________________
પર્વ ૧ લું. પરમાત્માને વંદનાથે બાહુબલિની તૈયારી.
૧૦૩ પ્રાતઃકાળે બાહુબલીએ ઉપવન તરફ જવાની તૈયારી કરી. તે સમયે જાણે ઘણા સૂર્યો હોય તેમ મ્હોટા મુગટધારી મંડળેશ્વરે તેની ચોતરફ વીંટળાઈ વળ્યા હતા; ઉપાયોનાં જાણે મંદિર હોય અને અંગવાળાં જાણે અર્થશાસ્ત્રો હોય તેવા-શુક્રાદિકની જેવા ઘણા મંત્રીઓથી તે આવૃત્ત થયે હતે; જાણે ગુપ્ત પાંખેવાળા ગરુડે હોય તેવા જગતને ઉલ્લંઘન કરવામાં વેગવંત-તરફ ઉભેલા લાખે તુરંગથી તે દીપતે હતે. ઝરતા મદલની વૃષ્ટિથી જાણે નિર્ઝરણુવાળા પર્વતે હોય તેવા પૃથ્વીની રજ શાંત કરનારા ઊંચા હસ્તીઓથી તે શેલતા હતું અને જાણે પાતાળકન્યાઓ હોય તેવી સૂર્યને નહીં જોનારી વસંતશ્રી વિગેરે અંતઃપુરની સ્ત્રીઓ પણ તેમની આસપાસ તૈયાર થઈ ઊભી હતી. તેની બે બાજુએ ઊભેલી ચામધારી વારાંગનાઓ વડે તે રાજહંસ સહિત ગંગા યમુનાએ સેવેલ પ્રયાગ જે જણાતું હતું. તેના મસ્તક ઉપર મનહર શ્વેત છત્ર રહેલું હતું, તેથી પૂર્ણિમાની અર્ધ રાત્રિના ચંદ્રવડે જેમ પર્વત શોભે તેમ તે શેતે હતે, દેવનદી (ઈંદ્રને પ્રતિહાર) જેમ ઇંદ્રને તેમ સુવર્ણની છડીવાળો પ્રતિહાર તેની આગળ માર્ગને બતાવતે ચાલતું હતું. જાણે શ્રીદેવીના પુત્ર હોય તેવાં રત્નાભરણથી ભૂષિત થયેલા નગરના અસંખ્ય શાહુકારે અશ્વારૂઢ થઈ તેની પછવાડે ચાલવાને તૈયાર થઈ રહ્યા હતા અને પર્વતની શિલાના પૃષ્ટ ઉપર જેમ યુવાન સિંહ બેસે તેમ ઇંદ્રની પેઠે બાહુબલિ રાજા ભદ્ર જાતિના શ્રેષ્ઠ હસ્તીના સ્કંધ ઉપર આરૂઢ થયે હતે. ચૂલિકાથી જેમ મેરુ પર્વત શોભે તેમ મસ્તકમાં તરંગિત કાંતિવાળા રત્નમય મુગટથી તે વિરાજમાન હતું, તેના મુખની શેભાએ જીતેલા જમ્બુદ્વીપના બે ચંદ્ર જાણે તેની સેવા કરવાને આવ્યા હોય તેવાં મુક્તામય કુંડળે તેણે ધારણ કર્યા હતાં. લક્ષમીના મંદિરરૂપ હૃદય ઉપર સ્થૂલ મુક્ત-મણિમય હાર તેણે પહેર્યો હતો, તે જાણે તે મંદિરનો કિલે હોય તેવો લાગતો હતે હસ્તના મૂલમાં જાતિવંત સુવર્ણના બે બાજુબંધ પહેર્યા હતા, તેથી જાણે ભુજારૂપી વૃક્ષને નવીન લતાથી વેષ્ઠિત કરીને દઢ કર્યા હોયની એમ જણાતું હતું; હસ્તના મણિબંધ (કાંડા) ઉપર મુક્તામણિનાં બે કંકણ ધર્યા હતાં, તે લાવણ્યરૂપી સરિતાના તીર ઉપર રહેલા ફીણ જેવાં જણાતાં હતાં અને કાંતિથી આકાશને પલ્લવિત કરનારી બે મુદ્રિકા તેણે પહેરી હતી તે જાણે સપની ફણના જેવી ભાવાળા હાથના બે મેટા મણિઓ હેાય તેવી શોભતી હતી. અંગ ઉપર તેણે સૂક્ષમ અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યું હતું, પણ શરીર પર કરેલા ચંદનના વિલેપનથી તેનો ભેદ જણાતું નહોતું. પૂર્ણિમાનો ચંદ્ર જેમ ચંદ્રિકાને ધારણ કરે તેમ ગંગાના તરંગસમૂહની સ્પર્ધા કરનાર સુંદર વસ્ત્ર તેણે ચેતરફ ધારણ કર્યું હતું, જાતજાતની ધાતુમય સમીપ રહેલી ભૂમિથી જેમ પર્વત શોભે તેમ વિચિત્ર વર્ણથી સુંદર એવા અંદરના વસ્ત્રથી તે શોભતે હતે. જાણે લક્ષ્મીને આકર્ષણ કરવારૂપ ક્રીડા કરવાનું તીકણુ શસ્ત્ર હોય તેવા વજને તે મહાબાહુ પિતાના હાથમાં ફેરવતા હતા અને બંદીકે જય જય શબ્દથી દિશામુખને પૂરતા હતા આવી રીતે બાહુબલિ રાજા ઉત્સવપૂર્વક સ્વામીના ચરણથી પવિત્ર થયેલા ઉપવન નજીક આવ્યા. પછી જેમ આકાશથી ગરુડ ઉતરે તેમ હસ્તી ઉપરથી ઉતરી, છત્રાદિકનો ત્યાગ કરી બાહુબલિએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો ત્યાં તેણે ચંદ્ર રહિત આકાશ જેવું અને અમૃત રહિત સુધાકુંડ જેવું પ્રભુ વિનાનું ઉઘાન જેરું. મોટી ઇચછાવાળા તેણે નેત્રને આનંદદાયક ભગવંત કયાં છે ?' એમ ઉદ્યાનપાલકને પૂછવા માંડયું. તેઓએ કહ્યું–“રાત્રિની પેઠે પ્રભુ પણ કાંઈક આગળ ચાલ્યા ગયા. અમને ખબર પડષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org