________________
૧૨૦ ગંગાના કિનારે પડાવ.
સગ ૪ થે. હસ્તીઓના મહાવતે હસ્તીઓને માટે પીપળા, સલુકી, કર્ણિકાર અને ઉદ્બરના પને કુહાડાથી કાપતા હતા. પિતાના ઊંચા કર્ણપદ્ધોથી જાણે તેરણ કરતા હોય તેમ પંક્તિરૂપે બાંધેલા હજારે ઘોડાઓ શોભતા હતા. અશ્વપાળે બંધુની પેઠે મઠ, મગ, ચણા અને જવ વિગેરે લઈ વેગથી અશ્વોની પાસે ધરતા હતા. મહારાજાની શિબિર (છાવણી) માં વિનીતાનગરીની પેઠે ક્ષણવારમાં ચેક, ત્રિક અને દુકાનની પંક્તિઓ થઈ ગઈ હતી. ગુપ્ત, મહેતા અને સ્થૂલ એવા સુંદર તંબૂઓમાં સારી રીતે રહેલા સૈન્યના લોકે પિતાના પૂર્વના મહેલને પણ સંભારતા નહોતા. ખીજડી, બેરડી અને વર્ચ્યુલની જેવા કાંટાવાળા વૃક્ષને ચુટનારા ઊંટે સૈન્યનું કંટક–રોધનનું કાર કરતા હોય તેવા જણાતા હતા. સ્વામીની આગળ ભ્રત્યેની પેઠે ખચ્ચરે જાહ્નવીના રેતીવાળા તીરમાં પિતાની ચાલને ચલાયમાન કરતા આળોટતા હતા. કેઈ કાષ્ટ લાવતા હતા, કેઈ સરિતાનું જળ લાવતા હતા, કેઈ દૂર્વાના ભાર લાવતા હતા અને કેઈ શાક ફળાદિક લાવતા હતા. કેઈ ચૂલ્ય ખાતા હતા, જેમાં શાળા ખાંડતા હતા, કેઈ અગ્નિને પ્રજવલિત કરતા હતા, કેઈ ભાત રાંધતા હતા, કેઈ ઘરની જેમ એક તરફ નિર્મળ જળથી સ્નાન કરતા હતા, કે સ્નાન કરી સુગંધી ધૂપથી શરીરને પૂપિત કરતા હતા, કેઈ પ્રથમ પદાતિઓને જમાડી પછી પિતે વેચ્છાએ ભજન કરતા હતા, કેઈ સ્ત્રીઓ સહિત પોતાના અંગને વિલેપન કરતા હતા. સર્વ અર્થ જેમાં લીલામાત્રમાં પ્રાપ્ત થઈ શકે છે એવી ચક્રવતીની છાવણીમાં કઈ પણ ભણસ પોતાને કટકમાં આવેલા માનતા ન હતા.
ત્યાં એક અહેરાત્ર નિર્ગમન કર્યા પછી પ્રાતઃકાળે પ્રયાણ કર્યું અને તે દિવસે પણ એક જન ચાલનારા ચક્રની પાછળ ચક્રવતી પણ તેટલું જ ચાલ્યા. એ પ્રમાણે હમેશાં એક જન પ્રમાણે ચક્રની પાછળ પ્રયાણ કરતા ચક્રવતી માગધતીથે પહોંચ્યા. ત્યાં પૂર્વ સમુદ્રના તટ ઉપર મહારાજાએ નવ જન વિસ્તારમાં અને બાર યેજન દીર્ઘપણુમાં સ્કધાવાર (લશ્કરને પડાવ) કર્યો. વદ્ધકિરને ત્યાં સવ સન્ય માટે આવાસ બનાવ્યા અને ધર્મરૂપી હસ્તીની શાળારૂપ પૌષધશાળા પણ કરી. કેશરીસિંહ જેમ પર્વત ઉપરથી ઉતરે તેમ મહારાજા ભરત તે પૌષધશાળામાં અનુષ્ઠાન કરવાની ઈચ્છાથી હસ્તીના રકંધ ઉપરથી ઉતર્યા. સંયમરૂપી સામ્રાજયલક્ષમીના સિંહાસન જે દર્ભને નવીન સંથારે ત્યાં ચક્રવર્તીએ પાથર્યો. હદયમાં માગધતીથકુમાર દેવને ધારીને તેમણે અર્થ-સિદ્ધિના આદિદ્વારરૂપ અષ્ટમ ભકત (અઠ્ઠમ) ને તપ કર્યો. પછી નિમળ વસ્ત્ર ધારણ કરી, અન્ય વસ્ત્ર, ફૂલની માળા અને વિલેપન ત્યાગ કરી, શસ્ત્રને છોડી દઈ, પુણ્યને પિષણ કરવામાં ઔષધ સમાન પૌષધવ્રત ગ્રહણ કર્યું. અવ્યય પદમાં જેમ સિદ્ધ રહે તેમ તે દર્ભના સંથારા ઉપર પાષધવતી મહારાજા જાગ્રત અને ક્રિયારહિતપણે રહ્યા. અષ્ટમને અંતે પૌષધવત પૂર્ણ કરી (પારી), શરદઋતુના વાદળામાંથી જેમ સૂય નીકળે તેમ અધિક કાંતિવાળા ભરત રાજા પૌષધાગારમાંથી નીકળ્યા. પછી સર્વ અર્થને પ્રાપ્ત થયેલા નૃપતિએ સ્નાન કરીને બલિવિધિ કર્યો. કેમકે યથાર્થ વિધિને જાણનારા પુરુષ વિધિને ભૂલી જતા નથી.
પછી પવનની જેમ વેગવાળા અને સિંહની જેવા ધીર અોથી લા સુંદર રથમાં ઉત્તમ રથી ભરતરાય આરૂઢ થયા. જાણે ચાલતે પ્રાસાદ હોય તેવા તે રથ ઉપર ઊંચી પતાકાવાળો વજસ્તંભ હતો, શસ્ત્રાગારની પેઠે અનેક શ્રેણિથી તે વિભૂષિત હતું અને જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org