________________
પર્વ ૧ લું સુષેણ સેનાનીએ સાધેલ સિંધુ નદીને દક્ષિણ નિષ્ફટ. " ૧૭ અધ્યયનને અંતે ઉપાધ્યાય જેમ શિષ્યને રજા આપે તેમ ભરતેશ્વરે ઘણા પ્રસાદપૂર્વક તેને સારી રીતે બોલાવીને વિદ્યાય કર્યો. પછી જાણે જુદા થયેલા પિતાના અંશ હોય તેવા અને પૃથ્વી ઉપર પાત્ર મૂકીને હમેશાં સાથે બેસીને જમનારા એવા રાજકુંવરો સાથે તેમણે પારણું કર્યું અને પછી કૃતમાલ દેવને અષ્ટાદ્ધિક ઉત્સવ કર્યો. પ્રણિત કરવાથી ગ્રહણ કરેલા સ્વામીએ સેવકને માટે શું નથી કરતા ?
બીજે દિવસે ઈંદ્ર જેમ ગમેલી દેવતાને આજ્ઞા કરે તેમ મહારાજાએ સુષણ સેનાનીને બોલાવી આજ્ઞા કરી કે “તમે ચર્મરત્નથી સિંધુનદી ઉતરીને સિંધુ, સમુદ્ર અને વૈતાઢ્ય પર્વતની મધ્યમાં રહેલા દક્ષિણસિંધુનિટને સાધે અને બદરીના વનની પેઠે ત્યાં રહેલા પ્લેચ્છ લોકોને આયુધથષ્ટિથી તાડન કરી ચર્મરત્નના સર્વસ્વ ફળને મેળવે.” જાણે ત્યાં જ જમ્યો હોય તેમ જળસ્થળના ઊંચા નીચા સર્વ ભાગમાં અને બીજા કિલ્લાઓમાં તથા દુર્ગમ સ્થાનકોમાં સંચાર કરવાના સર્વ માગને જાણનારા, મ્લેચ્છભાષામાં વિચક્ષણ, પરાક્રમમાં ર્સિડ જેવા, તેજવડે સૂર્ય જેવા, બુદ્ધિના ગુણથી બહસ્પતિ જેવા તથા સર્વ લક્ષણે સંપૂર્ણ સુષેણ સેનાનીએ ચક્રવતીની તે આજ્ઞા મસ્તકે ચડાવી. તરત જ સ્વામીને પ્રણામ કરી પિતાના વાસસ્થાનમાં આવી જાણે પિતાના પ્રતિબિંબ હોય તેવા સામંત રાજએને પ્રયાણને માટે આજ્ઞા કરી. પછી પિતે સ્નાન કરી, બલિદાન આપી, પર્વતની જેવા ઊંચા ગજરત્ન ઉપર આરૂઢ થયો. તે વખતે તેણે મેટાં મૂલ્યવાળાં સ્વલ્પ આભૂષણે ધારણ કર્યા હતાં, કવચ પહેર્યું હતું, પ્રાયશ્ચિત અને કૌતુકમંગળ કર્યું હતું તથા કંઠમાં જાણે જયલકમીએ આલિંગન કરવાને માટે પિતાની ભુલતા નાંખી હોય તે રત્નને દિવ્યહાર ધારણ કર્યો હતેા. પટ્ટહસ્તીની પેઠે પટ્ટાના ચિન્હથી તે શોભતો હતે કટી ઉપર મૂર્તિમાન શક્તિ હોય તેવી એક સુરિકા તેણે રાખી હતી અને પાછળ સરલ આકૃતિવાળા તથા સુંદર સુવર્ણના બે ભાથાઓ ધારણ કર્યા હતા, તે જાણે પૃષ્ઠભાગમાં પણ યુદ્ધ કરવાને બીજા બે વક્રિય હાથ હોય તેવા જણાતા હતા. ગણનાયક, દંડનાયક, શ્રેષ્ઠી, સાર્થવાહ સંધિપાળ અને ભૂત્ય વિગેરેથી તે યુવરાજની પેઠે વીંટાયેલો હતો. જાણે આસનની સાથે જ થયે હોય તેમ તેનું અગ્રાસન નિશ્ચળ હતું. શ્વેત છત્ર અને ચામરથી શોભતા એવા તે દેપમ સેનાનીએ પોતાના ચરણ અંગુષ્ઠથી હાથીને ચલાવ્યો. ચક્રીના અર્ધા સૈન્યની સાથે તે સિંધુનદીને કિનારે ગયે. સેનામાંથી ઊડેલી રજવડે જાણે સેતુબંધ કરતો હોય તેમ તેણે ત્યાં સ્થિતિ કરી. જે બાર જન સુધી વૃદ્ધિ પામે, જેમાં પ્રાતઃકાળે વાવેલા ધાન્ય સાયંકાળે ઊગે અને જે નદી, દ્રહ તથા સમુદ્રથી પાર ઉતારવાને સમર્થ હોય એવા ચર્મરત્નને સેનાપતિએ પિતાના હાથથી સ્પર્શ કર્યો. સ્વાભાવિક પ્રભાવથી તેના બે છેડા પ્રસાર પામ્યા એટલે સેનાનીએ તેને તેલની પેઠે જળમાં મૂકયું. પછી ચર્મરત્નવડે પગરસ્તાની જેમ સૈન્ય સહિત સરિતા ઉતરી તે બીજે તટે ગયો.
સિંધુના સર્વ દક્ષિણ નિકૂટને સાધવાની ઈચ્છાથી તે પ્રલયકાળના સમુદ્રની જેમ ત્યાં પ્રસાર પામે. ધનુષના નિર્દોષ શબ્દથી દારૂણ અને યુદ્ધમાં કૌવતવાળા તેણે સિંહની પેઠે સિંહલ લોકોને લીલામાત્રમાં પરાભવ કર્યો, બર્બર લેકેને મૂલ્યથી લીધેલા કિકની પેઠે સ્વાધીન ફર્યા અને કંકણેને ઘડાની માફક રાજના ચિન્ટથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org