________________
પર્વ ૧ લું, સુંદરીને નિષ્ક્રમણત્સવ.
૧૪૭ એ સાંભળી ભરતરાય બોલ્યા- અહો ! પ્રમાદ અથવા સરલપણાથી હું આટલા વખત સુધી તેના વ્રતમાં વિઘકારી થઈ પડ્યો. આ પુત્રી તે પિતાજીને અનુરૂપ (દેશ) થઈ અને અમે પુત્રો હંમેશાં વિષયમાં આસક્ત તથા રાજયમાં અતૃપ્ત રહેનારા થયા ! આયુષ્ય સમુદ્રના જળ તરંગની જેવું નાશવંત છે, એમ છતાં પણ વિષયલબ્ધજને એ જાણતા નથી. જોતજોતામાં નષ્ટ થઈ જનારી વિદ્યથી જેમ માર્ગનું અવલોકન કરી લેવાય તેમ આ ગંત્વર આયુષ્યથી સાધુજનની જેમ મેક્ષ સાધી લેવો એ જ છે. માંસ, વિષ્ટા, મૂત્ર, મળ, પ્રસ્વેદ અને વ્યાધિમય આ શરીરને શણગારવું તે ઘરની પાળ શણગારવા જેવું છે ! હે બેન ! તમને શાબાશ છે કે તમે આ શરીરથી મોક્ષરૂપ ફળને ઉત્પન્ન કરનાર વ્રત ગ્રહણ કરવાને ઈચ્છે છે. નિપુણ લેકે લવણસમુદ્રમાંથી પણ રત્નને ગ્રહણ કરે છે.” હર્ષ પામેલા મહારાજાએ આ પ્રમાણે બેલી દીક્ષાને માટે આજ્ઞા કરવાથી, તપથી કૃશ થયેલી સુંદરી જાણે પુષ્ટ હોય તેમ હર્ષથી ઉલાસ પામી:
એ સમયે જગતરૂપી મયૂરને મેઘ સમાન ભગવાન ઋષભસ્વામી વિહાર કરતા અષ્ટાપદગિરિએ આવીને સમોસર્યા, જાણે રત્ન, સુવર્ણ અને રૂપાને બીજે પર્વત હોય તેવું તે પર્વત ઉપર દેવતાઓએ સમવસરણુ રચ્યું અને તેમાં બેસી પ્રભુ દેશના આપવા લાગ્યા. ગિરિપાલકએ આવી તત્કાળ ભરતપતિને તે નિવેદન કર્યું. મેદિનીપતિને એ વૃત્તાંત સાંભળવાથી ભારત ક્ષેત્રના ખંડના વિજયથી પણ અધિક પ્રમોદ થયો. સ્વામીના આગમનને કહેનારા તે ભૂલ્યોને તેમણે સાડી બાર કટી સેનિયાનું પારિતોષિક આપ્યું અને સુંદરીને કહ્યું– તારા મને રથની મૂર્તિમંત જાણે સિદ્ધિ હોય તેવા જગ૬ગુરુ વિહાર કરતા અહીં આવ્યા છે.” પછી ચક્રીએ દાસીજનની જેમ અંતઃપુરની સ્ત્રીઓની પાસે સુંદરીને નિષ્કમણઅભિષેક કરાવ્યો. સ્નાન કરી, પવિત્ર વિલેપન કર્યા પછી જાણે બીજું વિલેપન કર્યું હોય તેવા છેડાવાળા ઉજજવળ વસ્ત્ર અને ઉત્તમ રત્નાલંકાર સુંદરીએ પહેર્યા. જો કે તેણે શીલરૂપ મહાઅલંકાર ધારણ કરેલ હતું તે પણ આચાર જાળવવાને માટે તેણે બીજા અલંકારો સ્વીકાર્યા. તે વખતે રૂપસંપત્તિ વડે શેભતી સુંદરીની પાસે સ્ત્રીરત્ન સુભદ્રા દાસી જેવી લાગતી હતી. શિયળવડે સુંદર તે બાળા જંગમ કલ્પવલ્લીની જેમ યાચકોને જે માગે તે આપતી હતી. હંસી જેમ કમલિની ઉપર બેસે તેમ કપૂરની રજ જેવા સફેદ વસ્ત્રથી શોભતી તે એક શિબિકામાં આરૂઢ થઈ. હસ્તીઓ, ઘોડેસ્વારે, પાયદળ અને રથી પૃથ્વીને આચ્છાદિત કરતા મહારાજા મરૂદેવીની જેમ સુંદરીની પછવાડે ચાલ્યા. તેને બે પડખે ચામર ઢોળાતા હતા, મસ્તકે શ્વેત છત્ર શોભતું હતું અને ચારણ ભાટે તેના વ્રત સંબંધી ગાઢ સંશ્રયને વખાણતા હતા. ભેજાઈ એ તેના દીક્ષેત્સવનાં મંગળિક ગીત ગાતી હતી અને ઉત્તમ સ્ત્રીઓ પગલે પગલે તેના ઉપરથી લુણ ઉતારતી હતી. એવી રીતે સાથે ચાલનારા અનેક પૂર્ણ પાત્રોથી શોભતી તે પ્રભુના ચરણથી પવિત્ર થયેલા અષ્ટાપદપર્વત ઉપર આવી. ચંદ્રસહિત ઉદયાચળની જેમ પ્રભુએ અધિષ્ઠિત કરેલા તે ગિરિને જોઈ ભરત તથા સુંદરી ઘણે હર્ષ પામ્યાં. સ્વર્ગ અને મોક્ષમાં જવાની જાણે નિસરણી હોય તેવા તે વિશાળ શિલાવાળા પર્વત ઉપર તે બંને ચડ્યા અને સંસારથી ભય પામેલા પ્રાણીઓને શરણ તુલ્ય, ચાર દ્વારવાળા અને સંક્ષિપ્ત કરેલી (જબૂદ્વીપની) જગતિ (કેટ) હોય તેવા સમવસરણ સમીપે આવ્યા. સમવસરણના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org