________________
વિતાઠ્ય પર વસાવેલાં નગરે
સર્ગ ૩ જે સેવાથી ઇંદ્રની લહમીઓ પ્રાપ્ત થાય છે; જાણે મુક્તિની નાની બહેન હોય તેવી અને દુર્લભ એવી અહમિંદ્રની લહમી પણ એમના સેવનથી શીધ્ર મળે છે અને એ જગત્પતિની સેવા કરનાર પ્રાણું પુનરાવૃત્તિ રહિત સદાનંદમય પદ(મોક્ષ)ને પણ પામે છે. વધારે શું કહીએ? પણ એમની સેવાથી પ્રાણ તેમની પેઠે જ આ લેકમાં ત્રણ ભુવનને અધિપતિ અને પરલોકમાં સિદ્ધરૂપ થાય છે. હું આ પ્રભુને દાસ છું અને તમે તેમના જ કિંકર છે; તેથી તેમને તેમની સેવાના ફળરૂપ વિદ્યાધરનું ઐશ્વર્ય આપું છું. એ તમને સ્વામીની સેવાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણજે, કેમકે પૃથ્વી ઉપર અરુણનો ઉદ્યોત થાય છે તે સૂર્યથી જ થયેલું હોય છે. એ પ્રમાણે કહી તેમને પાઠ કરવાથી જ સિદ્ધિને આપનારી ગૌરી અને પ્રજ્ઞસિ વિગેરે અડતાળીશ હજાર વિદ્યાઓ આપી અને આજ્ઞા કરી કે “તમે વૈતાત્ય ઉપર જઈ અને શ્રેણિમાં નગર વસાવી અક્ષય રાજ્ય કરે. પછી તેઓ ભગવંતને નમન કરી, પુષ્પક નામનું વિમાન બનાવી, તેમાં આરૂઢ થઈ પન્નગપતિની સાથે જ ચાલ્યા. પ્રથમ તેઓએ પોતાના પિતા કરછ મહાકચ્છની પાસે જઈ સ્વામિસેવારૂપ વૃક્ષના ફળરૂપી તે નવીન સંપત્તિની પ્રાપ્તિ નિવેદન કરી અને પછી અયોધ્યાના પતિ ભરતરાય પાસે આત્મઋદ્ધિ વિદિત કરી. માની પુરુષના માનની સિદ્ધિ પોતાનું સ્થાન બતાવવાથી જ સફળ થાય છે. પછી સર્વ સ્વજન તથા પરિજનોને સાથે લઈ ઉત્તમ વિમાનમાં બેસી તેઓ વિતાવ્ય પર્વત તરફ ચાલ્યા.
વિતાવ્ય પર્વત પ્રાંત ભાગમાં લવણ સમુદ્રના તરંગસમૂહથી ચુંબિત થયેલો છે અને જાણે પૂર્વ અને પશ્ચિમ દિશાને માનદંડ હોય તેવું જણાય છે. ભરતક્ષેત્રના દક્ષિણ અને ઉત્તર ભાગની મધ્ય સીમારૂપ તે પર્વત ઉત્તર દક્ષિણ પચાસ યોજના વિશાળ છે. પૃથ્વીમાં સવા છ જન રહેલ છે અને પૃથ્વી ઉપર પચીશ જન ઊંચે છે. જાણે બાહુ પ્રસારિત કર્યા હોય તેમ હિમાલયે ગંગા અને સિંધુ નદીથી તેનું આલિંગન કર્યું છે. ભરતાની લક્ષમીના વિશ્રામને માટે ક્રીડાઘર હોય તેવી ખંડપ્રભા અને તમિસ નામની ગુફાઓ તેની અંદર આવેલી છે. ચૂલિકા વડે જેમ મેરુપર્વત શોભે છે તેમ શાશ્વત પ્રતિમા યુક્ત સિદ્ધાયતન ફૂટથી તે પર્વત અદ્દભુત શોભાવાળે દેખાય છે. જાણે નવીન કંઠાભરણ હોય તેવા વિવિધ રત્નમય અને દેવતાઓના લીલાસ્થાનરૂપ નવ શિખરને તેણે ધારણ કર્યા છે. દક્ષિણ અને ઉત્તર બાજુએ વિશ જન ઊંચે જાણે વચ્ચે હોય તેવી વ્યંતરોની બે નિવાસશ્રેણિઓ તે પર્વત ઉપર રહેલી છે. મૂળથી ચૂલિકા પર્યત મનેતર સુવર્ણની શિલામય તે પર્વત, જાણે સ્વર્ગનું એક પાદકટક (પગનું આભરણ-કડું) પૃથ્વી ઉપર પડયું હોય તે જણાય છે. પવને ચલાયમાન કરેલા વૃક્ષની શાખારૂપ ભુજાઓથી જાણે દૂરથી બેલાવતો હોય એવા તે વૈતાઢ્ય પર્વત ઉપર નમિ તથા વિનમિ આવી પહોંચ્યા.
નમિરાજાએ પૃથ્વીથી દશ જન ઊંચે તે પર્વત ઉપર દક્ષિણ એણિએ પચાસ નગર વસાવ્યા. કિન્નર પુરુષોએ જ્યાં પ્રથમ ગાયન કરેલું છે એવું બાહુકેતુ, પુંડરીક, હરિકેત, સેતકેત, સપરિકેતુ, શ્રીબાહુ, શ્રીગૃહ, લેહાલ, અરિજય, સ્વર્ગલીલા, વર્ગલ, વજાવિમાક, સહીસારપુર, જયપુર, સુકૃતમુખી, ચતુર્મુખી, બહુમુખી, રતા, વિરતા, આખંડલપુર, વિલાસયાનિ, અપરાજિત, કાંચીદામ, સુવિનય, નભાપુર, ક્ષેમંકર, સહચિન્હપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org