________________
પર્વ ૧લું. કંઠયુદ્ધ માટે દેવની પ્રાર્થના.
૧૭૩ જ તે ભારતને અહીં લાવેલા છે, માટે હે દેવતાઓ ! તમે જે તેના હિતાકાંક્ષી હો તો તેને યુધ્ધથી વારે, એ યુદ્ધ નહીં કરે તે હું કદાપિ યુધ્ધ કરીશ નહી” | મેઘની ગર્જના જેવા તેના આવાં ઉત્કટ વચને સાંભળીને વિસ્મય પામેલા દેવતાઓ તેને ફરી કહેવા લાગ્યા–એક તરફ ચકી પિતાને યુદધ કરવાનું કારણુ ચક્રને નગરમાં અપ્રવેશ બતાવે છે, તેથી તે ગુરૂથી પણ અનુત્તર કરવાને અને નિરોધ કરવાને અશકય છે અને બીજી તરફ તમે “યુદ્ધ કરનારની સાથે જ હું યુદ્ધ કરીશ” એમ કહો છા તેથી ઈદ્ર પણ તમને યુદ્ધ અટકાવવાને અશકય છે. તમે બંને ઋષભસ્વામીના દઢ સંસર્ગથી શેલે છે, મહાબુદ્ધિવાળા છે, વિવેકી છે, જગતના રક્ષક છે અને દયાળુ છે; તેપણુ જગતના ભાગ્યને ક્ષય થવાથી આ યુદ્ધને ઉત્પાત પ્રાપ્ત થયો છે, તથાપિ હેવીર! પ્રાર્થના પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન એવા તમને અને પ્રાર્થના કરીએ છીએ કે તમારે ઉત્તમ યુદ્ધ કરવું, અધમ યુદ્ધ કરવું નહીં, કેમકે ઉગ્ર તેજવાળા તમે બંને ભાઈઓના અધમ યુદ્ધમાં ઘણા લોકને પ્રલય થાવાથી અકાળે પ્રલયકાળ થયો ગણશે; માટે તમારે દષ્ટિ વગેરે યુદ્ધથી યુદ્ધ કરવું યુક્ત છે; તેથી તમારા પોતાના માનની સિદ્ધિ થશે અને લોકોને પ્રલય નહીં થાય. ' બાહુબલિએ એ પ્રમાણે કબૂલ કર્યું, એટલે તેમનું યુદ્ધ જેવાને નગરના લોકની જેમ દેવતાઓ નજીકમાં જ ઊભા રહ્યા.
પછી બાહુબલિની આજ્ઞાથી એક બળવાન પ્રતિહાર હાથી ઉપર બેસી ગજની પેઠે ગર્જના કરી પિતાના સૈનિકોને કહેવા લાગ્યો-“ હે વીર સુભટો ! ચિરકાળથી ચિતવતા તમને વાંછિત પુત્રલાભની જેમ સ્વામીનું કાર્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ તમારા અલ્પ પુણ્યને લીધે આપણુ બળવાન્ રાજાને દેવતાઓએ ભરતની સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાને પ્રાર્થના કરી છે. સ્વામી પોતે પણ ઠંદ્વ યુદ્ધને ઇચ્છે છે, તેમાં વળી દેવતાઓએ પ્રાર્થના કરી એટલે શું કહેવું? માટે ઈદ્રની જેવા પરાક્રમી મહારાજા બાહુબલિ તેમને રણસંગ્રામને નિષેધ કરે છે. દેવતાઓની જેમ તમે પણ તટસ્થ રહીને હસ્તીમલની જેવા એકાંગમલ એવા આપણા સ્વામીને યુદ્ધ કરતાં જુઓ અને વક થયેલા ગ્રહોની જેમ તમારા રથ, ઘડા અને પરાક્રમી હાથીઓને પાછા વાળ. સર્પોને કંડીઆમાં નાખવાની જેમ તમારા ખગે મ્યાનમાં નાખે, હાથીની શુંઢ જેવા તમારા મગરને હાથમાંથી છેડી , લલાટથી
કુટીની જેમ તમારા ધનુષ્યની પણછ ઉતારો, ભંડારમાં દ્રવ્ય નાખવાની જેમ તમારાં બને ભાથામાં નાખે અને મેઘ જેમ વીજળીને સંવરી લે તેમ તમારા શલ્યને સંવૃત કરે.”
પ્રતિહારની વજાના નિર્દોષ જેવી ગિરાથી શૂર્ણિત થયેલા બાહુબલિના સૈનિકો માંહેમાટે આ પ્રમાણે વિચારવા લાગ્યા–“અહો ! થનાર યુદ્ધથી વણિકની પેઠે ભય પામેલા અને જાણે ભરતપતિના સૈનિકો પાસેથી લાંચ મેળવી હોય એવા તથા જાણે પૂર્વ જન્મના આપણા વૈરી હોય તેવા, અકસ્માત આવેલા આ દેવતાઓએ સ્વામીને પ્રાર્થના કરી અમારે યુદ્ધોત્સવ અટકાવ્યું. અરે ! ભજન કરવા માટે બેઠેલા પુરૂષની આગળથી જેમ ભજન હરી લે હાડ કરવાને જતા મધ્યના ખેાળામાંથી જેમ પુત્રને હરી લે, કવામાંથી નીકળતા પુરુષના હાથમાંથી જેમ અવલંબન આપનારી દેરી ખેંચી લે, તેમ અમારા આવેલા રણેત્સવને દેવે હરી લીધે. ભરતરાજાની જે બીજે કણ શત્રુ મળશે કે જેની સાથેના સંગ્રામમાં આપણે મહારાજા બાહુબલિના અનુણી થઈશું? પિત્રાઈએ, ચાર અને પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org