________________
૧૭૧
પર્વ ૧ લું
ભારતમહારાજાને દેના જવાબ ધારીને મેં સહસા સંગ્રામ કરવાને ઈચ્છયું નથી, કારણ કે ધારું તેલ હોય છે તેથી કાંઈ પર્વતને અત્યંગન કરાતું નથી. છ ખંડ ભરતક્ષેત્રના સર્વ રાજાઓને વિજય કરનાર મારે અદ્યાપિ કોઈ પ્રતિસ્પધી છે નહીં એમ નથી, કેમકે શત્રુની જેવા પ્રતિસ્પધી અને જય-- અજયના કારણભૂત બાહુબલિને મારે વિધિના વશથી જ જાતિભેદ થયેલ છે. પૂર્વે નિંદાથી ભીરુ, લજ્જાળું, વિવેકી, વિનયી અને વિદ્વાન એવા તે બાહુબલિ મને પિતાની જેમ મનાતું હતું, પણ સાઠ હજાર વર્ષે હું દિગવિજય કરીને આવ્યો તે પછી હમણું તે જાણે બીજે જ થઈ ગયું હોય તેમ હું જોઉં છું. વિયેગમાં ઘણે કાળ ગયે એ જ તેમ થવાનું કારણ જણાય છે. બાર વર્ષ સુધીના રાજ્યાભિષેકમાં બાહુબલિ આવ્યો નહીં, તેનું કારણ તેને પ્રમાદ છે એમ મેં તર્ક કર્યો. પછી તેને બેલાવવાને હંત મેક, તે પણ તે આવ્યું નહીં; ત્યારે તેમાં મંત્રીઓના વિચારને દેષ છે એમ હું તર્ક કરતા હતા. હું તેને કેપથી કે લેભથી બેલાવતો નહોતે, પણ જ્યાં સુધી એક રાજા પણ નમ્યા વિના રહે ત્યાંસુધી ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી તેથી શું કરવું? ચક્ર નગરમાં પેસે નહીં અને તે (બાહુબલિ) મને નમે મહીં, તેથી તેઓ જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય એવું જણાય છે અને હું સંકટમાં આવી પડ છું. એ મારે મનસ્વી ભાઈ એક વાર મારી પાસે આવે અને અતિથિ જેમ પૂજાને ગ્રહણ કરે, તેમ મારી પાસેથી બીજી પૃથ્વી ઈચ્છાપૂર્વક ગ્રહણ કરે. એક ચકના પ્રવેશ સિવાય મારે સંગ્રામ કરવાનું બીજું કાંઈ પણ કારણ નથી અને તે નહીં નમેલા નાના ભાઈથી મારે કાંઈ પણ માન મેળવવાની ઈચ્છા નથી.”
દેવતાએ કહ્યું -“હે રાજન ! સંગ્રામનું કારણ મોટું હોવું જોઈએ, કેમકે આપના જેવા પુરુષની અ૯૫ કારણને માટે આવી પ્રવૃત્તિ સંભવતી નથી. અમે હવે બાહુબલિ પાસે જઈ તેને બંધ કરશું અને યુગના ક્ષયની જેમ આ થનારા જનક્ષયની રક્ષા કરીશું. કદાપિ તમારી પેઠે તે પણ યુદ્ધનાં બીજાં કારણે બતાવશે તે પણ તમારે આવું અધમ યુદ્ધ ન કરવું જોઈએ. મેટા પુરુષએ તે દષ્ટિ, બાહ અને દંડાદિક ઉત્તમ યુદ્ધોથી યુદ્ધ રવું કે જેથી નિરપરાધી હાથી વિગેરેને વધ ન થાય.” દેવતાનું આ પ્રમાણે કહેવું ભરત ચક્રવતીએ સ્વીકાર્યું, એટલે તેઓ બીજા સૈન્યમાં બાહુબલિ પાસે ગયા. “અહો! આ બાહુબલિ દઢ અવખંભવાળી મૂત્તિથી જ અધષ્ય છે. ' એમ વિચારી વિસ્મય પામતા દેવતાએ તેને આ પ્રમાણે કહેવા લાગ્યા–
કષભનંદન ! હે જગનેત્રરૂપી ચકરને આનંદકારી ચંદ્ર ! તમે ચિરકાળ જય પામે અને આનંદમાં રહે. સમુદ્રની જેમ તમે કદાપિ મર્યાદાને ઉલ્લંઘતા નથી અને કાયર પુરૂષે રણથી ભય પામે તેમ તમે અવર્ણવાદથી ભય પામે તેવા છે. પિતાની સંપત્તિમાં તમે ગર્વ રહિત છે, પરની સંપત્તિમાં ઈર્ષારહિત છે, દુવિનીત પુરૂષને શિક્ષા કરનારા છે, ગુરૂજનેને વિનય કરનારા છે અને વિશ્વને અભય કરનારા અષભસ્વામીના તમે એગ્ય પુત્ર છે; તેથી આ અપરલોકને ઉચ્છેદ કરવાના કાર્યમાં પ્રવર્તવું તમને યુકત નથી. તમારા જ્યષ્ઠ ભાઈ ઉપર આ ભયંકર આરંભ કર્યો છે તે તમને ઘટિત નથી અને અમૃતથી જેમ મૃત્યુ સંભવિત નથી તેમ તમારાથી એવું સંભવતું પણ નથી. આટલાથી હજી કાંઈ બગડયું નથી, માટે ખલ પુરુષની મિત્રી જે આ યુદ્ધને આરંભ તમે છોડી ધો. હે વીર ! મંત્રોથી મોટા સર્પોને પાછા વાળવાની જેમ તમારી આજ્ઞાથી આ વીર સ્ટેને યુદ્ધના વેગમાંથી પાછા વળે અને તમારા મોટાભાઈ ભરતરાયની પાસે જઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org