________________
૧૫ર બાહુબલિ પાસે સુવેગ હૂતને મોકલ
સગ ૫ મે. છના લકત્તર પુત્ર છે તેમ તે પણ તેવા છે. જ્યાં સુધી તમે તેમને જીત્યા નથી ત્યાં સુધી કેઈને જીત્યા નથી. આ ષટ્રખંડ ભરતમાં આપની જે કઈ લેવામાં આવતા નથી, તે પણ તેને ય કરવાથી આપને અત્યંત ઉત્કર્ષ થવાને. એ બાહુબલિ જગતને માનવા
તમારી આજ્ઞા માનતું નથી, તેથી તેને સાધ્યા સિવાય જાણે લજજા પામ્યું હોય તેમ ચક્ર નગરમાં પ્રવેશ કરતું નથી. રેગની જેમ એ૯૫ શત્રુની પણ ઉપેક્ષા કરવી ઘટે નહી, માટે હવે વિલંબ કર્યા વિના જ કરવાનો યત્ન કરો.”
મંત્રીનું એવું વચન સાંભળી દાવાનળ અને મેઘની વૃષ્ટિ વડે પર્વતની જેમ તત્કાળ કેપ અને શાંતિથી આલિષ્ટ થઈ ભરતેશ્વર આ પ્રમાણે છેલ્યા “એક તરફ ના ભાઈ આજ્ઞા સ્વીકારતા નથી તે લજ્જાકારી છે અને બીજી તરફ નાના ભાઈ સાથે યુદ્ધ કરવું તે મને બાધાકારી છે. જેની આજ્ઞા પોતાના ઘરમાં નથી ચાલતી તેની આજ્ઞા બહાર પણ ઉપહાસ્યકારી છે. તેમ નાના ભાઈના અવિનયની અસહનતા તે પણ અપવાદરૂપ છે. ગર્વ પામેલાને શિક્ષા કરવી જોઈએ એવો રાજધર્મ છે અને ભાઈઓમાં સારી રીતે રહેવું જોઈએ એ વ્યવહાર છે આ પ્રમાણે હું ખરેખર સંકટમાં આવી પડ છું.”
અમાત્યે કહ્યું “મહારાજ ! આપનું તે સંકટ આપના મહત્વથી તે અનુજ બંધુજ ટાળશે; કારણ કે મોટા ભાઈએ આજ્ઞા આપવી અને નાના ભાઈએ તે પાળવી એ આચાર સામાન્ય ગૃહસ્થોમાં પણ પ્રવર્તે છે, માટે આપ તે નાના ભાઈને સંદેશે કહેનાર દૂત મોકલી
કરુઢી પ્રમાણે આજ્ઞા કરે. હે દેવ ! કેશરીસિંહ જેમ પલાણને સહન ન કરે તેમ વીરમાની તમારે નાનો ભાઈ જે સર્વ જગતને માનવા એગ્ય તમારી આજ્ઞાને નહીં સહન કરે તે પછી ઈન્દ્રની જેવા પરાક્રમવાળા આપે તેને શિક્ષા આપવી પડશે. તેમ કરતાં લોકાચારને અતિક્રમ ન થવાથી તમને લોકાપવા લાગશે નહીં.'
મહારાજાએ મંત્રીનું તે વચન સ્વીકાર્યું, તેમને શાસ્ત્ર અને લેકવ્યવહારને અનુસરતી વાણી ગ્રહણ કરવી જોઈએ. પછી નીતિજ્ઞ, દૃઢ અને વાચાળ એવા પિતાના સુવેગ નામના દૂતને શિખામણ આપી બાહુબલિ પ્રત્યે મેક. પોતાના સ્વામિની શ્રેષ્ઠ શિક્ષાને દૂતપણાની દીક્ષાની જેમ અંગીકાર કરી રથમાં આરુઢ થઈ તે સુવેગ તક્ષશિલા નગરી તરફ ચાલ્ય.
સારા સિન્યને પરિવાર લઈ અત્યંત વેગવાળા રથમાં બેસીને જ્યારે તે વિનીતા નગરીની બહાર નીકળે ત્યારે જાણે ભરતપતિની શરીરધારી આજ્ઞા હેાય એ તે જણાવા લાગ્યા. માગે જતાં કાર્યના આરંભમાં વારંવાર વામ (અવળા) દેવને જોતો હોય તેમ તેનું નામ નેત્ર ફરકવા લાગ્યું, અગ્નિમંડળના મધ્યમાં નાડીને ધમના પુરૂષની પેઠે તેની દક્ષિણ નાડી રેગ વિના પણ વારંવાર વહેવા લાગી, તેતડું બોલનારની જિહા જેમ અસંયુકત વર્ણનમાં પણ ખલના પામે તેમ તેને રથ સરખા માર્ગમાં પણ વારંવાર સ્મલના પામવા લાગ્યા તેના ઘેડેસ્વારેએ આગળ જઈ વરેલો પણ જાણે ઉલટે પ્રેરેલ હોય તેમ કૃષ્ણસાર મૃગ (કાળીયાર) તેના દક્ષિણ ભાગથી વામ ભાગ તરફ ગયે; સૂકાઈ ગયેલ કાંટાના વૃક્ષ ઉપર બેસીને ચંચૂપી શસ્ત્રને પાષાણુની જેમ ઘસતે કાક પક્ષી તેની આગળ કરુવારે બેલવા લાગ્યું તેના પ્રયાણને રોકવાની ઈચ્છાથી દેવે જાણે અગવા નાંખી હોય તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org