________________
પર્વ ૧ લું. તમિસ્રા ગુફામાં પ્રવેશ.
૧૨૯ હોય તેમ ગાઢ રીતે બંધ કરેલાં તે વજનિર્મિત કપાટ(બારણા) ઉઘડી ગયાં. દંડના તાડનથી ઉઘડતાં તે કમાડ જાણે ઊચ સ્વરે આજંદ કરતાં હોય તેમ તડતડાટ શબ્દ કરવા લાગ્યા. ઉત્તર દિશાના ભરતખંડના જયપ્રસ્થાન મંગળરૂપ તે કમાડ ઉઘડવા સંબંધીને વૃત્તાંત સેનાનીએ ચક્રવતીને વિદિત કર્યો, એટલે હસ્તીરત્ન ઉપર આરૂઢ થઈ પ્રૌઢ પરાક્રમવાળા મહારાજાએ ચંદ્રની પેઠે તમિસા ગુફામાં પ્રવેશ કર્યો.
_ પ્રવેશ કરતા નરપતિએ ચાર અંગુલ પ્રમાણવાળું અને સૂર્યના જેવું પ્રકાશમાન મણિરત્ન ગ્રહણ કર્યું. તે એક હજાર યક્ષેએ અધિષિત કરેલું હતું. શિખાબંધીની પેઠે મસ્તક ઉપર તે રત્નને ધારણ કર્યું હોય તે તિર્યંચ, દેવતા અને મનુષ્ય સંબંધી ઉપસર્ગો થતા નથી. વળી તે રત્નના પ્રભાવથી અંધકારની જેમ સમગ્ર દુઃખ નાશ પામે છે અને શસ્ત્રના ઘાની પેઠે રંગનું પણ નિવારણ થાય છે. સુવર્ણકુંભ ઉપર જેમ સુવર્ણનું ઢાંકણું રાખે તેમ રિપુનાશક રાજાએ તે રત્ન હસ્તીના દક્ષિણ કુંભસ્થળ ઉપર રાખ્યું. વળી પાછળ ચાલતી ચતુરંગ સેના સહિત ચક્રાનુસારે કેશરીસિંહની જેમ ગુફામાં પ્રવેશ કર. નાર નરકેશરી ચક્રીએ ચાર અંગુલ પ્રમાણુવાળું બીજું કાંકિણરત્ન પણ ગ્રહણ કર્યું. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિના જેવી કાંતિવાળું હતું; અધિકરણ જેવે સંસ્થાને (આકારે) હતું; સહસ્ત્ર યક્ષોએ અધિષ્ઠિત કરેલું હતું. આઠ સેનૈયા જેવડું પ્રમાણમાં હતું, છંદલ(પત્ર) વાળું હતું, બાર હાંસવાળું હતું, સરખા તળીઓવાળું હતું અને માન, ઉન્માન તથા પ્રમાણવડે યુક્ત હતું. તેને આઠ કર્ણિકા હતી અને બાર જન સુધી અંધકાર દૂર કરવામાં તે સમર્થ હતું. ગુફાની બંને બાજુએ એક એક એજનને અંતે ગોમૂત્રકાને આકારે તે કાંકિર્ણરત્નથી અનુક્રમે મંડળને આલેખતા ચક્રવતી ચાલવા લાગ્યા. તે દરેક મંડળ પાંચશે ધનુષ વિસ્તારવાળા, એક જનમાં પ્રકાશકારક અને સંખ્યાએ એગણપચાસ થયા. જ્યાં સુધી મહીતલ ઉપર કલ્યાણવંતા ચક્રવતી જીવે છે ત્યાં સુધી તે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે અને તે મંડળ પણ પ્રકાશિત રહે છે.
ચકરાનને અનુસરીને ચાલનારા ચક્રવતીની પાછળ ચાલનારી તેની સેના મંડળના પ્રકાશથી અખલિતપણે ચાલવા લાગી. સંચાર કરતી ચક્રવતીની સેનાથી તે ગુફા અસુશદિના સૈન્યથી રત્નપ્રભાના મધ્યભાગ જેવી શોભવા લાગી. મનિદંડ(રવૈયા)થી મંથની (ગળી) ઘોષ કરે તેમ સંચાર કરતા ચમચક્રથી તે ગયા મૃદામ ઘોષ કરવા લાગી. કેઈના પર સંચાર વિનાને ગુફામાર્ગ ૨થવડે ચીલાવાળો થવાથી અને અશ્વોની ખરીથી તેના કાંકરાઓ ઉખડી જવાથી નગરમાર્ગ જે થઈ ગયે. સેનાના લેકથી તે ગુફા લોકનાળિકાની જેમ તિરસ્ક્રીનપણાને પામી. અનુક્રમે તમિસા ગુફાના મધ્ય ભાગમાં અધોવસ્ત્ર ઉપર રહેલી કટીમેખલાની જેવી ઉન્મજ્ઞા અને નિમગ્ના નામે બે નદીઓ સમીપે ચક્રી આવી પહોંચ્યા. દક્ષિણ અને ઉત્તર ભરતામાંથી આવતા લોકોને માટે નદીઓના મિષથી વતાય પર્વતે એ આજ્ઞારેષ્ઠા કરી હોય તેવી તે નદીઓ દેખાતી. તેમાંની ઉન્મમામાં પથ્થરની શિલા પણ તુંબિકાની પેઠે તરે છે અને નિમઝામાં તુંબિકા પણ શિલાની પેઠે ડૂબી જાય છે, બંને સરિતા તમિસા ગુફાની પૂર્વ ભિત્તિમાંથી નીકળે છે અને પશ્ચિમ ભિત્તિના મધ્યમાં થઈને સિંધુ નદીની અંદર મળી જાય છે. તે નદીઓ ઉપર જાણે વૈતાઢ્ય કુમારદેવની A - 17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org