________________
૧૮ દીક્ષા માટે સુંદરીની પરમાત્માને પ્રાર્થના.
સને ૪ છે. ઉત્તર દ્વારા માર્ગથી તેમણે યથાવિધિએ પ્રવેશ કર્યો. પછી હુઈ અને વિનયવડે પિતાના શરીરને ઉચ્છવાસિત તથા સંકચિત કરતા તેઓએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દઈ, પંચાંગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કર્યો. તે સમયે જાણે રત્નભૂતળમાં સંક્રાંત થયેલા પ્રભુના બિંબને જેવાને તેઓ ઈચ્છતા હોય તેમ જણાતું હતું. પછી ચક્રવતીએ ભક્તિથી પવિત્ર થયેલી વાણીવડે પ્રથમ ધર્મચક(તીર્થકર)ની સ્તુતિ કરવાનો આરંભ કર્યો.
હે પ્રભુ! અછતા ગુણને કહેનારા મનુષ્ય અન્ય જનોની સ્તુતિ કરી શકે છે, પણ હું તમારા છતા ગુણને કહેવાને પણ અસમર્થ છું, તેથી આપની સ્તુતિ કેમ કરી શકું ? તથાપિ દરિદ્ર પુરુષ પણ જેમ લહમીવંતને અ૫ ભેટ કરે છે તેમ હે જગન્નાથ ! હું આપની સ્તુતિ કરીશ. હે પ્રભુ ! ચંદ્રના કિરણથી શેફાલી જાતના વૃક્ષોનાં પુષ્પ ગળી જાય છે. તેમ તમારા ચરણકમળના દર્શનમાત્રથી પ્રાણીઓના અન્ય જન્મનાં કરેલાં પાપ પણ ગળી જાય છે. હે સ્વામી! જેની ચિકિત્સા ન થઈ શકે એવા મહામેહરૂપી સંનિપાતવાળા પ્રાણીઓને વિષે પણ અમૃત ઔષધિના રસ જેવી તમારી વાણી જયવંતી વતે છે. હે નાથ ! વર્ષાઋતુની વૃષ્ટિની જેમ ચક્રવતી અને રંક જન ઉપર સદશ ભાવવાળી તમારી દષ્ટિ પ્રીતિસંપત્તિના એક કારણરૂપ છે. હે સ્વામી! ફૂર કર્મરૂપી બરફની ગાંઠને ગાળી દેવામાં સૂર્યની જેવા આપ અમારી જેવાના પુણ્યથી જ પૃથ્વી પર વિચરે છે. હે પ્રભુ ! શબ્દાનુશાસનમાં વ્યાપી રહેલા સંજ્ઞાસૂત્રની જેવી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમય ત ત્રિપદી જયવંતી વતે છે. હે ભગવન ! જેઓ તમારી સ્તુતિ કરે છે તેઓને આ છેલ્લે ભવ થાય છે, તે જે તમારી સેવા અને ધ્યાન કરે તેની તો વાત જ શી કરવી ?
આવી રીતે ભગવંતને સ્તવી નમસ્કાર કરી ભરતેશ્વર ઈશાન કૂણમાં યોગ્ય સ્થાને બેડા. પછી સુંદરી, ભગવાન વૃષભધ્વજને વાંદી અંજલિ જેડી ગદ્દગદ્દ અક્ષરવાળી ગિરાથી બેલી--“હે જગત્પતિ ! આટલા કાળ સુધી હું આપને મનથી જોતી હતી પણ આજે તે ઘણું પુણ્યથી અને ભાગ્યોદયથી આપના પ્રત્યક્ષ દર્શન થયાં છે. આ મૃગતૃષ્ણા જેવા મિથ્થા સુખવાળા સંસારરૂપી મરૂદેશમાં અમૃતના દ્રહ જેવા તમે લોકેને પુયથી જ પ્રાપ્ત થયા છો. હે જગન્નાથ ! આપ મમતારહિત છે તે પણ જગત ઉપર તમે વાત્સલ્ય રાખો છે, નહીં તે આ વિષમ દુ:ખના સમુદ્રથી તેને કેમ ઉદ્ધાર કરે ! હે પ્રભુ મારી બેન બ્રાહ્મી, મારા ભત્રીજાઓ અને તેમના પુત્રો એ સર્વ તમારા માર્ગને અનુસરીને કૃતાર્થ થયા છે, ભરતના આગ્રહથી મેં આટલે કાળ વ્રત ગ્રહણ ન કર્યું તેથી હું પોતે ઠગાઈ છું. હે વિશ્વતારક ! હવે મને દીનને તમે તારે આખા ઘરમાં ઉદ્યત કરનાર દીપક ઘડાને શું ઉદ્યોત નથી આપતો ? આપે છે જ, માટે હે વિશ્વનું રક્ષણ કરવામાં વત્સલ ! આપ પ્રસન્ન થાઓ અને સંસારસે મુદ્રને તરવામાં વહાણ સમાન દીક્ષા મને આપો.” સુંદરીના એવાં વચન સાંભળી “હે મહાસવે ! તને શાબાશ છે એમ કહી સામાયિક સૂત્રોચ્ચારપૂર્વક પ્રભુએ તેને દીક્ષા આપી, પછી તેને મહાવતારૂપી વૃક્ષોના ઉધાનમાં અમૃતની નીક જેવી શિક્ષામય દેશના આપી, એટલે જાણે મોક્ષ પ્રાપ્ત થયો હોય એમ માનતી તે મહામના સાધ્વી મેટાએની પાછળ વ્રતિનીગણ (સાધ્વીઓના સમૂહ)ની મધ્યમાં બેઠી. પ્રભુની દેશના સાંભળી તેમના ચરણકમળને નમી મહારાજા ભરતપતિ હર્ષ પામી અયોધ્યા નગરીમાં ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org