________________
ભરત મહારાજા તથા બાહુબલિને સામસામે પડાવ સર્ગ ૫ મ. એકસરખા કાર્યમાં પ્રવર્તનારા, બીજાઓથી અભેદ્ય અને જાણે પિતાના અંશ હોય તેવા રાજકુમારે, પ્રધાને અને વીર પુરુષોથી વીટાયેલ બાહુબલિ દેવતાઓથી વીંટાયેલા ઇંદ્રના જેવા શેવા લાગ્યા. જાણે તેના મનમાં વસેલા હોય તેમ કેટલાએક હાથી ઉપર બેસી, કેટલાએક ઘોડા ઉપર બેસી, કેટલાએક રથમાં બેસી અને કેટલાએક પાયદળ રૂપે–એમ લાખો દ્ધાઓ તત્કાળ એક સાથે બહાર નીકળ્યા. બળવાન અને ઊંચા અ ધરી રહેલા પોતાના વીરપુરુષથી જાણે એક વીરમય પૃથ્વીને રચતા હોય તેમ અચળ નિશ્ચયવાળા બાહુબલિ ચાલ્યા. વિભાગરહિત (સુવાંગ) જય કરવાની આકાંક્ષા રાખનારા તેના વીર સુભટે હું એકલું છું તે પણ સર્વ શત્રુઓને જીતીશ.” એમ પરસ્પર કહેવા લાગ્યા. રેહણચળ પર્વતમાં સર્વે કાંકરા મણિમય હોય તેમ સૈન્યમાં રણવાજીંત્રને વગોડના પણ વીરમાની હતે. ચંદ્રની જેવી કાંતિવાળા તેના મંડળિક રાજાઓના છત્રમંડળથી જાણે આકાશ શ્વેત કમળમય હોય તેવું થઈ ગયું. દરેક પરાક્રમી રાજાઓને જોઈને જાણે પોતાની ભુજાઓ હોય તેમ માનતા તે આગળ ચાલવા લાગ્યા. માર્ગમાં ચાલતાં તે બાહુબલિ સિન્યના ભારથી પૃથ્વીને અને જયવાજીત્રાના શબ્દોથી સ્વર્ગને ફડવા લાગ્યા. પિતાના દેશને સીમાડો દૂર હતો, તો પણ તે તત્કાળ ત્યાં આવી પહોંચ્યા; કારણ કે રણને માટે ઉત્કંઠિત થયેલા વીરલાકે વાયુથી પણ વિશેષ વેગવાળા થાય છે. ભરતરાજાની છાવણીથી બહુ દૂર નહીં અને નજીક પણ નહીં તેવી જગ્યાએ ગંગાને તટ ઉપર બાહુબલિએ પડાવ નાંખ્યો.
પ્રાતઃકાળે ચારણભાટેએ અતિથિની જેમ તે બંને અષભકુમારોને યુદ્ધોત્સવને માટે પરસ્પર નિમંત્રણ કર્યું. રાત્રે બાહુબલિએ સર્વ રાજાઓના. મતથી સિંહ જેવા પરાક્રમવાળા સિહરથ નામના પિતાના પુત્રને સેનાપતિ નીમ્યા અને પટ્ટહસ્તીની જેમ તેના મસ્તક ઉપર જાણે પ્રકાયમાન પ્રતાપ હોય તે દેદીપ્યમાન સુવર્ણને એક રણપટ્ટ આરોપણ કર્યો. રાજાજીને પ્રણામ કરી, રણદીક્ષા પ્રાપ્ત કરી, જાણે પૃથ્વી મળી હોય તેમ હર્ષ પામીને તે પિતાના નિવાસસ્થાને ગયે. મહારાજા બાહુબલિએ બીજા રાજાઓને પણ યુદ્ધ કરવા માટે આદેશ આપી વિદાય કર્યા. જો કે તેઓ પિતે જ રણની ઈચ્છાવાળા હતા તે પણ સ્વામીની આજ્ઞા તે સત્કારરૂપ છે.
આ તરફ મહારાજા ભરતરાયે કુમારે, રાજાઓ અને સામંતના મતથી વયે આચાર્યની જેમ સુષેણુને રણદીક્ષા આપી સેનાપતિ નીમ્યો. સિદ્ધિમંત્ર જેવી સ્વામીની આજ્ઞા સ્વીકારીને, ચક્રવાકની જેમ પ્રાતઃકાલની વાટ જેતે સુષેણ પોતાને આવાસે ગયે. કુમારે, મુગટબંધ રાજાઓ અને સર્વ સામતને લાવીને ભરતરાજાએ આજ્ઞા કરી કે– શરવીરો ! મારા નાના ભાઈ સાથેના યુદ્ધમાં અપ્રમાદી થઈ તમારે સુષેણ સેનાપતિને મારી જેમ અનુસરવું. હે પરાક્રમવાળા વીરે ! હસ્તીઓને મહાવતો વશ કરે તેમ તમે ઘણું પરાક્રમી અને દુર્મદ રાજાઓને વશ કર્યા છે, તથા વૈતાઢ્ય પર્વતને ઉલ્લંધન કરી દેવતાઓ અસુરેને જીતે તેમ તમે દુર્જય કિરાતોને તમારા પરાક્રમથી ગાઢ રીતે આક્રાંત કર્યા છે, પરંતુ તેમાં આ તક્ષશિલાના રાજાબાહુબલિના પાયદળની જે પણ એક નહોતે. પવન રૂને ઉડાડે તેમ એકલે એ બાહુબલિને જ્યેષ્ઠ પુત્ર સેમયશા સર્વ સન્યને દશે દિશામાં ઉડાડી દેવાને સમર્થ છે. વયમાં કનિષ્ઠ પણ પરાક્રમમાં એકનિષ્ઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org