________________
૧૪૬
સુંદરીને જોઈને ભરત મહારાજાને થયેલ ખેદ. સગ ૪ થે. અઢાર લિપિને પ્રવર્તાવનાર ઋષભદેવ ભગવાનની જેમ અઢાર શ્રેણી પ્રશ્રેણીવડે તેમણે પૃથ્વીમાં વ્યવહાર પ્રવર્તાવ્યો હતો. રાશી લાખ હસ્તી, ચોરાશી લાખ અશ્વ, ચેરાશી લાખ રથ અને છનું કેટી ગામડાઓ તથા તેટલા જ પાયદળથી તેઓ શોભતા હતા. બત્રીસ હજાર દેશ અને તેર હજાર મેટા નગરના તેઓ અધિપતિ હતા. નવાણું હજાર દ્રોણમુખ અને અડતાળીશ હજાર કિલ્લાબંધ શહેરેના તે ઈશ્વર હતા. આડંબરયુક્ત લમીવાળા ચોવીશ હજાર કMટ અને ચોવીશ હજાર મંડબ અને વીશ હજાર ખાના તેઓ માલેક હતા. સોળ હજાર ખટખેડા)ના તેઓ શિક્ષાકર્તા(ધણી) હતા. ચૌદ હજાર સંબધના તથા છપ્પન દ્વીપ(બેટ)ના તેઓ પ્રભુ હતા અને ઓગણપચાસ કુરાજ્યના તેઓ નાયક હતા. એવી રીતે આખા ભરતક્ષેત્રના તેઓ શિક્ષા આપનાર સ્વામી હતા.
અધ્યા નગરીમાં રહી અખંડિત આધિપત્ય ચલાવનાર તે મહારાજા અભિષેક ઉત્સવના પ્રાંતસમયે એક વખત પિતાના સંબંધીઓના સ્મરણમાં પ્રવર્યા, એટલે અધિકારી પુરુષોએ સાઠ હજાર વર્ષના વિરહથી મહારાજાના દર્શનમાં ઉત્સુક થયેલા સર્વ સંબંધીઓ તેમને દેખાડયા. તેમાં પ્રથમ બાહુબલિની સાથે જન્મેલી, ગુણથી સુંદર એવી સુંદરીને માનપૂર્વક બતાવી. તે સુંદરી ગ્રીષ્મઋતુથી આક્રાંત થયેલી સરિતાની જેમ કૃશ થયેલી હતી, હિમના સંપર્કથી કમલિનીની પેઠે તે કરમાઈ ગઈ હતી, હેમંત ઋતુના ચંદ્રની કળાની પેઠે તેનું રૂપલાવણ્ય નાશ પામ્યું હતું અને શુષ્ક પત્રવાલી કદલીની જેમ તેના ગાલ ફીક્કા અને કૃશ થઈ ગયા હતા. સુંદરીને આવી રીતે બદલાઈ ગયેલી જોઈ મહારાજાએ પોતાના અધિકારી પુરષોને કેપથી કહ્યું- “અરે ! શું અમારા ઘરમાં શ્રેષ્ઠ અન્ન નથી ? લવ સમુદ્રમાં લવણ નથી ? તે તે પ્રકારની રસવતીને જાણનારા રસેઈઓ નથી ? અથવા શું તેઓ નિરાદરવાળા અને આજીવિકામાં તસ્કર જેવા થઈ ગયા છે? દ્રાક્ષ અને ખજુર વિગેરે ખાવાલાયક મે આપણે ત્યાં નથી ? સુવર્ણપર્વતમાં સુવર્ણ નથી ? ઉદ્યાનમાં વૃક્ષે અવકેશી (ફળ ન આપનાર) થયાં છે ? નંદનવનમાં પણ વૃક્ષે ફળતા નથી ? ઘડા જેવા આઉવાળી ગાયે દૂધ આપતી નથી ? કામધેનુના સ્તનને પ્રવાહ સુકાઈ ગયે છે ? અથવા તે તે પ્રકારની ભેજ્યાદિ સંપત્તિ છતાં સુંદરી કઈ રોગવાળી થઈ છે કે જેથી કાંઇ ભાજન કરતી નથી ? કદાપિ કાયાના સૌદર્યને ચારનાર કોઈ રોગ તેના શરીરમાં હોય તે સર્વ વૈદ્યો શું કથાવશેષ થઈ ગયા છે? કદાપિ આપણું ઘરમાં દિવ્ય ઔષધિ રહી ન હોય તો શું . હિમાદ્રિ પર્વત હાલ ઔષધિરહિત થઈ ગયે છે ? અધિકારીઓ ! દરિદ્રીની પુત્રી જેવી દુર્બળ થયેલી સુંદરીને જોઈ ઘણે ખેદ હું પામું છું અને તેથી શત્રુઓની પેઠે તમે મને છેતર્યો છે.”
ભરતપતિને આવું કે પયુક્ત બેલતાં સાંભળી અધિકારીઓ પ્રણામ કરી ત્યામહારાજા ! સ્વર્ગપતિની જેવા આપના સદનમાં સર્વ વસ્તુ છે; પરંતુ જ્યારથી આપ દિગવિજય કરવા પધાર્યા ત્યારથી આ સુંદરી ફક્ત પ્રાણરક્ષણ માટે આયંબિલ તપ કરે છે અને આપ મહારાજાએ તેમને દીક્ષા લેતાં રોક્યાં છે તેથી ભાવદીક્ષિત થઈને રહેલ છે. એ વૃત્તાંત સાંભળી કલ્યાણકારી મહારાજા સુંદરી તરફ જોઈ બોલ્યા “હે કલ્યાણિ ! તમે દીક્ષા લેવાને ઇચ્છે છે?” સુંદરીએ કહ્યું – એમજ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org