________________
પર્વ ૧ લું
યુદ્ધ માટે નમિ વિનમિનું પ્રયાણ. તે બંનેની આજ્ઞાથી વિદ્યાધરનાં શિન્ય આવવા લાગ્યાં. તેમના કિલકિલાવ શાથી વૈતાઢય પર્વત હસતો હય, ગાજતો હોય અને તરફ ફાટતે હોય તેમ જણાવા લાગ્યો. વિદ્યાધરેંદ્રના સેવકે વૈતાઢયગિરિની ગુફાની પેઠે સુવર્ણની વિશાળ દુંદુભિ વગાડવા લાગ્યા. ઉત્તર અને દક્ષિણ શ્રેણીના ભૂમિ, ગ્રામ અને શહેરના અધિપતિઓ રત્નાકરના પુત્ર હેય તેમ વિચિત્ર રત્નના આભરણ પહેરીને જાણે ગરૂડ હેય તેમ અખ્ખલિત ગતિથી ગગનમાં ચાલવા લાગ્યા. નામિવિનમિની સાથે ચાલતાં તેઓ જાણે તેની બીજી મૂતિઓ હોય તેવા જણાતા હતા. કેઈ વિચિત્ર માણેકની પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરનારાં વિમાનમાં બેસીને વૈમાનિક દેવતાથી જુદા પડી ન શકે તેવી રીતે ચાલ્યા કેઈ પુષ્કરાવતના મેઘ જેવા મદબિંદુઓને વર્ષાવનારા અને ગર્જના કરનારા ગંધહસ્તી ઉપર બેસીને ચાલ્યા કેઈ ચંદ્ર અને સૂર્યના તેજથી વ્યાપ્ત થયા હોય તેવા સુવર્ણરત્નરચિત રથમાં બેસીને ચાલ્યા; (કેઈ ગગનમાં સારી ચાલથી ચાદતા અને અતિવેગથી શોભતા જાણે વાયુકુમાર દેવતા હોય તેવા ઘડા ઉપર બેસી પ્રયાણ કરવા લાગ્યા અને કેટલાએક હાથમાં શસ્ત્રસમૂહ ધારણ કરીને વજના કવચ પહેરી, વાંદરાઓની પેઠે ઠેક્તા ઠેકતા પાયદળ થઈને ચાલ્યા. એવી રીતે વિદ્યાધરના સૈન્યથી વીંટાયેલા અને યુદ્ધને માટે તૈયાર થયેલા નામિવિનમિ વૈતાઢય પર્વત ઉપરથી ઉતરી ભરતપતિના સમીપ ભાગે આવ્યા.
- આકાશમાંથી ઉતરતું વિદ્યાધરોનું સૈન્ય મણિમય વિમાન વડે જાણે આકાશને બહુ સૂર્યમય કરતું હોય, પ્રજવલિત હથિયારોથી જાણે વિદ્યુતમય કરતું હોય અને ઉદ્દામ સુંદુભિના ધ્વનિથી જાણે ઘોષમય કરતું હોય તેમ જણાવા લાગ્યું. “અરે દંડાથી ! તું અમારી પાસેથી દંડ ગ્રહણ કરીશ ?” એમ ભાષણ કરતા, વિધીથી ઉન્મત્ત થયેલા તે બંને વિદ્યાધાએ ભરતપતિને યુદ્ધ કરવા લાગ્યા. પછી સૈન્ય સહિત તે બંનેની સાથે સમ. કાળે વિવિધ પ્રકારનાં યુધ્ધોથી યુદ્ધ થવા લાગ્યું, કેમકે જયલક્ષ્મી યુદ્ધથી જ ઉપાર્જન કરવા યોગ્ય છે. એ પ્રમાણે બાર વર્ષ સુધી યુદ્ધ કરીને છેવટે ચક્રવતીએ તે બંને વિદ્યાધરેને જીતી લીધા એટલે અંજલિ જેડી ભરતેશ્વરને પ્રણામ કરી તેઓ બેલ્યા“હે કુળસ્વામિ ! સૂર્ય થી અધિક બીજે તેજવંત નથી, વાયુથી અધિક કઈ વેગવંત નથી અને મોક્ષથી ઉપરાંત બીજું સુખ નથી તેમજ તમારાથી અધિક કોઈ શૂરવીર નથી.
! આજે તમને જોવાથી અમે સાક્ષાત્ - અષભદેવને જ જોયા છે. અજ્ઞાનપણથી અમે તમને જે પીડા કરી તે તમે ક્ષમા કરજે, કેમકે તમે અમને અજ્ઞાનપણુમાંથી જાગૃત કર્યા છે. પૂર્વે જેમ અમે ષભસ્વામીના ભૂત્ય હતા તેમ હવે તમારા ભૂત્ય થયા છીએ; કેમકે સ્વામીની પેઠે સ્વામીપુત્રની સેવા પણ લજજાકારી હોતી નથી. હે મહારાજ ! દક્ષિણ અને ઉત્તર ભરતાદ્ધની મધ્યમાં રહેલા વૈતાઢયના બંને પાશ્વમાં દુર્ગપાળની પેઠે અમે તમારા શાસનમાં રહીશું.' એમ કહી વિનમિ રાજાએ-જે કે તેઓ મહારાજાને કાંઈ ભેટ આપવાની ઈચ્છા કરતા હતા છતાં જાણે કાંઈ યાચના કરવાને ઈચ્છતા હોય તેમ નમસ્કાર કરી અંજલિ જેડી, જાણે સ્થિર રહેલી લમી હોય તેવી સ્ત્રીઓમાં રત્નરૂપ પોતાની સુભદ્રા નામે દુહિતા ચક્રીને અર્પણ કરી. ન જાણે સૂત્ર (દોરી) છાંટીને બનાવી હોય તેમ તેની સમચોરસ આકૃતિ હતી; ગેલેક્યની અંદર રહેલા માણિજ્યના તેજને જાણે કુંજ હોય તેવી તેની કાંતિ હતી, કૃતજ્ઞ
A - 18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org