________________
૧૩૦ મ્યુચ્છેને થયેલા અનિછો.
સગ ૪ છે. વિશાળ એકાંત શસ્યા હોય તેવી વાદ્ધકિરને એક નિષ પાજ બાંધી. તે પાજ વાદ્ધકિરન્ને ક્ષણવારમાં તૈયાર કરી; કેમકે ગેહાકાર કલ્પવૃક્ષની જેટલું પણ તેને વિલંબ લાગતું નથી. તે પાજ ઉપર સારી રીતે સાંધા કરેલા પાષાણે બાંધી લીધા તેથી જાણે આખી પાજ એક પાષાણુથી ઘડી હોય તેવી શોભવા લાગી. હાથની પેઠે સરખા તળિયાવાળી અને વજની પેઠે ઘણું મજબૂત હોવાથી તે પાજ ગુફાદ્વારનાં બે કમાડથી નિમણુ કરી હોય તેમ જણાતું હતું. પદવિધિની પેઠે સમર્થ ચક્રવતી તે હુસ્તર સરિતાઓ સૈન્ય સહિત સુખે ઉતર્યા. સૈન્યની સાથે ચાલતા મહારાજા અનુક્રમે ઉત્તર દિશાના મુખ જેવા ગુફાના ઉત્તરદ્વાર પાસે આવી પહોંચ્યા. તેનાં બંને કમાડ જાણે દક્ષિણ દ્વારના કમાડને નિર્દોષ સાંભળીને ભય પામ્યા હોય તેમ તત્કાળ પિતાની મેળે જ ઉઘડી ગયાં. તે કમાડે ઉઘડતી વખતે “સરસર એ શબ્દ કરવા લાગ્યાં તેથી જાણે ચક્કીના સૈન્યને સર(ગમન) ની પ્રેરણું કરતા હેય તેમ જણાતાં હતાં. ગુફાનાં પડખાની ભીંતે સાથે તે કમાડ આલિંગન કરીને રહ્યાં તેથી જાણે પૂર્વે નહીં થયેલી બે ભેગળો હોય તેવાં દેખાવા લાગ્યા. પછી સૂર્ય જેમ વાદળાના મધ્યમાંથી નીકળે તેમ પ્રથમ ચક્રવતી આગળ ચાલનાર ચક ગુફામાંથી નીકળ્યાં અને પાતાલના વિવરમાંથી જેમ બલીંદ્ર નીકળે તેમ પાછળ પૃથ્વીપતિ ભરત નીકળ્યા, પછી વિંધ્યાચળની ગુફાની જેમ તે ગુફામાંથી નિઃશંકપણે લીલાયુક્ત ગમન કરતા ગજે નીકળ્યા. સમુદ્રમાંથી નીકળતા સૂર્યના અને અનુસરતા સુદર અશ્વો સારી રીતે ચાલતા નીકળ્યા. ધનાઢય લોકેના તબેલામાંથી નીકળતા હોય તેમ પિતાના શબ્દોથી ગગનને ગજાવતા રથ નીકળ્યા, અને સ્ફટિક મણિના રાફડામાંથી જેમ સર્ષો નીકળે તેમ વૈતાઢ્ય પર્વતની તે ગુફાના મુખમાંથી બળવાન પાયદળ પણ નીકળ્યું.
એવી રીતે પચાસ યોજન વિસ્તારવાળી તે ગુફાને ઉલંઘન કરી મહારાજ ભરતેશે ઉત્તર ભરતાદ્ધને વિજ્ય કરવાને ઉત્તર ખંડમાં પ્રવેશ કર્યો. તે ખંડમાં “આપાત” નામના દુર્મદ ભિલો વસતા હતા. જાણે ભૂમિ ઉપર રહેલા દાન હોય તેવા તેઓ ધનાઢ્ય, પરાક્રમી અને પ્રકાશવંત હતા. અનેક મોટી હવેલીઓ, શયન, આસન અને વાહને તથા ઘણું સેનું રૂપું હોવાથી તેઓ કુબેરના શેત્રી હોય તેવા જણાતા હતા તેઓ બહેળા કુટુંબી અને ઘણા દાસના પરિવારવાળા હતા અને દેવતાઓના ઉદ્યાનમાં રહેલા વૃક્ષોની પેઠે કેઈથી તેમને પરાભવ થતો ન હતો. મોટા શકટને ! કરનાર મોટા બળદની જેમ તેઓ નિરંતર અનેક યુદ્ધમાં પિતાની બળશક્તિ વાપરતા. જ્યારે યમરાજની પેઠે ભરતપતિએ તેમના ઉપર બળાત્કારે ચડાઈ કરી ત્યારે તેઓને અનિષ્ટ સૂચવનારા ઘણા ઉત્પાત થવા માંડ્યા. ચાલતા ચક્રવતીના સૈન્યના ભારથી જાણે પીડિત થઈ હોય તેમ ગૃહઉદ્યાનને કંપાવતી પૃથ્વી કંપવા લાગી; ચક્રવતીના દિગંતવ્યાપી પ્રૌઢ પ્રતાપવડે હોય તેમ દિશાઓમાં દાવાનળ જેવા દાહ થવા લાગ્યા; ઊડતી ઘણી રજથી દિશાએ પુષ્પિણ(૨જસ્વલા) સ્ત્રીઓની પેઠે અનાકપાત્ર (નહીં જોવા લાયક પાત્ર) એવી થઈ પડી; કર અને દુઃશ્રવ નિર્દોષ કરનારા મગરે જેમ સમઢમાં પરસ્પર અથડાય તેમ તેવા દુષ્ટ પવને પરસ્પર અથડાતા વધવા લાગ્યા; આકાશમાંથી ચોતરફ ઉંભાડીઆની પેઠે સર્વ મ્યુચ્છ વ્યાઘોને ક્ષેભ થવાના કારણરૂપ ઉલ્કાપાત થવા લાગ્યા; ક્રોધ કરીને ઉઠેલા યમરાજના જાણે પૃથ્વી ઉપર હસ્તાઘાત પડતા હોય તેવા ભયંકર ઘેષવાળા વજ-નિર્ધાત થવા લાગ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org