________________
૧૨૬ વિતાલ્યાદ્રિકુમાર તથા કૃતમાલદેવનું સાધવું.
સગ ૪ થે. દેવીએ આકાશમાં રહી “જય જ એવી આશિષપૂર્વક કહ્યું–ચક્રિન ! હું અહીં તમારી કિકરી થઈને રહી છું. આપ કહે તે તમારું કામ કરું એમ કહી જાણે લક્ષમીદેવીનું સર્વસ્વ હોય અને જાણે નિધાનની સંતતિ હોય તેવા રત્નથી ભરેલા એક હજાર ને આઠ કે, જાણે પ્રકૃતિની જેમ કાત્તિ અને જયલક્ષ્મીને સાથે બેસારવાનું હોય એવાં બે રત્નનાં ભદ્રાસને શેષનાગના મસ્તક ઉપર રહેનારાં મણિઓથી બનાવ્યા હોય તેવાં પ્રદીપ્ત રત્નમય બાહુરક્ષક (બેરખા), જાણે મધ્યમાં સૂર્યબિંબની કાંતિ દાખલ કરેલી હોય એવાં કડાં અને મુઠીમાં સમાઈ શકે એવાં સુકેમળ દિવ્ય વસ્ત્રો તેણે ચક્રવતીને ભેટ કર્યા. સિંધુરાજ(સમુદ્ર)ની પેઠે મહારાજાએ તે સર્વ સ્વીકાર્યું અને મધુર આલાપથી દેવીને પ્રમોદ પમાડી વિસર્જન કરી. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવા સુવર્ણપાત્રમાં તેમણે અષ્ટમભક્તનું પારણું કર્યું અને ત્યાં દેવીને અષ્ટાહિકા ઉત્સવ કરીને ચક્ર બતાવેલ માગે તેઓ આગળ ચાલ્યા.
ઉત્તર પૂર્વ દિશાની મધ્યમાં (ઈશાનકુણ તરફ) ચાલતા તેઓ અનુક્રમે બે ભરતાની મધ્યમાં સીમાબંધ તરીકે રહેલા વૈતાઢ્ય પર્વત સમીપે આવી પહોંચ્યા. તે પર્વતના દક્ષિણ નિતંબ (ભાગ) ઉપર જાણે કેઈ નવીન દ્વીપ હોય તેમ વિસ્તાર અને દીર્ઘપણાથી શભિત એ પડાવ તેમણે કર્યો. ત્યાં પૃથ્વી પતિએ અષ્ટમ કર્યો એટલે વૈતાઢ્યાદ્રિકુમારનું આસન કંપાયમાન થયું. તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભરતક્ષેત્રમાં આ પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે. ચક્રવતીની પાસે આવી તેણે આકાશમાં રહી કહ્યું- હે પ્રભુ ! તમે જય પામે ! હું તમારે સેવક છું, માટે મને જે આજ્ઞા કરવી હોય તે કરે. એમ કહી જાણે મેટો ભંડાર ઉઘાડ્યો હોય તેમ મૂલ્યવંત રને, રત્નનાં અલંકારે, દિવ્ય વચ્ચે અને પ્રતાપસંપત્તિઓના કીડાસ્થાન જેવાં ભદ્રાસને તેણે ચક્રવતીને અર્પણ કર્યા. પૃથ્વીપતિએ તેની સર્વવસ્તુ સ્વીકારી, કારણ કે અલુબ્ધ સ્વામીએ પણ ભૂલ્યોના અનુગ્રહ માટે તેમની ભેટ સ્વીકારે છે. પછી મહારાજાએ તેને સારી રીતે બેલાવી ગૌરવતા સહિત વિદાય કર્યો. મહાન પુરુષે પિતાને આશ્રિત રહેલા સાધારણુ પુરુષની પણ અવજ્ઞા કરતા નથી. અષ્ટમ ભક્તને અંતે પારણું કરી ત્યાં વૈતાલ્યદેવને અષ્ટાદ્વિકા ઉત્સવ કર્યો.
ત્યાંથી ચક્રરત્ન તમિસ્ત્રાગુફા તરફ ચાલ્યું. રાજા પણ પદ્યાન્વેષી(પગી)ની જેમ તેની પાછળ ચાલ્યા. અનુક્રમે તમિસા સમીપે જાણે વિદ્યાધરોના નગર વતાર્ચ ઉપરથી નીચે ઉતર્યા હોય તે પિતાના સૈન્યને નિવાસ કરાવ્યું. તે ગુફાના અધિષ્ઠાયક કૃતમાલ દેવને મનમાં ધારણ કરી તેમણે અષ્ટમ તપ કર્યું એટલે તે દેવનું આસન ચલિત થયું. અવધિ જ્ઞાનથી ચક્રવતીને આવેલા જાણી, ઘણે કાળે આવેલા ગુરુની જેમ ચક્રવતીરૂપ અતિથિનું અર્ચન કરવાને તે આવ્યું અને કહેવા લાગ્ય–“સ્વામિન ! આ તમિસા ગુફાના દ્વારમાં તમારા દ્વારપાળની પેઠે હું રહ્યો છું.” એમ કહી તેણે ભૂપતિની સેવા અંગીકાર કરી.
રત્નને એગ્ય અનુત્તમ એવાં ચૌદ તિલક અને દિવ્ય આભરણુસમૂહ તેણે ભેટ કર્યો, તે સાથે જાણે અગાઉથી મહારાજાને માટે જ રાખી મૂકી હોય તેવી તેમને એગ્ય માળાઓ અને દિવ્ય વચ્ચે પણ અર્પણ કર્યા. ચક્રીએ તે સર્વ વસ્તુને સ્વીકાર કર્યો, કેમકે કૃતાર્થ થયેલા રાજાઓ પણ દિગવિજયની લમીના ચિન્હરૂપ દિશાદડને છેડતા નથી.
૧ જેની જેવા બીજાં ઉત્તમ નહીં તેવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org