Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
છે
૧૬૨
સુષેણ સેનાપતિએ દર્શાવેલ સ્વમંતવ્ય. સગ ૫ મે મેળવી શકાય છે, પણ એવો જાતા કેઈપણ પ્રકારે મેળવી શકાતું નથી. મંત્રીઓ ! આવી રીતે વર્તવું મને ઘટે છે કે નહીં ? તમે શા માટે ઉદાસીની જેમ મૌન ધરી રહ્યા છે? જે યથાર્થ હોય તે કહે.
બાહુબલિને અવિનય અને પિતાના સ્વામીની આવી ક્ષમા તેથી જાણે પ્રહારથી સુભાણે હોય તેમ સેનાપતિ સુષેણ બોલ્યા–“હષભસ્વામીના પુત્ર ભરતરાયને ક્ષમા કરવી યુક્ત છે, પણ તે કરુણાપાત્ર જનમાં એગ્ય છે. જે જેના ગામમાં વસે છે તેને આધીન થાય છે અને એ બાહુબલિ તે એક દેશને ભેગવે છે તથાપિ વાણુથી પણ તમને વશ નથી. પ્રાણુને નાશ કરનાર છતાં પણ પ્રતાપને વધારે તેવો વરી સારે, પણ પિતાના -ભાઈના પ્રતાપને નાશ કરનાર બંધુ શ્રેષ્ઠ નહીં. રાજાએ ભંડાર, સૈન્ય, મિત્ર, પુત્ર અને
શરીરથી પણ પિતાના તેજની રક્ષા કરે છે, કેમકે તેજ એ જ તેમનું જીવિત છે. આપને પિતાના રાજ્યથી પણ શું અપૂર્ણ હતું કે જેથી આ ષટખંડને વિજય કર્યો ? તે સઘળું તેજને માટે જ છે. એક વખત શીળરહિત થયેલી સતી સર્વથા અસતી જ કહેવાય, તેમ એક ઠેકાણે નાશ પામેલું તેજ સર્વ ઠેકાણે નાશ પામેલું છે એમ સમજવું. ગૃહસ્થામાં દ્રવ્યને ભાઈઓ પ્રમાણે ભાગ પડે છે, તે પણ તેઓ તેજને ગ્રહણ કરનારા ભાઈની શેડી પણ ઉપેક્ષા કરતા નથી. અખિલ ભરતખંડને વિજ્ય કર્યા છતાં જે આપને અહીં અવિજય થાય તો સમુદ્ર ઉતરેલા પુરુષને ખાબોચિયામાં ડૂબી જવા જેવું છે. કેઈ ઠેકાણે સાંભળ્યું છે અથવા જોયું છે કે ચક્રવતીને પ્રતિસ્પધી થઈને કોઈ રાજા રાજ્ય ભગવે ? હે પ્રભુ ! અવિનયીને વિષે બ્રાતૃસંબંધને સનેહ રાખવે તે એક હાથવડે તાળી પાડવા જેવું છે. વેશ્યાઓની જેવા સ્નેહરહિત બાહુબલિમાં ભરતરાજા નેહવાળા છે, એમ કહેતા અમને જે આપ નિષેધ કરે તે ભલે નિષેધ કરે, પણ “સર્વ શત્રુને જીતીને જ હું અંદર પ્રવેશ કરીશ.' એવા નિશ્ચયથી હજી સુધી નગર બહાર રહેલા ચક્રને આપ કેમ નિષેધ કરશો ? ભ્રાતાના મિષથી શત્રુરૂપે રહેલા બાહુબલિની ઉપેક્ષા કરવી આપને યુકત નથી; આ વિષે આપ બીજા મંત્રીઓને પશુ પૂછે.”
સુષેણુના એ પ્રમાણે બેલવા પછી મહારાજાએ બીજાઓની સન્મુખ જોયું એટલે વાચસ્પતિ જે સચિવાગ્રણી બે –સેનાનીએ જે કહ્યું તે યુક્ત છે અને તેમ કહેવાને બીજે કોણ સમર્થ છે? જેઓ પરાક્રમમાં અને પ્રયાસમાં ભીરુ હોય તે પિતાના સ્વામીના તેજની ઉપેક્ષા કરે છે. સ્વામીએ પિતાના તેજને અર્થે આદેશ કરેલા અધિકારીઓ પ્રાયઃ સ્વાર્થનુકૂળ ઉત્તર આપે છે અને વ્યસન વધારે છે, પણ આ સેનાપતિ તે પવન જેમ અગ્નિના તેજને વધારે તેમ કેવળ આપના તેજની વૃદ્ધિને માટે જ છે. સ્વામિન ! આ સેનાપતિ ચક્રરત્નની જેમ શેષ રહેલા એક પણ શત્રુને જીત્યા સિવાય સંતેષ પામતે નથી, માટે હવે વિલંબ ન કરે. તમારી આજ્ઞાથી હાથમાં દંડ ગ્રહણ કરીને સેનાપતિ જેમ શત્રુને તાડન કરે, તેમ પ્રયાણભંભા વજડાવે. સુઘાષાના ઘોષથી દેવતાઓની જેમ ભંભાના નાદથી વાહન અને પરિવાર સહિત સૈનિક્લકે એકઠા થાઓ અને સૂર્યની જેમ ઉત્તર તરફ તક્ષશિલાપુરી પ્રત્યે, તેજની વૃદ્ધિને માટે આપ પ્રયાણ કરે. આપ પોતે જઈ ભાઈને સ્નેહ જુએ અને સુવેગે કહેલા વચન સત્ય છે કે અસત્ય તેની ખાત્રી કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org