________________
પર્વ ૧ લું. અઠ્ઠાણું ભાઈ એની દીક્ષા
૧૫૧ તે પ્રમાણે તમારી પણ સ્વર્ગના સુખથી નહીં છિન્ન થયેલી તૃષ્ણા રાજ્યલકમીથી કેમ છેદાશે ? માટે હે વત્સ ! વિવેકી એવા તમોએ અમંદ આનંદમાં ઝરારૂપ અને મોક્ષપ્રાપ્તિનું કારણ એવું સંયમરૂપી રાજ્ય ગ્રહણ કરવું ઘટે છે.”
આવાં સ્વામીનાં વચન સાંભળીને તે અઠ્ઠાણું પુત્રને તત્કાળ સંવેગરંગ ઉત્પન્ન થયે અને તે જ વખતે ભગવંતની પાસે તેમણે દીક્ષા લીધી. “અહો ! કેવું આમનું ધૈર્ય કેવું સત્વ અને કેવી વૈરાગ્યબુદ્ધિ !” એમ ચિંતવન કરતા હતા એ આવીને તે સર્વ વૃત્તાંત ચક્રીને નિવેદન કર્યો. પછી તારાઓની તિને જેમ જ્યોતિ પતિ(ચંદ્ર) સ્વીકાર કરે, અગ્નિઓના તેજને જેમ સૂર્ય સ્વીકાર કરે અને સર્વ પ્રવાહના જળને સમુદ્ર સ્વીકાર કરે તેમ તેમનાં રાજ્ય ચક્રવર્તીએ સ્વીકાર્યા.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि भरतचक्रोत्पत्तिदिग्विजयराज्याभिषेकसोदर्य
व्रतग्रहणकीर्तनो नाम चतुर्थः सर्गः ॥ ४ ॥
જ
સર્ગ પાંચમે
આ
એકદા ભરતેશ્વર સુખપૂર્વક સભામાં બેઠા હતા તે વખતે સુષેણ સેનાપતિએ નમસ્કાર કરીને કહ્યું: “હે મહારાજ ! તમે દિગ્વિજય કર્યો તે પણ મદન્મત્ત હરતી જેમ આલાનસ્તંભ પાસે આવે નહિ તેમ તમારું ચક્ર હજી નગરીમાં પેસતું નથી.”
ભરતેશ્વર બોલ્યાઃ સેનાપતિ ! છ ખંડ ભરતક્ષેત્રમાં અદ્યાપિ કો વીર પુરૂષ મારી આજ્ઞા સ્વીકારતો નથી”
ત્યારે મંત્રીએ કહ્યું: “સ્વામિન ! હું જાણું છું કે આપ મહારાજાએ ક્ષુદ્રહિમાલય સુધી આખું ભરતક્ષેત્ર જીતી લીધું છે, દિગ્વિજય કરીને આવેલા તમારે જીતવા ગ્ય કોણ અવશેષ રહેલો હોય ? કારણ કે ફરતી ઘંટીમાં પડેલા ચણામાંથી એક પણ દાણે દળાયા વિના અવશેષ રહેતો નથી; તથાપિ નગરીમાં પ્રવેશ નહીં કરતું ચક્ર, “અદ્યાપિ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કેઈ ઉન્મત્ત પુરૂષ જીતવા ગ્ય રહ્યો છે એમ સૂચવે છે. હે પ્રભુ ! દેવતાઓને પણ દુર્જય કેઈ પુરુષ તમારે જીતવા યોગ્ય રહેલે હું જતો નથી, પણ અરે મારા જાણવામાં આવ્યું કે વિશ્વમાં એક દુજેય પુરૂષ આપે જીતવા ગ્ય રહ્યો છે. એ અષભસ્વામિને જ પુત્ર અને આપને ના ભાઈ બાહુબલિ છે. તે મહાબળવાન અને બળવંત પુરૂષના બળનો નાશ કરનાર છે. એક તરફ જેમ સર્વ અસ્ત્ર અને એક તરફ વંજ તેમ એક તરફ રાજાઓ અને એક તરફ બાહુબલિ છે. જેમ તમે ઋષભદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org