Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પર્વ ૧લું પરમાત્માની દેશના.
૧૩ અનુક્રમે ફળના અનુભવથી તે સર્વ કર્મી પર્વતમાંથી નીકળેલી નદીમાં અથડાતે અથડાતો પથ્થર ગેળ થઈ જાય તે ન્યાયવત્ પિતાની મેળે ક્ષય પામે છે. એ પ્રમાણે ક્ષય થતાં કર્મની અનુક્રમે ઓગણત્રીશ, એગણીશ અને ઓગણેતેર કોટાનુકટી સાગરેપમની સુધીની સ્થિતિ ક્ષય પામે અને દેશે ઊણી (કાંઈક ઓછી) એક કેટાનુકેટી સાગરોપમની સ્થિતિ બાકી રહે ત્યારે પ્રાણુ યથાપ્રવૃત્તિકરણુવડે ગ્રંથી દેશને પ્રાપ્ત થાય છે.. રાગદ્વેષના દુખે ભેદી શકાય એવા પરિણામ તે ગ્રંથી કહેવાય છે. તે કાષ્ઠની ગાંઠ જેવી હુએ છે અને ઘણું જ દઢ હોય છે. કિનારા સમીપે આવેલું વાયુપ્રેરીત વહાણ જેમ સમુદ્રમાં પાછું જતું રહે તેમ રાગાદિકે પેરેલા કેટલાએક જ ગ્રંથીને ભેદ્યા વિના જ સંથી સમીપથી પાછા ફરે છે. કેટલાક પ્રાણીઓ માગમાં ખલના પામેલા સરિતાના જળની પડે કોઈ પ્રકારના પરિણામવિશેષથી ત્યાં જ વિરામ પામે છે. કે પ્રાણીઓ જેમનું ભવિષ્યમાં ભદ્ર થવાનું હોય છે તેઓ અપૂર્વકરણવડે પિતાનું વીર્ય પ્રગટ કરીને હેટા માર્ગને ઉલ્લંઘન કરનારા પથ લેકે જેમ ઘાટની ભૂમિનું ઉલ્લંઘન કરે તેમ તે દુષ્ય ગ્રંથીને તત્કાળ ભેદી નાખે છે. પછી કેટલાએક ચારે ગતિવાળા પ્રાણીઓ અનિવૃત્તિકરણવડે અંતરકરણ કરીને મિથ્યાત્વને વિરલ કરી અંતમુહૂત્ત માત્ર સમ્યક્ દર્શનને પામે છે. તે નૈસર્ગિક (સ્વાભાવિક) સમ્યક શ્રદ્ધાન કહેવાય છે. ગુરુના ઉપદેશના આલંબનથી ભવ્ય પ્રાણીઓને જે સમક્તિ ઉત્પન્ન થાય છે તે ગુરુના અધિગમથી થયેલું સમક્તિ કહેવાય છે.
સમકિતના ઔપશામક, સાસ્વાદન, ક્ષાપશમિક, વેદક અને ક્ષાયિક એવા પાંચ પ્રકાર છે. જેની કમબંથી ભેદ પામેલી છે એવા પ્રાણીને જે સમક્તિને લાભ પ્રથમ અંત
હુ માત્ર થાય છે તે ઓપશમિક સમકિત કહેવાય છે, તેમજ ઉપશમ શ્રેણિના વેગથી જેનો મેહ શાંત થયું હોય એવા દેહીને મેહના ઉપશમથી ઉત્પન્ન થાય તે પણ ઓ૫શમિક સમક્તિ કહેવાય છે. સમ્યભાવનો ત્યાગ કરીને મિથ્યાત્વની સન્મુખ થયેલા પ્રાણીને અનંતાનુબંધી કષાયને ઉદય થતાં, ઉત્કર્ષથી છ આવળી પર્યત અને જઘન્યથી એક સમય સમકિતના પરિણામ રહે તે સાસ્વાદન સમકિત કહેવાય છે. મિથ્યાત્વ મોહનીનો ક્ષય અને ઉપશમ થવાથી ઉત્પન્ન થયેલું ત્રીજું સાચોપશોભિક સમકિત કહેવાય છે, તે સમકિત મેહનીના ઉદય પરિણામવાળા પ્રાણીને થાય છે. વેદક નામનું ચોથું સમક્તિ, ક્ષપક ભાવને પ્રાપ્ત થયેલા, અનંતાનુબંધી કષાયની ચોકડી ક્ષય થયેલા, ક્ષાયક સમિતિની સન્મુખ થયેલા, મિથ્યાત્વ મેહની અને મિશ્ર મેહની સમ્યક્ પ્રકારે જેમની ક્ષય પામી છે એવા અને સમક્તિ મેહનીના છેલ્લા અંશને ભેગવનારા પ્રાણીને પ્રાપ્ત થાય છે. સાતે પ્રકૃતિને ક્ષીણ કરનારા અને શુભ ભાવવાળા પ્રાણીને ક્ષાયિક નામનું પાંચમું સમકિત પ્રાપ્ત થ છે.
સમતિ દર્શન ગુણથી રેચક, દીપક અને કારક એવા નામથી ત્રણ પ્રકારનું છે. તેમાં શાસ્ત્રોકત તત્વમાં હેતુ અને. ઉદાહરણ વિના જે દઢ પ્રતીતિ ઉત્પન્ન થાય તે રેચક સમતિ, જે બીજાઓના સમકિતને પ્રદીપ્ત કરે તે દીપક સમકિત અને જે સંયમ તથા તપ વિગેરેને ઉત્પન્ન કરે તે કારક સમકિત કહેવાય છે. તે સમકિત–શમ, સંવેગ, નિર્વેદ, ( ૧ અનંતાનુબંધી કષાયની ચા પ્રકૃતિ અને સમતિ મેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વ મેહની એ ગણું મળીને સાત પ્રકૃતિ જાણવી. A - 15.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org