________________
પર્વ ૧ લ. સુવેગને બાહુબલિના કુશળ પ્રશ્નો
૧૫૫ અંદર પ્રવેશ કરી, શબ્દ કરતી સુવર્ણની લાંબી શંખલાવાળા હસ્તીની પેઠે લલાટથી પૃથ્વીને સ્પર્શ કરી તે બાહુબલિને પ્રણામ કર્યા, તત્કાળ મહારાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી મંગાવેલા આસનને પ્રતિહારે બતાવ્યું એટલે તે તેના ઉપર બેઠો. પછી પ્રસાદરૂપ અમૃતથી ધોયેલી ઉજવળ દૃષ્ટિથી સુવેગ તરફ જતાં બાહુબલિ રાજા આ પ્રમાણે બોલ્યા–“સુવેગ ! આર્ય ભરત કુશળ છે ? પિતાજીએ લાલિત અને પાલિત કરેલી વિનીતાની સર્વ પ્રજા કુશળ છે ? કામાદિક છ શત્રુઓની જેમ ભરતક્ષેત્રના છ ખંડેને વિજય મહારાજા ભરતે અંતરાય રહિત કર્યો? સાઠ હજાર વર્ષ સુધી ઉત્કટ યુદ્ધ કરીને સેનાપતિ વિગેરે સર્વ પરિવાર કુશળતાએ પાછો આવ્યા ? સિંદૂરથી લાલ કરેલા કુંભસ્થળ વડે આકાશને સંધ્યાના અન્નમય કરતી મહારાજાના હાથીઓની ઘટા કુશળ છે ? હિમાલય સુધી પૃથ્વીને આક્રાંત કરીને આવેલા મહારાજાને ઉત્તમ અબ્ધો ગ્લાનિરહિત છે ? અખંડ આજ્ઞાવાળા અને સર્વ રાજાઓએ સેવાતા આર્ય ભારતના દિવસો સુખે વ્યતીત થાય છે ?”
એવી રીતે પૂછીને વૃષભાત્મજ બાહુબલિ મૌન રહ્યા એટલે આવેગ રહિત થઈ અંજલિ જેડી સુગ બોલ્યા–“સર્વ પૃથ્વીન' કુશળ કરનાર ભરતરાયને પોતાનું કુશળ તે સ્વતઃ સિદ્ધ જ છે. જેનું રક્ષણ કરનારા તમારા મોટા ભાઈ છે એવી નગરી, સેનાપતિ, હસ્તી અને અશ્વો વગેરેનું અકુશળ કરવાને દેવ પણ સમર્થ નથી. એ ભરત રાજાથી અધિક કે તુલ્ય બીજે કઈ કયાં છે કે જે તેમના છ ખંડ વિજયમાં વિદ્ભકારી થાય. સર્વ રાજાઓ અખંડિત આજ્ઞાથી તેમનું સર્વત્ર સેવન કરે છે તથાપિ મહારાજ ભરતપતિ કયારે પણ અંતકરણમાં હર્ષ પામતા નથી, કારણ કે દરિદ્ર હોય તો પણ જે પોતાના કુટુંબથી સેવાય તે ઈશ્વર છે અને જે ઈશ્વર હોય તથાપિ કુટુંબથી ન લેવાય તેને અિધર્યસુખ કયાંથી હોય ? સાઠ હજાર વર્ષને અંતે આવેલા તમારા મોટા ભાઈ ઉત્કંઠાથી સર્વ અનુજ બંધુઓની આવવાની રાહ જોયા કરતા હતા. સર્વ સંબંધી અને મિત્રાદિક ત્યાં આવ્યા અને તેઓએ તેમને મહારાજયાભિષેક કર્યો. તે સમયે તેમની પાસે ઈદ્ર સહિત દેવતાઓ આવ્યા હતા, તે પણ તેમાં પિતાનાં નાના ભાઈઓને જોયા નહીં તેથી મહારાજા હર્ષ પામ્યા નહીં. બાર વર્ષ સુધી મહારાજ્યાભિષેક ચાલ્યા, તે દરમ્યાન ભાઈઓને ન આવેલા જાણી તેમને બેલાવવાને તો મેકહ્યા, કેમકે ઉત્કંઠા બળવાન છે. તેઓ કાંઈક વિચારીને ભરતરાય પાસે આવ્યા નહી અને પિતાજીની પાસે જઈને તેમણે વ્રત ગ્રહણ કર્યું. હવે તેઓ નિરાગી હેવાથી તેમને કઈ પિતાને કે પારકે નથી, તેથી તેઓનાથી મહારાજા ભારતનું બ્રાતૃવાત્સલ્યનું કૌતુક પૂર્ણ થાય તેમ નથી માટે તમારે જે તેમના ઉપર બંધુ પણને સ્નેહ હોય તે તમે ત્યાં પધારે અને મહીપતિના હૃદયમાં હર્ષ પમાડે. તમારા મોટા ભાઈ ઘણે કાળે દિગંતમાંથી આવ્યા છે તે છતાં તમે બેસી રહ્યા છે, તેથી તમે વજથી પણ અધિક કઠોર છે એમ હું તર્ક કરું છું, વડિલ બંધુની અવજ્ઞા કરે છે તેથી તમે નિર્ભયથી પણ નિર્ભય છે એમ હું માનું કારણ કે શૂરવીરેએ પણ ગુરુજનને વિષે ભયથી વર્તવું જોઈએ. એક તરફ વિશ્વનો વિજય કરનાર અને એક તરફ ગુરુને વિનયી હોય તો તેમાં કેની પ્રશંસા કરવી એ પર્ષદાના લોકેએ વિચાર કરવાની જરૂર નથી; કેમકે ગુરુને વિનય જ પ્રશંસાને ચગ્ય છે. આ તમારો અવિનય તે સર્વ સહ મહારાજા સહન કરશે પણ તેથી પિસુન લોકોને નિરંકુશ અવકાશ મળશે. પરંતુ તમારી અભક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org