________________
પર્વ ૧ લું. બને પક્ષમાં યુદ્ધ માટે વ્યાપેલે ઉત્સાહ : - - ૧૬૫ એ સિંહરથ નામે તેને ના ભાઈ શત્રુઓની સેનામાં દાવાનળરૂપ છે. વધારે શું કહેવું? પણ તેના બીજા પુત્ર અને પૌત્રોમાંના દરેક એક એક અક્ષૌહિણી સેનામાં મલ્લ સમાન અને યમરાજને પણ ભય ઉત્પન્ન કરે તેવા છે. જાણે તેના પ્રતિબિંબ હોય તેવા તેના સ્વામીભકત સામંતે બળમાં તેની સમાનતા કરે તેવા છે, બીજાઓના સન્યમાં જેમ મહાબળવાન એક અગ્રણી હોય તેમ તેના સૈન્યમાં સર્વે તેવા પરાક્રમી છે. રણમાં મહાબાહ બાહુબલિ તે દર રહો, પણ તેનો એક સેનાઍહ પણ વજીની જેમ દાટ છે, માટે વર્ષાઋતુના મેઘની સાથે પૂર્વ દિશાને પવન ચાલે તેમ યુદ્ધને માટે જતા સુષેણની પછવાડે તમે પણ જાઓ. પિતાના સ્વામીની અમૃતસમાન ગિરાથી જાણે પૂરાઈ ગયા હોય તેમ તેઓનાં શરીર પુલકાવળીથી વ્યાપ્ત થઈ ગયાં. જાણે પ્રતિવીરની યેલફમીને સ્વયંવરમંડપમાં વરવા માટે જતા હોય તેમ મહારાજાએ વિસર્જન કરેલા તેઓ પોતપોતાના વાસગૃહમાં ગયા. બંને ઋષભપુત્રના પ્રસાદરૂપી સમુદ્રને તરવાને ઈચ્છતા એવા બંને તરફના વીરોઠા યુદ્ધને માટે તૈયાર થયા. પોતાનાં કૃપાણ, ધનુષ, ભાથા, ગદા અને શક્તિ વગેરે આયુધોને દેવતાની જેમ તેઓ પૂજવા લાગ્યા. ઉત્સાહથી નૃત્ય કરતા પોતાના ચિત્તને જાણે તાલ પૂરતા હોય તેમ તે મહાવીર આયુધોની આગળ ઊંચે પ્રકારે વાજીંત્રો વગાડવા લાગ્યા. પછી જાણે પિતાને નિર્મળ યશ હોય તેવા નવીન અને સુગંધી ઉદ્વર્તનથી પિતાના શરીરનું માર્જન કરવા લાગ્યા. મસ્તકે બાંધેલા કાળા વસ્ત્રના વીરપટ્ટને અનુસરતી લલાટિકા તેઓ પિતપતાના લલાટમાં કસ્તુરીવડે કરવા લાગ્યા. બંને સૈન્યમાં યુદ્ધકથાઓ ચાલતી હોવાથી શસ્ત્ર સંબંધી જાગરણ કરનારા વીર સુભટને જાણે ભય પામી હોય તેમ નિદ્રા આવી જ નહિ. પ્રાતઃકાળે થનારા યુદ્ધમાં ઉત્સાહવાળા બંને સિન્યના વીર સુભટેએ જાણે શતયામા (સો પ્રહરવાળી) હેાય તેમ તે ત્રિયામા (રાત્રિ) માંડમાંડ નિર્ગમન કરી.
પ્રાતઃકાળે જાણે ઋષભપુત્રોની રણકીડાનું કુતુહલ જેવાને ઈચ્છતા હોય તેમ સૂર્ય ઉદયાચલની ચૂલિકા ઉપર આરૂઢ થયો, એટલે મંદરાચળથી ક્ષોભ પામેલા સમુદ્રજળની જે, પ્રલયકાળે થયેલા પુષ્પરાવર્ત મેઘની જે અને વજથી તાડન થયેલા પર્વતની જેવા બંને સિન્યમાં રણવાદ્યને મોટો નાદ થયો. રણવાદ્યના તે પ્રસરતા નાદથી તત્કાળ દિગગજે પિતાના કાન ઊંચા કરી ત્રાસ પામવા લાગ્યા, જળજંતુઓ ભયભ્રાંત થવા લાગ્યા, સમુદ્ર ક્ષોભ પામવા લાગ્ય, કૂર પ્રાણીઓ તરફથી નાસીને ગુફાઓમાં પિસવા લાગ્યાં, મેટા સર્પો રાફડામાં પેસી જવા લાગ્યા, પર્વતે કંપાયમાન થવાથી તેના શિખર, ચરણ અને કંઠને સંકેચવા લાગ્ય, આકાશ ધ્વંસ થવા લાગ્યું અને પૃથ્વી. જાણે ફાટતી હોય તેમ જણાવા લાગી. રાજાના દ્વારપાળની જેમ રસવાઘે પ્રેરેલા બંને પક્ષના સિનિકે યુદ્ધને માટે તૈયાર થયા. રણના ઉત્સાહથી શરીર ઉચ્છવાસ પામવાને લીધે કવચના જાળ ત્રુટી જવાથી વીરપુરુષો નવા નવા કવચ ધારણ કરવા લાગ્યા. કેઈ પ્રીતિવડે પોતાના અશ્વોને પણ બખ્તર પહેરાવા લાગ્યા, કારણ કે સુભટે પિતાથી પણ વાહનની વિશેષ રક્ષા કરે છે. કઈ પિતાના અની પરીક્ષા કરવાને તેની ઉપર બેસી ચલાવી જેવા લાગ્યા; કારણ કે કુશિક્ષિત અને જડ અશ્વ તેના અશ્વારને શત્રુરૂપ થઈ પડે છે. બખ્તર પહેરવાથી ઑખાસ કરતા અને કેટલાએક સુભટે દેવની જેમ પૂજા કરવા લાગ્યા; કારણ કે યુદ્ધમાં જતી વખતે અને હૈષારવ એ વિજયસૂચક છે. કેઈ બખ્તર રહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org