________________
૧૭૦ દેવતાઓએ યુદ્ધ અટકાવવું.
સ ૫ મો. વિચારી તેઓએ બંને તરફના સૈનિકોને કહ્યું જ્યાં સુધી અમે તમારા બંને પક્ષના મનાવી સ્વામીને બોધ કરીએ ત્યાં સુધી કે યુદ્ધ કરે તો તેને ત્રષદેવજીની આજ્ઞા છે. તેઓને ત્રણ જગતના સ્વામીની આજ્ઞા દેવાથી બંને તરફના સૈનિકો જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેમ સ્થિર થઈ ગયા અને “આ દેવતાઓ બાહુબલિની તરફના છે કે ભારતની તરફના છે ? એમ ચિંતવન કરવા લાગ્યા. કાર્ય નાશ ન પામે અને લોકનું કલ્યાણ થાય એમ વિચારતા દેવતાઓ પ્રથમ ચક્રીની પાસે આવ્યા. ત્યાં જ જય શબ્દપૂર્વક આશિષ આપીને મંત્રીઓની જેમ યુક્તિપૂર્વક વચનથી પ્રિય બોલનારા દેવતાઓ આ પ્રમાણે છેલ્યા.
“હે નરદેવ ! ઈદ્ર જેમ પૂર્વદેવ-દૈત્ય) નો જય કરે, તેમ તમે છે ખંડ ભરતક્ષેત્રના સર્વ રાજાઓને જ કર્યો તે સારું કર્યું છે. હે રાજેદ્ર ! પરાક્રમ અને તેજથી સર્વ રાજારૂપ મૃગેમાં શરભની જેવા તમારે પ્રતિસ્પદ્ધી કઈ નથી. જળકુંભનું મથન કરવાથી જેમ માખણની શ્રદ્ધા પૂરાતી નથી તેમ તમારી રણ શ્રદ્ધા હજી પૂર્ણ થઈ નથી, તેટલા માટે તમે પિતાના ભ્રાતાની સાથે યુદ્ધને આરંભ કર્યો છે, પરંતુ તે પિતાના હાથથી પિતાના જ બીજા હાથને તાડન કરવા જેવું છે. મેટા હાથીને મોટા વૃક્ષની સાથે ગંડસ્થળનું ઘર્ષણ કરવામાં તેના ગંડસ્થળની ખુજલી જેમ કારણભૂત છે, તેમ ભાઈની સાથે યુદ્ધ કરવામાં તમારી ભુજાની ખુજલી એ જ કારણભૂત છે, પરંતુ વનના ઉન્મત્ત હસ્તીએનું તોફાન જેમ વનના ભંગ માટે થાય છે, તેમ તમારી ભુજાની આ કીડા જગતના પ્રલય માટે થવાની છે. માંસભક્ષી મનુષ્યો ક્ષણિક રસપ્રીતિને માટે જેમ પક્ષીસમૂહને સંહાર કરે, તેમ તમે ક્રીડામાત્રને માટે આ વિશ્વને સંહાર શા માટે આરંભે છે? ચંદ્રમાંથી જેમ અગ્નિની વૃષ્ટિ થવી ઉચિત નથી, તેમ જગત્રાતા અને કૃપાળુ ઋષભદેવસ્વામીથી જન્મ પામેલા તમને આ ઉચિત નથી. તે પૃથ્વીરમણ! સંયમી પુરુષ જેમ સંગથી વિરામ પામે તેમ તમે આ ઘર સંગ્રામથી વિરામ પામે અને પિતાના સ્થાન પ્રત્યે પાછા જાઓ. તમે અત્રે આવ્યા એટલે તમારે નાનો ભાઈ બાહુબલિ સામે આવ્યો છે, પણ તમે પાછા જશે એટલે એ પણ પાછા જશે, કારણથી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. વિશ્વ ક્ષય કરવાના પાપને પરિહાર કરવાથી તમારું કલ્યાણ થાઓ, રણુને ત્યાગ થવાથી બંને સૈન્યનું કુશળ થાઓ, તમારા સૈન્યના ભારથી થયેલા ભૂમિભંગને વિરામ થવાથી પૃથ્વીના ગર્ભમાં રહેલા ભુવનપતિ વિગેરેને સુખ થાઓ, તમારા સિન્યથી થતા મર્દનના અભાવથી પૃથ્વી, પર્વત, સમુદ્ર, પ્રજાજને અને સર્વજંતુઓ ક્ષોભને ત્યાગ કરે અને તમારા સંગ્રામથી સંભવતા વિશ્વસંહારની શંકારહિત થયેલા સર્વ દેવતાઓ સુખમાં રહે.” ( આ પ્રમાણે પક્ષવાદનાં વચને દેવતાઓ બોલી રહ્યા, એટલે મહારાજા ભરત મેઘના જેવી ગંભીર ગિરાથી બેલ્યા–“હે દેવતાઓ! તમારા સિવાય વિશ્વના હિતનાં વચને
ગ કહે? ઘણું કરીને લોકો કૌતક જેવાના ઈચ્છક થઈને આવા કાર્યમાં ઉદાસી થઈને રહે છે. તમે હિંતની ઈચ્છાથી સંગ્રામ ઉત્પન્ન થવાનું છે કારણ કયું છે તે વસ્તુતાએ જુદું છે, કારણ કે કોઈપણ કાર્યનું મૂળ જાણ્યા સિવાય તર્કથી કાંઈ પણ કહેવું તે કહેનાર બહસ્પતિ પોતે હોય તે પણ તેનું કહેવું નિષ્ફળ થાય છે. “હું બળવંત છું એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org