________________
૧૫૮ સુવેગે સાંભળેલ લોકોને વાર્તાલાપ
સર્ગ ૫ મિ. મારા કરવડે માટીના ઢેફાંની જેમ ગગનમાં ઉડાડ્યો હત; ગગનમાં બહુ ઊંચે ઊડ્યા પછી પાછા નીચે પડતાં- “એ પ્રાણરહિત ન થાઓ એમ ધારી મેં જ તેને પુષ્પની પેઠે ઝીલી લીધે હતો; પણ હાલમાં વાચાળ થયેલા એવા તેના જીતેલા રાજાઓનાં ચાટુ ભાષણે થી જાણે બીજા જન્મને પામ્યું હોય તેમ તે એ સઘળું ભૂલી ગયે જણાય છે, પરંતુ તે સર્વે ચાટુકારે નાસી જશે અને એ એકલે બાહુબળથી થતી વ્યથાને સહન કરશે. અરે દૂત ! તું અહીંથી ચાલ્યો જા. રાજ્ય અને જીવિતની ઈચ્છાથી તે ભલે અહીં આવે. પિતાએ આપેલા રાજ્યભાગથી તુષ્ટ થયેલે હું તેની પૃથ્વીની ઉપેક્ષા કરું છું તેથી મારે ત્યાં આવવાની જરૂર નથી.”
બાહુબલિએ એવી રીતે કહેવાથી જાણે વિચિત્ર કાયાવાળા (ચિતરા) હોય તેવા અને સ્વામીની દૃઢ આજ્ઞારૂપી પાશથી બંધાએલા બીજા રાજાઓ પણ કેપથી રક્ત નેત્ર કરી સુવેગને જોવા લાગ્યા. “મારે મારો એમ રાષથી બેલતા અને અધરને કુરાવતા કુમારો વારંવાર તેની ઉપર કટાક્ષ નાંખવા લાગ્યા, અને હલાવતા પરિકર બાંધી દૃઢ થયેલા અંગરક્ષકો જાણે મારવાને ઇચ્છતા હોય તેમ ભ્રકુટી ચડાવીને તેને જોવા લાગ્યા અને સ્વામીને કઈ સાહસિક પદાતિ આ વરાકને મારી તો નહીં નાખે એમ મંત્રીઓ તેની ચિંતા કરવા લાગ્યા. તેવામાં હાથ તૈયાર કરી પગને ઊંચો કરી રહેલ હોવાથી જાણે તેને કંઠમાંથી પકડવાને ઉત્સુક હોય તેવા છડીદારે તેને આસન ઉપરથી ઉઠાવ્યો. આ પ્રમાણે થવાથી તે મનમાં ક્ષોભ પાપે, તે પણ પૈયનું અવલંબન કરી સુવેગ સભાસ્થાનમાંથી બહાર નીકળે. ક્રોધ પામેલા બાહુબલિના આકરા શબ્દોના અનુમાનથી રાજદ્વારમાં રહેલું પાય. દળ સન્ય રોપવડે ક્ષોભ પામ્યું. તેમાંના કેટલાક ક્રોધથી ઢાલ ફેરવવા લાગ્યા, કેટલાક તલવાર નચાવવા લાગ્યા, કેટલાક ફેંકવાને માટે ચક્ર તૈયાર કરવા લાગ્યા, કેઈ મુદુગર લેવા લાગ્યા, કોઈ ત્રિશૂળ વડે સ્ફોટન કરવા લાગ્યા, કેઈ ભાથાં બાંધવા લાગ્યા, કેઈ દંડ'ગ્રહણ કરવા લાગ્યા અને કઈ પરશુને પ્રેરવા લાગ્યા. તેઓને આવી સ્થિતિવાળા જેઈ તરફથી જાણે પગલે પગલે પિતાનું મૃત્યુ જેતે હોય તેમ મ્મલિત ચરણથી ચાલતે સુવેગ નરસિંહ(બાહુબલિના સિંહદ્વારથી બહાર નીકળે. ત્યાંથી રથમાં બેસી ચાલતાં માર્ગમાં નગરલકોની પરસ્પર થતી આવી વાણી તેણે સાંભળી–
૧ લે પુરુષ-આ નવીન પુરુષ રાજદ્વારમાંથી કોણ નીકળે? ૨ જે પુરુષ–એ ભરતરાજાને દૂત જણાય છે. ૧ લો પુરુષ–શું પૃથ્વીમાં બાહુબલિ સિવાય બીજું કે રાજ છે? બીજો—હા, અયોધ્યામાં બાહુબલિનો મોટો ભાઈ ભરત નામે રાજા છે. પહેલે આ દૂતને તેણે અહીં શા માટે મેકો હશે ? બીજે–પિતાના ભાઈ બાહુબલિ રાજાને બે લાવવા માટે. પહેલો–આટલા વખત સુધી આપણા સ્વામીના તે ભાઈ ક્યાં ગયા હતા? બીભરતક્ષેત્રના છ ખંડને વિજય કરવા ગયા હતા. પહેલે–હાલ ઉત્કંઠિત થઈને તેણે પિતાના નાના ભાઈને શા માટે લાવ્યા હશે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org