________________
૧પ
સુવેગને તક્ષશિલામાં પ્રવેશ.
સગ ૫ મો. ઊંચી કરી તેને એક પાંથ તરીકે ક્ષણવાર જે. ક્રીડાઉધાનમાં ધનુર્વિદ્યાની ક્રીડા કરનારા સુભટેના ભુજાસ્કેટથી તેના ઘડા ત્રાસ પામી ગયા. આમ તેમ નગરલેકેની સમૃદ્ધિ જેવામાં વ્યગ્ર થયેલા સારથીનું પિતાના કાર્યમાં ધ્યાન નહીં રહેવાથી તેમને રથ ઉન્મા ગામી થઈ આલના પાપે. બહારનાં ઉદ્યાનવૃક્ષ પાસે જાણે સમસ્ત દ્વીપના ચક્રવતીઓના ગજરને એકઠા કર્યા હોય તેવા ઉત્તમ હસ્તીઓને બાંધેલા તેણે જોયા. જાણે તિષ્ક દેવતાનાં વિમાને છોડીને આવ્યા હોય તેવા ઉત્તમ અવડે ઉન્નત અશ્વશાળાએ તેના જેવામાં આવી. ભરતના નાના ભાઈના એશ્વર્યના આશ્ચર્યને જોવાથી જાણે શિવેદના થતી હાય તેમ મસ્તકને ધુણાવતા તે દૂતે તક્ષશિલા નગરીમાં પ્રવેશ કર્યો. જાણે અહમિંદ્ર હોય તેવા સ્વછંદ વૃત્તિવાળા અને પિતપતાની દુકાને ઉપર બેઠેલા ધનાઢ્ય વણિકને જેતે જેતે તે રાજદ્વારે આવ્યા.
જાણે સૂર્યના તેજને છેદી લઈને બનાવ્યા હોય તેવા ચળકતા ભાલાઓને ધારણ કરનારા પાળાઓનું સૈન્ય તે રાજદ્વાર પાસે ઉભેલું હતું. કેઈ ઠેકાણે ઈશ્નપત્રના અગ્રભાગ જેવી બરછીઓ લઈને ઉભેલા પાળાઓ, જાણે શૌર્યરૂપી વૃક્ષ પલ્લવિત થયાં હોય તેવાં શોભતાં હતાં. જાણે એકદંતા હાથીઓ હોય તેવા પાષાણુને ભંગ કરવામાં પણ અભંગ લેઢાના મુદુગરને ધારણ કરનારા સુભટે કઈ ઠેકાણે ઊભા હતા. જાણે ચંદ્રના ચિહ્નવાળી ધ્વજ ધારણ કરેલ હોય તેમ ઢાલ સહિત તરવારને ધારણ કરનારા પ્રચંડ શક્તિવાળા વીરપુરુષોના સમૂહથી તે રાજ્યદ્વાર શેભી રહ્યું હતું. કેઈ ઠેકાણે દૂરથી નક્ષત્રગણુ સુધી બાણને ફેંકનારા અને શબ્દાનુસારે વીંધનારા બાણુંવળી પુરુષ બાણુના ભાથાં પૃષ્ઠભાગે રાખીને અને હાથમાં કાલપૃષ્ઠ ધનુષ્ય ધારણ કરીને ઊભા હતા. જાણે દ્વારપાળ હોય તેમ તેની બંને બાજુએ ઊંચી રાખીને રહેલા બે હસ્તીઓથી તે રાજ્યદ્વાર દૂરથી ભયંકર જણાતું હતું. આવું તે નરસિંહનું સિંહદ્વાર(અગ્રદ્વાર) જોઈને સુવેગનું મન વિસ્મય પામ્યું. દ્વાર પાસે અંદર પ્રવેશ કરવાની રજાને માટે તે રોકાયે; કેમકે રાજમંદિરની એવી મર્યાદા છે. તેના કહેવાથી દ્વારપાળે અંદર જઈ બાહુબલિને નિવેદન કર્યું કે તમારા મોટા ભાઈને સુવેગ નામે એક દૂત આવીને બહાર ઉભેલો છે.” રાજાએ આજ્ઞા કરી એટલે છડીદારે બુદ્ધિવંતમાં શ્રેષ્ઠ એવા તે સુવેગને સૂર્યમંડળમાં બુદ્ધિની જેમ સભામાં પ્રવેશ કરાવ્યો.
ત્યાં વિસ્મય પામેલા સુવેગે રત્નસિંહાસન ઉપર બેઠેલા અને જાણે તેજનું દૈવત હોય તેવા બાહુબલિને જોયા. જાણે આકાશમાંથી સૂર્યો આવ્યા હોય તેવા રનમય મુગટ ધારણ કરનારા તેજસ્વી રજાઓ તેની ઉપાસના કરતા હતા. પિતાના સ્વામીની વિશ્વાસરૂપ સર્વસ્વ વલ્લીના સંતાન મંડનરૂપ, બુદ્ધિવંત અને પરિક્ષણવડે શુદ્ધ-પ્રધાનોને સમૂહ તેની પાસે બેઠેલો હતો. પ્રદીપ્ત મુગટમણિવાળા અને જગતને અધષ્ય (નહીં ધારણ કરી શકાય તેવા) હેવાથી જાણે નાગકુમારે હોય તેવા રાજકુમારે તેની આસપાસ રહેલા હતા. બહાર કાઢેલી જિહાવાળા સર્પોની પેઠે ઉઘાડા આયુધને હાથમાં રાખીને રહેલા હજારે આત્મરક્ષથી તે મલયાચલની પેઠે ભયંકર લાગતો હતો. ચમરીમૃગ જેમ હિમાલય પર્વતને તેમ અતિસુંદર વારાંગનાઓ તેને ચામર વીંઝતી હતી. વીજળી સહિત શરદૂતુના મેઘની જેમ પવિત્ર વેષવાળા અને છડીવાળા છડીદારથી તે શોભતો હતો. સવેગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org