________________
.
૧૬૮ ભરત મહારાજાની પ્રભુતુતિ.
સગ ૫ મ. ચારણે “ચિરં જય, ચિર જય’ એમ ઊંચે સ્વરે બોલવા લાગ્યા. પછી સ્વર્ગપતિ જેમ મેરુ ઉપર આરૂઢ થાય તેમ એવી રીતના શુભ શબ્દ સાંભળતો, મહાભુજ બાહુબલિ આરોહકના હસ્તનું અવલંબન ગ્રહણ કરીને ગજપતિ ઉપર આરૂઢ થયે. - આ તરફ પુણ્યબુદ્ધિ ભરત મહારાજા પણ શુભલક્ષમીન કેશાગાર જેવા પિતાના દેવાલયમાં પધાર્યા. ત્યાં મેટા મનવાળા તે મહારાજાએ આદિનાથની પ્રતિમાને દિગવિજ્યમાંથી લાવેલા પદ્મદ્રહાદિ તીર્થોના જળવડે સ્નાન કરાવ્યું ઉત્તમ કારીગર જેમ મણિનું માર્જન કરે, તેમ દેવદૂષ્યવસ્ત્રથી તેણે તે અપ્રતિમ પ્રતિમાનું માર્જન કર્યું; પિતાના નિમળ યશથી પૃથ્વીની જેમ હિમાચળકમાર વિગેરે દેએ આપેલા ગશીર્ષચંદનથી તે પ્રતિમાને વિલેપન કર્યું, લક્ષ્મીના સદનરૂપ કમળ જેવા વિકસ્વર કમળોથી તેણે પૂજામાં નેત્રસ્તંભનની ઔષધિરૂપ આંગી રચી, ધુમ્રવલ્લીથી જાણે કસ્તુરીની પત્રાવલિ આલેખતા હોય તેમ પ્રતિમાની પાસે તેણે ધૂપ કર્યો અને પછી જાણે સર્વ કર્મરૂપી સમિધને ઉત્કટ અગ્નિકુંડ હોય તેવી પ્રદીપ્ત દીપકવાળી આરતી ગ્રહણ કરી તે રાજદીપકે પ્રભુની આરાત્રિક કરી. છેવટે નમસ્કાર કરી, મસ્તકે અંજલિ જેડી, આ પ્રમાણે સ્તુતી કરી હે જગન્નાથ ! હું અજ્ઞાન છું, છતાં પિતાને વિષે યોગ્યપણું માનતો તમારી સ્તુતી કરું છું, કારણ કે બાળકોની અવ્યક્ત વાણું પણુ ગુરુજનની પાસે યુકત જ ગણાય છે. હે દેવ ! સિદ્ધરસના સ્પર્શથી જેમ લેતું સુવર્ણ બની જાય તેમ તમારે આશ્રય કરનાર પ્રાણી ભારેકમી હોય તે પણ સિદ્ધિપદને પામે છે. તે સ્વામિન્ ! તમારું ધ્યાન કરનાર, તમારી સ્તુતિ કરનાર અને તમારું પૂજન કરનાર પ્રાણુઓ જ પિતાનાં મન, વચન અને કાયાનું ફળ પ્રાપ્ત કરે છે અને તેઓ જ ધન્ય છે. હે પ્રભે! પૃથ્વીમાં વિહાર કરતાં ભૂમિ પર પડેલી એવી તમારી ચરણરેણુઓ, પુરૂષોના પાપરૂપી વૃક્ષને ઉમૂલન કરવામાં હાથીઓની માફક આચરણ કરે છે. હે નાથ ! સ્વાભાવિક મેહે કરીને જન્માંધ થયેલાં સંસારી પ્રાણીઓને વિવેકરૂપ લોચન આપવાને તમે એક સમર્થ છે. જેમ મનને મેરુ આદિ કંઈ દૂર નથી. તેમ તમારા ચરણ કમળમાં ભમરની પેઠે આચરણ કરનારા અને લેકાગ્ર કાંઈ દુર નથી. હે દેવ ! મેઘના જળની જેમ જંબૂવૃક્ષનાં ફળ ગળી જાય, તેમ તમારી દેશનારૂપી વારી(પાણી) થી પ્રાણીઓનાં કર્મરૂપી પાશ ગળી જાય છે. હે જગન્નાથ ! હું તમને વારંવાર પ્રણામ કરીને એટલું જ યાચું છું કે તમારા પ્રસાદથી તમારે વિષે સમુદ્રના જળની જેમ મારી ભકિત અક્ષય રહો.” એવી રીતે આદિનાથની સ્તુતિ કરી, નમસ્કાર કરી ચક્રવતી ભકિત સહિત દેવગૃહની બહાર નીકળ્યા.
પછી વારંવાર શિથિલ કરીને રચેલું કવચ હર્ષથી ઉચ્છવાસ પામેલા અંગમાં તેમણે ધારણ કર્યું. માણિક્યની પૂજાથી દેવપ્રતિમા શોભે તેમ દિવ્ય અને મણિમય એવું કવચ અંગ ઉપર ધારણ કરવાથી તેઓ શેભવા લાગ્યા. જાણે બીજે મુગટ હોય તેવું, મધ્યમાં ઊંચુ અને છત્રની જેવું વર્તુલાકાર સુવર્ણ-રત્નનું શિરસ્ત્રાણ તેમણે પહેર્યું. સર્પની જેવા અત્યંત તીણુ બાણથી ભરેલા બે ભાથાં તેમણે પૃષ્ઠભાગ ઉપર બાંધ્યા અને ઈદ્ર જેમ અજીરહિત ધનુષ્યને ગ્રહણ કરે તેમ તેમણે શત્રુઓમાં વિષમ એવું કાલપૃષ્ઠ ધનુષ પિતાના વાસ કરમાં ગ્રહણ કર્યું. પછી સૂર્યની જેમ અન્ય તેજસ્વી તેજને ત્રાસ કરનારા, ભદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org