________________
૧૩૫
પર્વ ૧ લું.
મ્યુચ્છ કોનું વશ થવું. અરે રાંકડાઓ ! તમે અજ્ઞાનીની પેઠે પૃથ્વીના પતિ આ ભરત ચકવતીને જાણતા નથી ? અખિલ વિશ્વથી અજેય આ રાજાને કરેલો ઉપદ્રવ મોટા પર્વતમાં દંતપ્રહાર કરવાથી કષ્ટ પામતા હાથીની પેઠે તમને જ આપત્તિને અથે થશે; તેમ છતાં પણ મસ્કુણની પેઠે તમે અહીંથી શીધ્ર ચલ્યા જાએ, નહીં તે તમારું પૂવે નહીં જોયેલું એવું અપમૃત્યુ થશે.
એ પ્રમાણે સાંભળીને આકુળવ્યાકુળ થયેલા તે મેઘમખ નાગકુમારોએ ઈદ્રજાલિક જેમ ઈન્દ્રજાળને સંહરી લે તેમ ક્ષણવારમાં મેવબળને સંહરી લીધું અને “તમે ભરત રાજાને શરણ થાઓ એવું કિરાત લોકોને કહી પોતાને સ્થાનકે ગયા. દેવતાનાં વચનથી ઈચ્છાભગ્ન થયેલા મ્લેચ્છ કે અન્ય શરણરહિત થવાથી શરણને ગ્ય એવા ભરતરાજને શરણે ગયા. જાણે સુપની ફણા ઉપરથી લઈ લઈને એકઠા કર્યા હોય તેવા મણિઓ, જાણે મેરુપર્વતને સાર હોય તે સુંદર સુવર્ણન રાશિ અને જાણે અધરત્નના પ્રતિબિંબ હેય તેવા લા અશ્વો તેઓએ ભરતપતિને ભેટ કર્યા. પછી મસ્તકે અંજલિ રેડી ચાવચનગર્ભિત વાણુથી જાણે બંદીજનોના સહેદર હોય તેમ ઊંચે સ્વરે કહેવા લાગ્યા...હે જગત્પતિ ! હે અખંડ પ્રચંડ પરાક્રમી ! તમે વિજય પામે ! છ ખંડ પૃથ્વીમંડળમાં તમે ઇંદ્ર જેવા છે. હે રાજા ! અમારી પૃથ્વીના કિલ્લારૂપ વૈતાઢ્ય પર્વતનું મોટું ગુફાકાર તમારા સિવાય બીજો કેણું ઉઘાડવાને સમર્થ છે ? હે વિજયી રાજા ! આકાશમાં જાતિશ્ચિક્રની જેમ જળની ઉપર આખા સૈન્યને પડાવ રાખવાને તમારા સિવાય બીજે કશું સમર્થ છે? હે સ્વામિ! અદ્દભુત શક્તિને લીધે તમે દેવતાઓથી પણ અજેય છે એવું અમે હવે જાયું છે, માટે અમારે અને સર્વ અપરાધ ક્ષમા કરે. હે નાથ ! નવીન
પનાર તમારા હસ્તને અમારી પીઠ ઉપર આરોપણ કરે ! આજથી અમે તમારી આજ્ઞામાં જ વર્તશું.' કૃતજ્ઞ એવા મહારાજાએ તેમને પોતાને આધીન કરી તેમને સત્કાર કરી વિદાય કર્યા. ઉત્તમ પુરુષોના કેધની અવધિ પ્રણામ સુધી જ હોય છે. ચક્ર વતીની આજ્ઞાથી સેનાપતિ સુષેણગિરિ તથા સમુદ્રની મર્યાદાવાળા સિંધુના ઉત્તર નિષ્ફટને સાધી આવ્યું અને અનાર્ય લેકેને પિતાના સંગથી આર્ય કરવાને ઈચ્છતા હોય તેમ સુખગ ભેગવતા ચક્રવતી ત્યાં ઘણે કાળ રહ્યા.
અન્યદા દિગવિજયમાં જ માનરૂપ અને તેજથી વિશાળ ચક્રરત્ન રાજાની આયુધ શાળામાંથી નીકળ્યું અને શુદ્રહિમવંત પર્વત તરફ પૂર્વ દિશાને માર્ગે ચાલ્યું. જળને પ્રવાહ જેમ નીકને રસ્તે ચાલે તેમ ચક્રવતી પણ ચક્રને રસ્તે ચાલ્યા. ગજેની પેઠે લીલાથી ગમન કરતા મહારાજા કેટલેક પ્રયાણે શુદ્ધહિમાદ્રિના દક્ષિણ નિતંબ(ભાગ પાસે આવ્યા. ભોજપત્ર, તગર અને દેવદારના વનથી આકુળ તે નિતંબમાં પાંડુકવનમાં ઈંદ્રની જેમ મહારાજાએ છાવણી નાંખી. ત્યાં સુદ્રહિમાદ્રિકમારદેવને ઉદ્દેશી રાષભાત્મજે અષ્ટમ તપ કર્યો; કારણ કે કાર્યસિદ્ધિમાં તપ એ આદિ મંગળ છે. રાત્રિને અંતે સૂર્ય જેમ પૂર્વસમુદ્રની બહાર નીકળે તેમ અષ્ટમભક્તને અંતે તેજસ્વી મહારાજા રથારૂઢ થઈને છાવણીરૂપી સમુદ્રમાંથી બહાર નિકળ્યા અને આટોપ સહિત વેગપૂર્વક જઈને ક્ષુદ્રહિમાલય પર્વતને રથના આગલા ભાગથી ત્રણ વખત તાડિત કર્યો. ધનુર્ધરની વિશાખ આકૃતિમાં રહીને મહારાજાએ પિતાના નામથી અંક્તિ કરેલું બાણ હિમાચળકુમારદેવ ઉપર છોડયું. પક્ષીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org