________________
૧૦૬
ઇનું આગમન અને સમવસરણની રચના. સર્ગ ૩ જે. હોય તેવા શોભતા હતા. દરેક પત્ર ઉપર ચાર પ્રકારના અભિનયથી યુક્ત એવા જુદા જુદા આઠ આઠ નાટકે શોભતા હતા અને તે દરેક નાટકમાં જાણે સ્વાદીષ્ટ રસના કલ્લેલની સંપત્તિવાળા ઝરા હોય તેવા બત્રીશ બત્રીશ પાત્રો હતા. એવા ઉત્તમ ગજેન્દ્ર ઉપર અગ્ર આસનમાં ઈદ્ર પરિવારસહિત આરૂઢ થયો. હસ્તિના કુંભસ્થળથી તેની નાસિકા ઢંકાઈ ગઈ પરિવાર સહિત ઈંદ્ર ગજપતિ ઉપર બેઠે એટલે જાણે અખિલ સૌધર્મ દેવલેક હેય એ તે હસ્તી ત્યાંથી ચાલ્યો. અનુક્રમે પિતાના શરીરને સંક્ષિપ્ત કરતે–જાણે પાલક વિમાન હાય તેમ તે હસ્તી પ્રભુએ પવિત્ર કરેલા ઉદ્યાનમાં ક્ષણવારમાં આવી પહોંચ્યું. બીજા અશ્રુત વિગેરે ઈ પણ “હું પહેલે જાઉં, હું પહેલે જાઉ એવી ત્વરાથી દેવસમૂહ સાથે આવી પહોંચ્યા. છે . તે અવસરે વાયુકુમાર દેવતાએ માનને ત્યાગ કરી સમવસરણને માટે એક એજન પૃથ્વીનું માર્જન કર્યું. મેઘકુમારના દેવતાઓએ સુગધી જળની વૃષ્ટિથી પૃથ્વીનું સિંચન કર્યું, તેથી જાણે પૃથ્વી પિતે જ પ્રભુ પધારશે એમ જાણુને સુગંધી અશ્રુથી ધૂપ અને અર્થને ઉક્ષિત કરતી હોય એમ જણાવા લાગ્યું. વ્યંતર,
દેએ ભક્તિથી પિતાના આત્માની જેમ કિરણવાળા સુવર્ણ, માણિજ્ય અને રત્નના પાષાણુથી ઊંચું મિતળ બાંધ્યું, તેની ઉપર જાણે પૃથ્વીમાંથી ઉદ્ગત થયા હોય તેવાં અધોમુખ ડીટવાળાં પંચરંગી અને સુગંધી પુષ્પને વેર્યા. અને ચારે દિશામાં જાણે તેમની આભૂષણભૂત કંકીઓ હોય તેવાં રત્ન, માણિજ્ય અને સુવર્ણના તારણે બાંધી દીધાં. ત્યાં ગોઠવેલી રત્નાદિકની પૂતળીઓના દેહના પ્રતિબિંબ એકબીજામાં પડતા હતા તેથી જાણે સખીઓ પરસ્પર આલિંગિત થઈને રહેલી હોય તેવી તે ભાસતી હતી. સ્નિગ્ધ ઈદ્રનીલ મણિઓથી ઘડેલી મગરનાં ચિત્રો નાશ પામેલા કામદેવે છેડી દીધેલા પોતાના ચિહરૂપ મગરના ભ્રમને ઉત્પન્ન કરતા હતા. ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોય તેવા શ્વેત છત્ર ત્યાં શુભતાં હતાં. જાણે અતિવર્ષથી પૃથ્વીએ પોતે નૃત્ય કરવાને માટે પિતાની ભુજાઓ ઊંચી કરી હોય તેવી ધ્વજાઓ ફરકતી હતી અને તેની નીચે સ્વસ્તિકાદિક અષ્ટમંગલિકનાં શ્રેષ્ઠ ચિહ્નો કર્યા હતાં, તે અલિપીઠ જેવા જણાતાં હતાં. સમવસરણને ઉપલા ભાગને પ્રથમ ગઢ વિમાનપતિઓએ રત્નમય બનાવ્યો હતો તેથી જાણે રત્નગિરિની રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય એમ જણાતું હતું અને તે ગઢ ઉપર જાતજાતના કાંગરાએ બનાવ્યા હતા, તે પોતાનાં કિરણેથી આકાશને વિચિત્ર વર્ણના વસોવાળું બનાવતા હોય એમ લાગતું હતું. મધ્યમાં તિષ્પતિ દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પિતાના અંગની જ્યોતિ હોય તેવા સુવર્ણથી બીજે ગઢ કર્યો હતો, તે ગઢ ઉપર રનમય કાંગરાઓ કર્યા હતાં તે જાણે સુરઅસુરની સ્ત્રીઓને મુખ જેવા ત્યાં રત્નમય દર્પણે રાખ્યા હોય તેવા જણાતા હતા. ભક્તિથી વૈતાઢ્ય પર્વત મંડલરૂપ(ગાળ) થયેલ હોય તે રૂપને ત્રીજે ગઢ ભુવનપતિઓએ બાહ્યાભાગ ઉપર રચ્યો હતો અને જાણે દેવતાની વાવડીઓના જળમાં સુવર્ણના કમલ હેાય તેવા તે ગઢની ઉપર સુવર્ણના વિશાળ કાંગર બનાવ્યા હતા. તે ત્રણ ગઢવાળી પૃથ્વી ભુવનપતિ, જ્યોતિષ્પતિ અને વિમાનપતિની લીમીના એક એક ગાળાકાર કહળવડે શોભે તેવી શોભતી હતી. પતાકાના સમૂહવાળાં માણિજ્યમય તારણ પિતાના કિરણેથી જાણે બીજી પતાકાઓ રચતા હોય તેવા જણાતા હતા. તે દરેક ગઢને
૧ અભિનય-દેખાવના ચાળા, હાવભાવ. ૨ પાત્રો-નાટક કરનારા. ૭, વૈમાનિક દેવતાઓએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org