________________
પર્વ ૧ લું. ચક્રવતીની સમૃદ્ધિ.
૧૪૫ ધારણ કરાવ્યાં અને જાણે લક્ષમીના ઉરસ્થળરૂપી મંદિરને કાંતિમય કિલો હોય તેવી એક સુશોભિત પુષ્પમાળા મહારાજાના કંઠમાં આરોપણ કરી. એ પ્રમાણે કલ્પવૃક્ષની જેમ અમૂલ્ય વસ્ત્ર અને માણિક્યનાં આભૂષણ ધારણ કરીને મહારાજાએ સ્વર્ગને જાણે ખંડ હોય તેવા તે મંડપને મંડિત કર્યો. પછી સર્વ પુરુષોમાં અગ્રણી અને વિશાળ બુદ્ધિવાન મહારાજાએ છડીદારની પાસે સેવક પુરુષને બોલાવી આજ્ઞા કરી કે-“હે અધિકારી પુરૂષ! તમે હાથી ઉપર બેસી, સઘળી જગ્યાએ ફરી આ વિનીતા નગરીને બાર વર્ષ સુધી કઈ પણ જાતની જકાત, કર, દંડ, કુદંડ અને ભય રહિત કરીને હર્ષવાળી કરે. અધિકારીઓએ તરત જ તે પ્રમાણે ઉદ્દઘાષણ કરીને રાજાની આજ્ઞાને અમલ કર્યો. કાર્યસિદ્ધિમાં ચક્રવતીની આજ્ઞા એ પંદરમું રત્ન છે.
પછી મહારાજા રત્નસિંહાસન ઉપરથી ઊઠ્યા, તેની સાથે જાણે તેમના પ્રતિબિંબ હોય તેમ બીજા સર્વે પણ ઊઠ્યા. પર્વત ઉપરથી ઉતરવાની જેમ સ્નાનપીઠ ઉપરથી ભરતેશ્વર પિતાના આગમનમાર્ગથી ઉતર્યા અને તે સાથે બીજા પણ પોતપોતાને રસ્તેથી ઉતર્યા. પછી જાણે પિતાને અસહ્ય પ્રતાપ હાય તેમ ઉત્તમ હસ્તી ઉપર બેસી ચઢી પિતાને પ્રાસાદે પધાર્યા. ત્યાં સ્નાનગૃહમાં જઈ નિર્મળ જળથી સ્નાન કરી તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું. એવી રીતે બાર વર્ષે અભિષેકેત્સવ સંપૂર્ણ થયો. ત્યારે ચક્રવતીએ સ્નાન, પૂજા, પ્રાયશ્ચિત અને કૌતુકમંગળ કરી, બહારના સભાસ્થાનમાં આવી સોળ હજાર આત્મરક્ષક દેવતાને સત્કાર કરી તેમને વિદાય કર્યા. પછી વિમાનમાં રહેલા ઈંદ્રની જેમ મહારાજા પિતાના ઉત્તમ પ્રાસાદમાં રહી વિષયસુખ ભેગવવા લાગ્યા.
મહારાજાએ પિતાની આયુધશાળામાં ચક્ર, છત્ર, ખ અને દંડ ચાર એકેન્દ્રિય રત્ન રાખ્યાં હતાં; રેહણાચળમાં માણિકયની જેમ તેમના લહમીગૃહમાં કાંકિણીરત્ન, ચર્મ રત્ન, મણિરત્ન અને નવ નિધિએ હતાં. પિતાની જ નગરીમાં ઉત્પન્ન થયેલા સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત અને પદ્ધકિ એ ચાર નરરત્નો હતા; વૈતાઢ્ય પર્વતના મૂળમાં ઉત્પન્ન થયેલ ગજરત્ન અને અશ્વરત્ન હતા અને વિદ્યાધરની ઉત્તમ શ્રેણમાં ઉત્પન્ન થયેલ સ્ત્રીરત્ન હતું. નેત્રને આનંદ આપનારી મૂર્તિથી તેઓ ચંદ્ર જેવા શેભતા હતા અને દુઃસહ પ્રતાપથી સૂર્ય જેવા લાગતા હતા. પુરુષરૂપ થયેલ સમુદ્ર હોય તેમ તેને મધ્યભાગ હદયને આશય) જાણી શકાતું ન હતું અને કુબેરની જેમ તેમણે મનુષ્યની સ્વામિના મેળવી હતી. જંબુદ્વીપ જેમ ગંગા અને સિંધુ વિગેરે ૧૪ મેટી નદીઓથી શોભે તેમ તેઓ પૂર્વોક્ત ચતુર્દશ રત્નોથી શોભતા હતા. વિહાર કરતા ઋષભપ્રભુના ચરણ નીચે જેમ નવ સુવર્ણકમલ રહે તેમ તેમના ચરણ નીચે નિરંતર નવ નિધિઓ રહેતા હતા. જાણે ઘણાં મૂલ્યથી ખરીદ કરેલા આત્મરક્ષકા હોય તેવા સોળ હજાર પારિપાર્શ્વક દેવતા તે વીંટાયેલા રહેતા હતા. બત્રીશ હજાર કન્યાની જેમ બત્રીસ હજાર રાજાઓ નિર્ભર ભકિતથી તેમની ઉપાસના કરતા હતા. બત્રીસ હજાર નાટકની જેમ બત્રીસ હજાર દેશની બીજી બત્રીસ હજાર કન્યાઓ સાથે તેઓ રમતા હતા. જગતમાં શ્રેષ્ઠ રાજા એવા તેઓ ત્રણસેં ને ત્રેસઠ દિવસોથી સંવત્સર (વર્ષ)ની જેમ તેટલા રસેઈઆથી તેઓ શોભતા હતા. A - 19
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org