________________
૧૪૨ અધ્યામાં પ્રવેશ.
સગ ૪ થે. મેખલા જેવી વિચિત્ર મણિમાળાઓથી નગરજને ઊંચા કરેલા ખંભમાં હાટની શોભા કરવા લાગ્યા. લેકેએ બાંધેલી ઘુઘરીઓવાળી પતાકાઓ સારસ પક્ષીના મધુર અવાજવાળા શરઋતુના સમયને બતાવવા લાગી . વ્યાપારીઓ દરેક દુકાન અને મંદિરને યક્ષકમના ગમયથી લીંપીને તેને આંગણમાં મોતીના સાથિયા પૂરવા લાગ્યા. ઠેકાણે ઠેકાણે મૂકેલા અગરૂચૂર્ણથી પૂરેલા ધૂપીના ધૂમાડા ઊંચા જતા હતા તેથી જાણે તે સ્વર્ગને પણ પિત કરવાને ઈચ્છતા હોય તેવા જણાવા લાગ્યા.
એ પ્રમાણે નગરજનોએ શણગારેલી નગરીમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી પૃથ્વીના ઇંદ્ર ચક્રવતી શુભ મુહને મેઘની જેમ ગર્જના કરનારા હાથી ઉપર ચઢ્યા. આકાશ જેમ ચંદ્ર મંડળથી શેભે તેમ કપૂરચૂર્ણની જેવાં શ્વેત છત્રોથી તે શોભતા હતા, બે ચામરના મિષથી, પિતાનું શરીર સંક્ષેપીને આવેલી ગંગા અને સિંધુ તેમને સેવતી હોય તેવા જતા હતા, સફાટિક પર્વતની શિલાઓમાંથી સાર લઈને રસ્યા હોય તેવાં ઉજજવળ, અતિ બારિક, કમળ અને ઘાટાં વસ્ત્રોથી તે શેભતા હતા, જાણે રત્નપ્રભા પૃથ્વીએ પ્રેમથી પોતાને સાર અર્પણ કર્યો હોય તેવા વિચિત્ર રત્નાલંકારોથી તેઓ સર્વ અંગે અલંકૃત થયા હતા, ફણ ઉપર મણિને ધારણ કરનારા નાગકુમારદેથી પરિવરેલા નાગરાજની જેમ માણિકયમય મુગટવાળા રાજાઓથી તે પરિવૃત હતા, ચારણદેવતાઓ ઈંદ્રના ગુણનું જેમ કીર્તન કરે તેમ જય જય શબ્દ બેલી પ્રભેદ પમાડતા ચારણ માટે તેમના અદ્દભુત ગુણોનું કીર્તન કરતા હતા અને મંગળ વાજિંત્રના નિર્દોષના પ્રતિશબ્દ મિષથી આકાશે પણ તેને માંગ લિક ધ્વનિ કર્યો હોય તેવા તે જણાતા હતા. તેજથી ઈદ્ર સરખા અને પરાક્રમના ભાંડાગાર જેવા મહારાજા પ્રયાણને માટે ગજેને પ્રેરણા કરી આગળ ચલાવવા લાગ્યા. સ્વર્ગથી જાણે ઉતર્યા હોય અને પૃથ્વીમાંથી જાણે નીકળ્યા હોય તેમ ઘણે કાળે આવતા પોતાના રાજાને જેવાને બીજા ગ્રામાદિકથી પણ લેકે આવ્યા હતા. મહારાજાની સવ સેના અને જેવાનેએકઠા થયેલા લોકે એ બંને એકત્ર થવાથી જાણે સર્વ મટ્યલેક એક ઠેકાણે પિંડીભૂત થયું હોય તેમ જણાવા લાગ્યું. સિન્ય અને આવેલા લોકેના જમાવથી તે વખતે તલને રાણે મૂક્યું હોય તો તે પણ પૃથ્વી પર પડે તેમ ન હતું. જાણે વૈતાલિક(ભાટ) હેય તેમ હર્ષથી ઉત્તલ થયેલા કેટલાક લોકો સ્તુતિ કરતા હતા; જાણે ચંચળ ચામર હોય તેવા પોતાના વસ્ત્રાંચલથી કેઈપવન નાંખતા હતા; કોઈ લલાટ ઉપર અંજલિ જેડીને સૂર્યની પેઠે નમતા હતા; કઈ બાગવાનની પેઠે ફળ પુષ્પને અર્પણ કરતા હતા; કોઈ કુળદેવતાની પેઠે વંદના કરતા હતા અને કેઈ ગેત્રના વૃદ્ધજનની જેમ તેમને આશિષ આપતા હતા.
- ' ઋષભદેવ ભગવાન જેમ સમવસરણમાં પ્રવેશ કરે તેમ પ્રજાપતિએ ચાર દ્વારવાળી પિતાની નગરીમાં પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. લગ્નઘટિકા સમયે એક સાથે ઊંચે પ્રકારે વાજિંત્રો. નો નાદ થાય તેમ તે વખતે દરેક માંચા ઉપર સંગીત થવા લાગ્યું. મહારાજા આગળ ચાલ્યા એટલે રાજમાર્ગના મકાનમાં રહેલી નગરનારીઓ હર્ષથી દષ્ટિની પેઠે ધાણીઓ ફેંકવા લાગી (વધાવવા લાગી), પુરજનોએ પુષ્પોની વૃષ્ટિથી ચારે બાજુથી આચ્છાદન કરી દીધેલે મહારાજાને હસ્તી પુષ્પમય રથ જે થઈ ગયો. ઉત્કંઠિત, લેકની અકુંઠ ઉત્કંઠા સહિત ચક્રવતી રાજમાર્ગો ધીમે ધીમે ચલવા લાગ્યા, લોકે હાથીને ભય ન ગણતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org