________________
સેનાનીએ તમિસા ગુફાનું ઉઘાડવું.
સગઇ . અંકિત કર્યા. રત્નમાણિક્યથી પૂરેલ જાણે જળરહિત રત્નાકર હોય તેવા યવનીપને તે નરકેશરીએ લાલામાત્રમાં જીતી લીધું. તેણે કાળમુખ જાતિના પ્લેને જીતી લીધા, તેથી તેઓ ભજન ન કરતાં છતાં પણ મુખમાં પાંચ આંગળીઓ નાંખવા લાગ્યા. તેના પ્રસાર પામવાથી જોનક નામના મ્યુચ્છ લોકે વાયુથી વૃક્ષના પલ્લાની જેમ પરાક્રમુખ થઈ ગયા. ગારૂડી જેમ સર્વ જાતિના સપને જીતે તેમ તેણે વિતાલ્ય પર્વતની નજીકની ભૂમિમાં રહેલા પ્લેચ્છોની સર્વ જાતને જીતી લીધી. પ્રૌઢ પ્રતાપના અનિવાર્ય પ્રસારવાળા તે સેનાનીએ ત્યાંથી આગળ ચાલીને સૂર્ય જેમ સર્વ આકાશને આકાંત કરે તેમ કચ્છ દેશની સઘળી ભૂમિને આક્રાંત કરી. સિંહ જેમ આખી અટવીને દબાવે તેમ આખા નિષ્ફટને દબાવીને તે કચ્છ દેશની સરખી ભૂમિમાં સ્વસ્થ થઈને રહ્યા. પતિની પાસે જેમ સ્ત્રીઓ આવે તેમ ત્યાં પ્લેચ્છ દેશના રાજાઓ ભક્તિથી ભેટે લઈને સેનાપતિ પાસે આવવા લાગ્યા. કેઈ એ સુવર્ણગિરિના શિખર જેવડા સુવર્ણ રત્નના રાશિ આખ્યા, કોઈ એ ચલાયમાન વિંધ્યાદ્રિના જેવા હસ્તિઓ આપ્યા, કેઈએ સૂર્યના અશ્વને ઉલ્લંઘન કરનારા અશ્વો આપ્યા અને કોઈ એ અંજનથી રચેલા દેવરથ જેવા રથ આપ્યા. બીજું પણ જે જે સારરૂપ હતું તે સર્વ તેને અર્પણ કર્યું, કેમકે પર્વતમાંથી નદીએ આકર્ષણ કરેલાં રત્ન પણ અનુક્રમે રત્નાકરમાં જ આવે છે. એવી રીતે ભેટ આપીને તેઓએ સેનાપતિને કહ્યું“આજથી અમે તમારી આજ્ઞા પાળનારા થઈ તમારા ભૂત્યની પેઠે પોતપોતાના દેશમાં રહીશું. સેનાનીએ તેમને યથાયોગ્ય સત્કાર કરીને વિદાય કર્યા અને પિતે પૂર્વની પેઠે સુખેથી સિંધુ નદી પાછો ઉતર્યો. જાણે કીર્તિરૂપી વલ્લીને દેહદ હોય તે સ્વેચ્છો પાસેથી આણેલે તે સર્વ દંડ તેણે ચકીની પાસે લાવીને મૂકે. કૃતાર્થ એવા ચક્રીએ પ્રસાદપૂર્વક સત્કાર કરી વિદાય કરેલ સેનાની હર્ષ પામતે પિતાના આવાસમાં આવ્યું.
અહીં ભરતરાજા અયોધ્યાની પેઠે સુખમાં રહેતા હતા; કેમકે સિંહ જ્યાં જાય ત્યાં તેનું જ સ્થાન છે. એક દિવસે તેમણે સેનાપતિને બોલાવી આજ્ઞા કરી કે “તમિસા ગુફાનાં બારણું ઉઘાડો.” નરપતિની તે આજ્ઞાને માળાની પેઠે મસ્તકે ચડાવી તરતજ સેનાની ગુકાદ્વાર પાસે આવીને રહ્યો. તમિસાના અધિષ્ઠાયક દેવ કૃતમાલનું મનમાં સ્મરણ કરી તેણે અષ્ટમ તપ કર્યો, કેમકે સર્વ સિદ્ધિઓ તપમૂલ છે. પછી સેનાપતિ સ્નાન કરી,
શ્વેત વસ્ત્રરૂપ પાંખને ધારણ કરી સરેવરમાંથી રાજહંસ નીકળે તેમ નાનભુવનમાંથી નીક અને સુવર્ણના લીલા કમલની પેઠે સુવર્ણનું ધૂપીયું હાથમાં લઈ તમિસાના દ્વાર પાસે આવ્યા. ત્યાં રહેલા કપાટને જોઈ તેણે પ્રથમ પ્રણામ કર્યો, કેમકે શક્તિવંત એવા મહંત પુરુષો પ્રથમ સામભેદને પ્રયોગ જ કરે છે. ત્યાં વૈતાઢ્ય પર્વત પર સંચાર કરતી વિદ્યાધરોની સ્ત્રીઓને સ્તંભન કરવામાં ઔષધરૂપ એવા મહદ્ધિક અષ્ટાદ્ધિક ઉત્સવ કર્યો અને માંત્રિક જેમ મંડળને આલેખ કરે તેમ સેનાનીએ અખંડ તંદુલથી ત્યાં અષ્ટમંગલિક આલેખ્યા. પછી ઇંદ્રના વજની પેઠે તેણે શત્રુઓને નાશ કરનારું ચક્રીનું દંડરતન પિતાના હાથમાં ગ્રહણ કર્યું અને કપાટને હણવાની ઈચ્છાવાળો તે સાત આઠ પગલાં પાછા હઠયો, કેમકે હાથી પણ પ્રહાર કરવાની ઈચ્છાથી કાંઇક પાછે ઓસરે છે. પછી સેનાનીએ તે ડરત્નથી કપાટને ત્રણ વખત તાડન કર્યું અને વાજિંત્રની પેઠે તે ગુફાને ઊંચે પ્રકારે ગજાવી મૂકી. તત્કાળ વૈતાઢ્ય પર્વતનાં ગાઢ રીતે મીંચેલાં જાણે વેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org