં રાજ્યથી પણ અસંતુષ્ટ રહેલા તેણે પિતાના નાના ભાઈઓનાં રાજ્યો ખુંચવી લીધાં. જ્યારે નાના ભાઈ ઓ પાસેથી પિતાજીએ આપેલા રાજ્ય તેણે ખુંચવી લીધાં, ત્યારે પિતાનું ગુરૂપાણું તેણે પોતાની મેળે જ બેયું છે. ગુરૂપણું વયમાત્રથી નથી, પણ તેવા આચરણથી છે. ભાઈઓને રાજ્યથી દૂર કરીને તેણે ગુરૂપણાનું આચરણ બતાવી આપ્યું છે ! સુવર્ણની બુદ્ધિથી પિત્તળની જેમ અને મણિની બુદ્ધિ કાચને ગ્રહણ કરવાની જેમ ભ્રાંતિ પામેલા મેં આટલા વખત સુધી તેને ગુરુબુદ્ધિથી જે હતે. પિતાએ અથવા વંશના કેઈ પણ પૂર્વપુરુષે કેઈને પૃથ્વી આપી હોય તે તે નિરપરાધી હોય ત્યાં સુધી તેને અ૫ રાજ્યવાળે રાજા પણ પાછી હરી લે નહીં, તે એ ભરત કેમ હરે? નાના ભાઈઓનું રાજ્યહરણ કરીને નિશ્ચયે એ લજજા પામ્યું નહીં, તેથી હવે જયની ઈચ્છાથી મારા રાજ્યને માટે મને પણ બોલાવે છે. વહાણ જેમ સમુદ્રને ઉતરી અંતે જતાં કોઈ તટના પર્વત સાથે અથડાય, તેમ સર્વ ભરતક્ષેત્રને જય કરી તે મારી સાથે અથડાણે છે. લુબ્ધ, મર્યાદા રહિત અને રાક્ષસની જેિવા નિર્દય તે ભારતને મારા નાના ભાઈઓએ લજજાથી ભયે નહીં, તે હું તેના કયા ગણથી તેને વશ થાઉં? હે દેવતાઓ! તમે સભાસદની જેમ મધ્યસ્થ થઈને કહે. એ ભરત પિતાના પરાક્રમથી મને વશ કરવા ધારે છે તે ભલે કરે, ક્ષત્રિયોને એ સ્વાધીન માર્ગ છે, એમ છતાં પણ વિચારીને જે તે પાછો ચાલ્યા જાય તે ભલે કુશળપણે જાય! હું એના જે લુબ્ધ નથી કે પાછા જનારા તેને કાંઈ અડચણ કરું. એનું આપેલું સર્વ ભરતક્ષેત્ર હું ભેગવું એ કેમ બને ? શું કેશરીસિંહ કયારે પણ કોઈનું ભક્ષણ કરે ? ન જ કરે. એને ભરતક્ષેત્ર લેતાં સાઠ હજાર વર્ષ થયાં છે, પણ હું જે તે લેવાની ઈચ્છા કરું તો તત્કાળ ગ્રહણ કર્યું, પરંતુ એટલા બધાં વર્ષોના પ્રયાસથી તેને પ્રાપ્ત થયેલા ભરતક્ષેત્રના વૈભવને ધનવાહનના ધનની જેમ હું ભાઈ થઈને કેમ ગ્રહણ કરું ? જાતિકવળથી હસ્તીની જેમ જે આ વૈભવથી ભરત અંધ થઈ ગયે હોય તે તે સુખેથી રહેવાને સમર્થ નથી. તેને વૈભવને હું હરણ કરેલે જ જોઉં છું, પણ અનિચ્છાથી જ મેં વૈભવની ઉપેક્ષા કરી છે. આ વખતે જાણે મને આપવાના જ માનરૂપ હોય તેવા તેના અમાત્ય ભંડાર, હસ્તી, અશ્વાદિ અને યશ મને અર્પણ કરવાને માટે ૧. માલતી કે ચમેલીના પુષ્પથી, લતાથી અથવા જાયફળ ખાવાથી હસ્તી જેમ મદાંધ થઈ જાય તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org