________________
પર્વ ૧ . સુખપૂર્વક સમયનું વ્યતીત થવું
૧૪૩ મહારાજાની સમીપે આવી ફલાદિક અર્પણ કરવા લાગ્યા. કારણ કે હર્ષ એ જ બળવાન છે. રાજા હરતીને કુંભસ્થળમાં અંકુશથી તાડન કરી દરેક માં ઉભા રાખતા હતા. તે સમયે બંને બાજુના માંચા ઉપર આગળ ઉભી રહેલી સુંદર સ્ત્રીઓ એક સાથે ચક્રવતીની કપૂરવડે આરાત્રિક (આરતી) કરતી હતી. બંને પડખે આરાત્રિક ઉતરતી હેવાથી મહારાજ બે બાજુએ સૂર્ય ચંદ્ર રહેલ મેરુપર્વતની શોભાને ધારણ કરતા હતા.
અક્ષતેની પેઠે મેતીથી ભરેલા ઊંચા થાળ રાખી ચક્રવત્તીને વધાવવા માટે દુકાનોના અગ્રભાગમાં રહેલ વણિકજનોને તેમને દૃષ્ટિથી આલિંગન કરતા હતા. રાજમાર્ગની નજીક રહેલી હવેલીઓના દ્વારમાં ઉભેલી કુલીન સુંદરીઓએ કરેલા મંગળિકને પોતાની પ્લેનેની જેમ મહારાજા સ્વીકારતા હતા. જેવાની ઈચ્છાથી પીડાતા કોઈ લોકેને જોઈ તેઓ પિતાને અભયદાતા હાથ ઊંચે કરી છડીદારથી તેમની રક્ષા કરાવતા હતા. એવી રીતે ચાલતા મહારાજાએ અનુક્રમે પિતાના પિતાના સાત માળવાળા મહેલમાં પ્રવેશ કર્યો.
તે રાજમહેલની અગ્રભૂમિમાં જાણે રાજ્યલક્ષ્મીના ક્રીડાપર્વત હોય તેવા બે બાજુએ બે હસ્તી બાંધ્યા હતા, બે ચક્રવાકવડે જળપ્રવાહની જેમ બંને તરફે રહેલા સુવર્ણકલશોથી તેનું વિશાળ દ્વાર શેભતું હતું અને જાણે ગ્રીવાનું ઇંદ્રનીલમણિમય આભરણ હોય તેવા આમ્રપદ્ધવના મનહર તેરણથી તે મહેલ દીપતે હતો. તેમાં કોઈ ઠેકાણે મેતીથી, કોઈ ઠેકાણે કપૂરના ચૂર્ણથી અને કઈ ઠેકાણે ચંદ્રકાંત મણિઓથી સ્વસ્તિક મંગળ કર્યું હતું. કેઈ ઠેકાણે ચીનાઈ વસ્ત્રથી, કોઈ ઠેકાણે રેશમી વસ્ત્રથી અને કોઈકેકાણે દિવ્ય વસ્ત્રથી રહેલી પતાકાની પંક્તિથી તે શોભતું હતું. તેનાં આંગણામાં કઈ ઠેકાણે કરજળથી, કોઈ ઠેકાણે પુષ્પરસથી અને કોઈ ઠેકાણે હાથીઓના મદજળથી છંટકાવ કર્યો હતો. તેની ઉપર રહેલા સુવર્ણકલશના મિષથી જાણે ત્યાં સૂયે વિશ્રામ કર્યો હોય તે તે જણાતો હતો. એવા તે રાજમહેલના આંગણામાં રહેલી અગ્રવેદી ઉપર પિતાના ચરણ આરોપણ કરી છડીદારે હાથનો ટેકે આપેલા મહારાજા હાથી ઉપરથી ઉતર્યા અને પ્રથમ આચાર્યની જેમ પોતાના સેળ હજાર અંગરક્ષક દેવતાનું પૂજન કરી તેમને વિદાય કર્યા. તેવી જ રીતે બત્રીસ હજાર રાજાઓ, સેનાપતિ, પુરોહિત, ગૃહપતિ અને વહેંકીને પણ વિસર્જન કર્યા. હાથીઓને જેમ આલાનથંભે બાંધવાની આજ્ઞા કરે તેમ ત્રાણુઓં ત્રેસઠ રઈઆને પોતપોતાનાસ્થાને જવાની આજ્ઞા કરી. ઉત્સવને અંતે અતિથિની જેમ શ્રેષ્ઠીઓને, અષ્ટાદશ શ્રેણું પ્રશ્રેણીને, દુર્ગપાળને અને સાર્થવાહોને પણ રજા આપી. પછી ઈંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ સ્ત્રીરત્ન સુભદ્રા સાથે, ખત્રીશ હજાર રાજકુળમાં જન્મેલી રાણીઓ સાથે, તેટલી જ (૩૨૦૦૦) દેશના આગેવાનોની કન્યા સાથે અને બત્રીશ બત્રીશ પાત્રવાળા તેટલા જ નાટક સાથે, મણિમય શિલાઓની પંક્તિ ઉપર દષ્ટિ ફેરવતા મહારાજાએ યક્ષપતિ કુબેર જેમ કેલાસમાં જાય તેમ ઉત્સવ સહિત રાજપ્રાસાદમાં પ્રવેશ કર્યો. ત્યાં ક્ષણવાર પૂર્વમુખ સિંહાસન ઉપર બેસી કેટલીક સત્કથાઓ કરી નાનાલયમાં ગયા. હાથી જેમ સરોવરમાં ન્હાય તેમ ત્યાં સ્નાન કરીને પરિજનની સાથે
૧ માળી વિગેરે નવ નહિ તે શ્રેણી અને ધાંચી વિગેરે નવ જાતિ તે પ્રશ્રેણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org