________________
ભગવંતની દેશના–ચારિત્રનું વર્ણન.
સર્ગ ત્રિજે. અનુકંપા અને આસ્તિક એ પાંચ લક્ષણેથી સારી રીતે ઓળખાય છે. અનંતાનુબંધી કષાયને ઉદય ન થાય તે શમ કહેવાય છે. અથવા સમ્યફ પ્રકૃતિથી કષાયના પરિણામને જેવું તે પણ શમ કહેવાય છે. કર્મના પરિણામ અને સંસારની અસારતાને ચિંતવતા પુરુષને વિષયોમાં જે વૈરાગ થાય તે સવેગ કહેવાય છે. સંવેગવાળા પુરુષને “સ સારવાસ કારાગૃહ છે અને સ્વજન છે તે બંધન છે' એ જે વિચાર થાય તે નિવેદ કહેવાય છે. એકેદ્રિય વિગેરે સર્વ પ્રાણુઓને સંસારસાગરમાં ડૂબવાથી થતા કલેશને જોઈ હૃદયમાં આદ્રતા, તેમના દુઃખથી દુખીપણું અને તે દુઃખનિવારણના ઉપાયમાં યથાશકિત પ્રવૃત્તિ કરવી તે અનુકંપા કહેવાય છે. બીજાં તત્ત્વો સાંભળતાં છતાં પણ આહત તત્ત્વમાં આકાંક્ષા રહિત પ્રતિપત્તિ રહેવી તે આસ્તિક્ય કહેવાય છે. એવી રીતે સમ્યગદર્શન વર્ણવેલું છે. તેની ક્ષણવાર પણ પ્રાપ્તિ થતાં પૂર્વનું જે મતિઅજ્ઞાન હોય છે તે પરાભવ પામીને મતિ જ્ઞાનપણાને પામે છે, શ્રુતજ્ઞાન પરાભવ પામીને શ્રુતજ્ઞાનપણું પામે છે અને વિર્ભાગજ્ઞાન પરાભવ પામીને અવધિજ્ઞાનના ભાવને પામે છે.
સવ સાવધોગને ત્યાગ તે ચારિત્ર કહેવાય છે. તે અહિંસાદિક વ્રતના ભેદથી પાંચ પ્રકારે કહેલ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રતે પાંચ પાંચ ભાવનાઓ યુક્ત થવાથી મોક્ષને અર્થે થાય છે. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર જીવન જીવિતને નાશ ન કરવો એ અહિંસા વ્રત કહેવાય છે. પ્રિય, હિતકારી અને સત્ય વચન બોલવું તે સુકૃત(સત્ય) વ્રત કહેવાય છે, અપ્રિય અને અહિતકારી સત્ય વચન પણ અસત્ય સમાન જાણવું. અદત્ત વસ્તુનું ગ્રહણ ન કરવું તે અસ્તેય વ્રત કહેવાય છે, કેમકે દ્રવ્ય એ માણસના બહિર્ પ્રાણુ છે તેથી તે હરણ કરનાર પુરુષ તેના પ્રાણુને હરણ કરે છે એમ જાણવું. દિવ્ય (વૈક્રિય) અને ઔદારિક શરીરવડે અબ્રહ્મચર્ય સેવનને મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રણ પ્રકારે ત્યાગ કરે તેને બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે; તેના અઢાર ભેદ થાય છે. સર્વ પદાર્થો ઉપરથી મોહ(મૂચ્છ)નો ત્યાગ કરે તે અપરિગ્રહ વ્રત કહેવાય છે, કેમકે મોહથી અછતી વસ્તુમાં પણ ચિત્તને વિપ્લવ થાય છે. યતિધર્મમાં અનુરક્ત એવા યતીદ્રોને આ પ્રમાણે સર્વથી ચારિત્ર કહ્યું છે અને ગૃહસ્થને દેશથી ચારિત્ર કહ્યું છે.
સમકિતમૂળ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત–એ પ્રમાણે ગૃહસ્થોના બાર વ્રત છે. બુદ્ધિવંત પુરુષે પંગુ, કુછી અને કુણિત્વ વિગેરે હિંસાના ફળ જોઈ નિર પરાધી ત્રસ જંતુઓની હિંસા સંકલ્પથી છેડી દેવી. મન્મનપણું, કાહલપણું, મુંગાપણું, મુખરોગ–એ અસત્યના ફળ જેઈ, કન્યા અલીક વિગેરે પાંચ મોટા અસત્ય છેડી દેવાં. કન્યા, ગાય અને ભૂમિ સંબંધી અસત્ય, થાપણ ઓળવવી અને ખોટી સાક્ષી પૂરવી એ પાંચ સ્થૂલામેટા) અસત્ય કહેવાય છે. દુર્ભાગ્ય, કાસીદુ, દાસત્વ, અંગને છે અને દરિદ્રતા એ અદત્તાદાન(ચેરી)ના ફળ જાણી લ ચૌર્યનો ત્યાગ કરે. નપુંસકપણું અને ઈદ્રિયનો છેદ એ અબ્રહ્મચર્યનાં ફળ જાણું, સદ્બુદ્ધિવંત પુરુષે સ્વીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીને ત્યાગ કરવો. અસંતોષ, અવિશ્વાસ, આરંભ અને દુઃખ-એ સર્વે પરિગ્રહની મૂચ્છના ફળ જાણી પરિગ્રહનું પ્રમાણુ કરવું. (એ પાંચ અણુવ્રત કહેવાય છે.) દશે દિશામાં "નિર્ણય કરેલી સીમાનું ઉલ્લંઘન ન કરવું તે દિગ્વિરતિ નામે પ્રથમ ગુણવ્રત કહેવાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org