________________
પર્વ ૧ લું. ભરત મહારાજાનું દિગવિજય માટે પ્રયાણ
૧૧૯ ચકરત્ન સૈન્યની આગળ ચાલ્યું. દંડરત્ન ધારણ કરનાર સુષેણ નામે સેનાનીરત્ન અશ્વરત્ન ઉપર આરૂઢ થઈ ચકની પેઠે આગળ ચાલ્યો. જાણે સર્વ શાંતિકવિધિમાં દેહધારી શાંતિમત્ર હોય તે પુરેડિતરત્ન રાજાની સાથે ચાલ્યો. જંગમ અન્નશાળા જેવું અને સૈન્યને માટે દરેક મુકામે દિવ્ય ભેજન ઉત્પન્ન કરવામાં સમર્થ એવું ગૃહપતિરત્ન વિશ્વકર્માની પેઠે રકધવાર(પડાવ) વિગેરે કરવાને સત્વર સમર્થ વદ્ભકિરત્ન અને ચક્રવતીના સવ સ્કંધાવાર પ્રમાણ વિસ્તાર પામવાની શકિતવાળા હોવાથી અદ્ભુત એવાં ચર્મરત્ન અને છત્રરત્ન એ સર્વ મહારાજાની સાથે ચાલ્યા. કાંતિવડે સૂર્ય ચંદ્રની પેઠે અંધકારને નાશ કરવામાં સમર્થ એવા મણિ અને કાંકિણી નામે બે રત્ન પણ ચાલ્યાં અને સુરઅસુરના ઉત્તમ અસ્ત્રના સારથી બનાવ્યું હોય તેવું પ્રકાશિત ખરત્ન પણ નરપતિની સાથે ચાલવા લાગ્યું.
સૈન્ય સહિત ચક્રવતી ભરતેશ્વર પ્રતિહારની જેમ ચકને અનુસરીને માર્ગે ચાલ્યા તે વખતે જતિષીઓની પેઠે અનુકૂળ પવને અને અનુકૂળ શુકનેએ તેનો સર્વે પ્રકારે દિગ્વિજય સૂચવ્યું. ખેડૂત હળ વડે પૃથ્વીને સરખી કરે તેમ સૈન્યની આગળ ચાલતાં સુષેણ સેનાની દંડરત્નથી વિષમ રસ્તાને સમ કરતો જતો હતો. સેનાના ચાલવાથી ઊડેલી રજવડે દુર્દિન થયેલું આકાશ રથ અને હસ્તીઓ ઉપરની પતાકારૂપ બગલીઓ વડે શોભતું હતું. જેનો છેવટ ભાગ લેવામાં આવતો નથી એવી ચક્રવતીની સેના અખલિત ગતિવાળી બીજી ગંગાનદી હોય તેવી જણાતી હતી. દિવિજયના ઉત્સવને માટે રથ ચિત્કાર શબ્દોથી, ઘડાઓ હણહણાટથી અને હાથીઓ ગજેનાથી પરસ્પર ત્વરા કરવા લાગ્યા હતા. સૈન્યથી રજ ઉડતી હતી. તે પણ અશ્વારોનાં ભાલાં તેની અંદર ચળકતા હતાં, તેથી જાણે આચ્છાદન કરેલાં સૂર્યકિરણને તે હસતાં હોય એમ જણાતું હતું. સામાનિક દેવતાઓએ વીટેલા ઇંદ્રની જેમ મુગટધારી અને ભકિતવાળા રાજાઓથી વીટાચેલે રાજકુંવર ભરત મધ્યભાગમાં શોભતો હતો. પહેલે દિવસે ચક્રે એક ચેાજન પર્યંત ચાલીને સ્થિતિ કરી (ઊભું રહ્યું) તે પ્રયાણના અનુમાનથી ત્યારથી જન માપ પ્રત્ય". હંમેશાં એક એક એજનના માનથી પ્રયાણ કરતા ભરતરાજા કેટલેક દિવસે ગંગાના દક્ષિણ તટ સમીપે આવી પહોંચ્યા. મહારાજાએ ગંગાના તટની વિશાળ ભૂમિને પણ પોતાના સન્યના જુદા જુદા નિવાસેથી સાંકડી કરીને વિશ્રામ કર્યો. તે વખતે ગંગાનદીના તટની ભૂમિ વર્ષાઋતુના કાળની માફક હસ્તીઓના ઝરતા મદજળથી પંકિલ થઈ ગઈ. મેઘ જેમ સમુદ્રમાંથી જળને ગ્રહણ કરે તેમ જાહ્નવીના નિર્મળ પ્રવાહમાંથી ઉત્તમ હસ્તીઓ સ્વેચ્છાથી જળ ગ્રહણ કરવા લાગ્યા; અતિ ચપળપણાથી વારંવાર કેતા અશ્વો ગંગાના તટમાં તરંગના ભ્રમને આપવા લાગ્યા અને ઘણા શ્રમથી ગંગાની અંદર પ્રવિષ્ટ થયેલા હાથી, ઘોડા, મહિષ અને સાંઢડાઓ તે ઉત્તમ સરિતાને જાણે ચેતરફ નવિન જાતિના મસ્યવાળી હોય તેવી કરવા લાગ્યા, પિતાના તટની ઉપર રહેલા રાજાને જાણે અનુકુળ થતી હોય તેમ ગંગા નદી પિતાના ઉછળતા તરંગનાં બિંદુઓથી શીધ્રપણે સૈન્યના શ્રમને હરણ કરવા લાગી. મહારાજની મેટી સેનાએ સેવેલી ગંગા નદી શત્રુઓની કીર્તિની પેઠે કૃશ થવા લાગી. ભાગિરથીના તીર ઉપર ઊગેલાં દેવદારનાં વૃક્ષો સૈન્યના ગજપતિઓને માટે યત્ન વિનાનાં બંધનસ્થાન થઈ પડ્યાં..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org