________________
પર્વ ૧ લુ વરદામપતિને રેષ.
૧૨૩ તે બાણુ તથા લેણું લઈને ભરતરાયની પાસે આવ્યું અને પ્રણામ કરી નીચે પ્રમાણે બેલ્યો –હે પૃથ્વી પતિ ! કુમુદખંડને પર્વણના ચંદ્રની જેમ ભાગ્યયેગે આપના દર્શન મને થયે છે. ભગવાન ઋષભસ્વામી પ્રથમ તીર્થંકર થઈને જેમ વિજય પામે છે તેમ આપ પાણી પીમાં પ્રથમ ચક્રવતી થઈને વિશ્વ પામે. જેમ અરાવત હાથીને કઈ પ્રતિહસ્તી હાય નહીં, વાયુના જે કઈ બળવાળે હેય નહીં અને આકાશથી વિશેષ માનવાળું કેઈ હોય નહીં તેમ આપને સમેવડીઓ કેઈ થઈ શકે નહીં. કર્ણ સુધી આકૃષ્ટ કરેલા ધનુષમાંથી નીકળેલા આપના બાણને ઈદ્રના વજની પેઠે કેણુ સહન કરી શકે તેમ છે ? મુજ પ્રમાદી ઉપર પ્રસાદ કરી આપે કર્તવ્ય જણાવવાને છડીદારની પેઠે આ બાણ મોકલ્યું, તેથી તે પશિમણિ ! આજથી હું તમારી આજ્ઞાને શિરેમણિની પેઠે મસ્તક ઉપર ધારણ કરીશ. હે સ્વામિન ! તમે આરેપિત કરેલો હું જાણે પૂર્વ દિશાને તમારે જયથંભ હોય તેમ નિષ્કપટ ભક્તિથી આ માગધતીર્થમાં રહીશ. આ રાજ્ય, આ સર્વ પરિવાર, હું પોતે અને બીજું સર્વ તમારું જ છે, તમારા સેવકની પેઠે મને આજ્ઞા કરે.”
એવી રીતે કહીને તેણે તે બાણ, માગધ તીર્થનું જળ, મુગટ અને બે કુંડળ અર્પણ કર્યા. ભરતરાયે તે તે વસ્તુને સ્વીકાર કરી તેને સત્કાર કર્યો; કેમકે મહાત્મા લોકો સેવાને માટે નમેલા જનેમાં કૃપાવાળા જ હોય છે. પછી ઈંદ્ર જેમ અમરાવતીમાં જાય તેમ ચકી રથને પાછો વાળી તે જ માગે છાવણીમાં આવ્યા. રથથી ઉતરી, અંગપ્રક્ષાલન કરી પરિવાર સહિત તેમણે અમનું પારણું કર્યું. પછી ઉપનત થયેલા માગધ. પતિને પણ ચક્રની જેમ ચક્રવતીએ મોટી ઋદ્ધિથી ત્યાં અષ્ટન્ડિકા ઉત્સવ કર્યો. સૂર્યના રથમાંથી જાણે સરી આવ્યું હોય તેમ તેજથી તીક્ષણ એવું ચૂક અષ્ટાહિકા ઉત્સવને અતે આકાશમાં ચાલ્યું અને દક્ષિણ દિશાએ વરદામ તીર્થ તરફ પ્રવત્યું. પ્રાદિ ઉપસર્ગ જેમ ધાતુની પાછળ જાય તેમ ચક્રવતી પણ તેની પછવાડે ચાલ્યા.
હમેશાં જન માત્ર પ્રયાણથી ચાલતાં અનુક્રમે રાજહંસ જેમ માન સરોવરને પામે તેમ ચક્રવતી દક્ષિણ સમુદ્ર સમીપે આવી પહોંચ્યા. એલાયચી, લવીંગ, ચારેલી અને . કંકાલના વૃક્ષવાળા દક્ષિણ સાગરના તટ ઉપર નૃપતિએ સૈન્યને નિવાસ કરાવ્યું. મહારાજાની આજ્ઞાથી પૂર્વની પેઠે વદ્ધકિરને સન્યના નિવાસગૃહ અને પૌષધશાળા ત્યાં રસ્યાં. તે વરદામ તીર્થના દેવને ચિત્તમાં ધારણ કરી રાજાએ અષ્ટમ તપ કર્યો અને પૌષધાગાર. માં પૌષધવ્રત ગ્રહણ કર્યું. પૌષધ પૂર્ણ થયા પછી પૌષધગૃહમાંથી નીકળી ધનુર્ધારીઓમાં અગ્રેસર એવા ચક્રીએ કાલકૃષ્ટરૂપ ધનુષ ગ્રહણ કર્યું અને સર્વ સુવર્ણથી રચેલ, કેટી રત્નોથી જડેલ અને જ્યલક્ષમીના નિવાસગૃહરૂપ રથમાં તેઓ આરૂઢ થયા. દેવથી જેમ, પ્રાસાદ શોભે તેમ સુંદર આકૃતિવાળા મહારાજાથી અધિષિત થયેલે મહારથ ભવા લાગ્યા. અનુકૂળ પવનથી ચપળ થયેલી પતાકાઓથી આકાશને મંડિત કરતા તે ઉત્તમ રથ વહાણની જેમ સમુદ્રમાં પ્રવિણ થયો. રથને નાભિ સુધી સમુદ્રજળમાં લઈ જઈ આગળ રહેલા સારથિએ ઘેડા અટકાવ્યા એટલે રથ ઊભે રહ્યો. પછી આચાર્ય જેમ શિષ્યને નમાવે તેમ પૃથ્વી પતિએ ધનુષને નમાવી પણછ ચડાવી અને સંગ્રામરૂપી નાટકના આરંભના નાંદી જેવે તથા કાળના આહવાન મંત્ર જે ઊંચે પ્રકારે ધનુષટંકાર કર્યો. પછી લલાટ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org