________________
પર્વ ૧ લું. ભક્ત મહારાજાનું બહલિ દેશ તરફ પ્રયાણું. - સચિવનું તે વચન ભરતરાજાએ તેમજ થાઓ એમ કહી સ્વીકાર્યું, કારણ કે વિદ્વાને પરજનોનું વચન પણ યુક્ત હોય તો માને છે. પછી શુભ દિવસે યાત્રિક મંગળ કરી મહારાજ પ્રયાણને માટે પર્વત જેવા ઉન્નત ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા. જાણે બીજા રાજાની સેના હોય તેમ રથ, અશ્વ અને હાથીઓ ઉપર આરૂઢ થયેલા હજારે સેવક પ્રયાણ વાજી વગાડવા લાગ્યા. એક સરખા તાલના શખથી સંગીતકારીઓની જેમ પ્રયાણ વાઘોના નાદથી સર્વ સૈન્ય એકઠું થયું. રાજાઓ, મંત્રીઓ, સામતે અને સેનાપતિઓ વડે પરવરેલા મહારાજા જાણે અનેક મૂર્તિવાળા થયા હોય તેમ નગરીની બહાર નીકળ્યા. એક હજાર યક્ષેએ અધિષ્ઠિત થયેલું ચકરત્ન જાણે સેનાપતિ હોય તેમ સિન્યની આગળ ચાલ્યું શત્રુઓના જાણે ગુપ્તચર હેાય તેમ મહારાજાના પ્રયાણ સૂચવતા જસમૂહ ચોતરફ છવાઈને દૂર સુધી પ્રસરવા લાગ્યા. તે વખતે ચાલનારા લાખે હસ્તીઓથી, હાથીઓની ઉત્પત્તિ ભૂમિઓ ગજરહિત થઈ હશે એમ જણાવા લાગ્યું અને ઘેડા, રથ, ખચ્ચરે તથા ઊંટેના સમૂહથી જાણે સર્વભૂમિતલ વાહનરહિત થયું હશે તેમ જણાવા લાગ્યું. સમુદ્ર જેનારને જેમ સર્વ જગત જળમય જણાય તેમ પદાતિસૈન્યને જોઈને સર્વજગત મનુષ્યમય જણાવા લાગ્યું. રસ્તે ચાલતા મહારાજા શહેરે-શહેરે, ગામે-ગામે અને માર્ગ–માગે લોકેના આ પ્રમાણે પ્રવાદ સાંભળવા લાગ્યા. “આ રાજાએ એક ક્ષેત્રની જેમ આ ભરતક્ષેત્રને સાધ્યું છે અને મુનિ જેમ ચૌદ પૂર્વને મેળવે તેમ ચૌદ રત્ન મેળવ્યાં છે. આયુધોની જેમ એમને નવ નિધિઓ વશ થયા છે, તે છતાં એ મહારાજા કઈ તરફ અને શા માટે પ્રયાણ કરે છે? કદાપિ સ્વેચ્છાએ પોતાને દેશ જેવા જતા હોય તે તેમની આગળ શત્રુઓને સાધવામાં કારણરૂપ ચક્રરત્ન શા માટે ચાર્લે છે? પણ દિશાના અનુમાનથી તેઓ બાહુબલિ ઉપર જાય છે એમ જણાય છે. અહે ! મેટા પુરુષોને પણ અખંડ વેગવાળા કષા હોય છે, તે બાહુબલિ, દેવ અને અસુરથી પણ દુર્જય છે એમ સાંભળવામાં આવ્યું છે તેથી તેને જય કરવાને ઈચ્છતા આ રાજા આંગળીથી મેરુને ધારણ કરવાને ઈચછે છે. આ કાર્યમાં નાનાભાઈએ મોટાભાઈને જીત્યા” એમ થવાથી, અથવા મોટાભાઈએ નાનાભાઈને જીત્યો”. એમ થવાથી બંને પ્રકારે મહારાજાને માટે અપયશ પ્રાપ્ત થશે.”
સૈન્યથી ઊડતા રજના પૂરવડે જાણે વિંધ્યાદ્ધિ વધતું હોય તેમ તરફ અંધકારને પ્રસારતા, અશ્વોના ખુંખારા, ગજેની ગર્જના, રથના ચીત્કાર અને દ્ધાઓના કરશોટએ રીતે ચાર પ્રકારની સેનાના શબ્દોથી, આનક નામના વાઘની જેમ દિશાઓને નાદવાળી કરતા, ગ્રીષ્મઋતુના સૂર્યની જેમ માર્ગની સરિતાઓનું શેષણ કરતા, ઉત્કટ પવનની જેમ માગના વૃક્ષને પાડતા, સિન્યની ધ્વજાઓનાં વસ્ત્રોથી આકાશને બગલામય કરતા, સૈન્યના ભારથી પીડા પામતી પૃથ્વીને હસ્તીઓના મદથી શાંત કરતા અને પ્રતિદિવસે ચક્રાનુસાર ચાલતા મહારાજા, સૂર્ય જેમ બીજી રાશીમાં સંક્રમે તેમ બહલીદેશમાં આવી પહોચ્યા અને દેશની સીમાંત પડાવ નાખી સમુદ્રની જેમ મર્યાદા કરીને તેઓ રહ્યા.
તે સમયે સુનંદાના પુત્ર બાહુબલિએ રાજનીતિરૂપ ગૃહના સ્તંભરૂપ, ચરપુરુષથી ચકીને આવેલા જાણ્યા, એટલે તેણે પણ પિતાના પડછંદાથી જાણે સ્વર્ગને ભંભારૂપ કરતી હોય તેવી પ્રયાણની ભંભા વગડાવી. પ્રસ્થાનકલ્યાણ કરીને મૂત્તિમાન કલ્યાણ હોય તેવા ભદ્રગરેંદ્ર ઉપર ઉત્સાહની જેમ તે આરૂઢ થયા. મોટા બળવાન, મોટા ઉત્સાહવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org