________________
૧૦૦ -
શ્રેયાંસને થયેલ જાતિવમરણ અને કરાવેલ પ્રભુ-પારણું. સગ ૩ જે. નથી, ઉષ્ણમાં આસક્ત થતા નથી અને જ્યાં ત્યાં રહે છે. સંસારરૂપી હસ્તીમાં કેશરીસિંહ સમાન તે પ્રભુ યુગમાત્ર દૃષ્ટિ કરતા, એક કીડી પણ પીડા ન પામે તેવી રીતે પારસંચાર કરે છે. પ્રત્યક્ષ નિદેશ કરવાને ચગ્ય અને ત્રણ જગતના દેવ–તે તમારા પ્રપિતામહ ભાગ્યને અહીં આવી ચડયા છે. ગોવાળની પછવાડે જેમ ગાય દોડે તેમ પ્રભુની પછવાડે દોડનાર સર્વ પૌરજનોનો આ મધુર કેલાહળ છે.
પ્રભુને આવેલા સાંભળી તત્કાળ તે યુવરાજ પાળાઓનું પણું ઉલ્લંઘન કરીને પગે ચાલતો દેડ. યુવરાજને છત્ર અને ઉપાન રહિત દોડતે જોઈને જાણે તેની છાયા હોય તેમ તેની સર્વે સભા પણ છત્ર તથા ઉપાન તજી દઈને દોડી. સંભ્રમથી યુવરાજના કુંડળ ચપલ થતા હતા તેથી જાણે શ્રેયાંસ પુનઃ સ્વામીની પાસે બાળલીલા આચરતે હોય તેમ શેભતો હતો. પિતાના ગૃહાંગણમાં આવેલા પ્રભુના ચરણકમલમાં આળોટી ભ્રમને ઉત્પન્ન કરનારા પિતાના કેશોથી તેણે માર્જન કર્યું. તેણે ઊઠીને જગત્પતિને ત્રણ પ્રદક્ષિણા કરી. જાણે હર્ષાશથી પ્રક્ષાલન કરતો હોય તેમ ચરણમાં નમસ્કાર કર્યો અને પછી ઊભું થઈ પૂર્ણિમાના ચંદ્રને જેમ ચકર જુએ તેમ પ્રભુના મુખકમલનું અવલોકન કરવા લાગ્યા. “આવો વેશ મેં કયાંક જે છે' એમ ચિંતવતાં તેને વિવેકવૃક્ષના બીજરૂપ જાતિસ્મરણ ઉત્પન્ન થયું અને જાણ્યું કે “પૂર્વે પૂર્વ વિદેહ ક્ષેત્રમાં ભગવંત વજનાભ નામે ચક્રવતી હતા ત્યારે હું તેને સારથી હતો અને તે જ ભવમાં સ્વામીના વજન નામે પિતા હતા તેમને આવા તીર્થકરના ચિતવાળા મેં જોયા હતા. વજનાભે વસેન તીર્થંકરના ચરણ સમીપે દીક્ષા લીધી ત્યારે મેં પણ એમની સાથે દીક્ષા લીધી હતી. તે વખતે વજન અહતના મુખથી મેં સાંભળ્યું હતું કે–આ વાનાભ ભરતખંડમાં પ્રથમ તીર્થંકર થશે. સ્વયંપ્રભાદિકના ભાવમાં એમની સાથે જ ભ્રમણ કર્યું હતું. તેઓ હાલ મારા પ્રપિતામહપણે વતે છે, તેમને મેં ભાગ્યયોગે આજે દીઠા. તે પ્રભુ આજે જાણે સાક્ષાત્ મોક્ષ હોય તેમ સર્વ જગતનો અને મારે અનુગ્રહ કરવા પધાર્યા છે.” તે આમ વિચારે છે એવામાં કેઈએ આવોને નવીન ઈષ્ફરસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા, એટલે (જાતિસ્મરણ જ્ઞાનથી) નિર્દોષ ભિક્ષા દેવાના વિધિને જાણનારા તેણે પ્રભુને કહ્યું-“હે ભગવન ! આ કલ્પનીય રસ ગ્રહણ કરે.' પ્રભુએ અંજલિ જેડી હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું, એટલે તેણે ઈશ્ન રસના કુંભે લઈ લઈને તેમાં ખાલી કરવા માંડયા. ભગવાનના હસ્તપાત્રમાં ઘણું રસ સમાય, પણ શ્રેયાંસના હદયમાં તેટલો હર્ષ સમાયે નહીં. સ્વામીની અંજલિમાં આકાશે જેની શિખા લગ્ન થયેલી છે એ રસ જાણે ઠરી ગયેલ હોય તેમ સ્થભિત થઈ ગયે, કેમકે તીર્થકરે અચિંત્ય પ્રભાવવાળા હોય છે. પ્રભુએ તે રસથી પારણું કર્યું અને સુર, અસુર તથા મનુષ્યોના નેત્રોએ તેમના દર્શનરૂપી અમૃતથી પારણું કર્યું. તે સમયે જાણે શ્રેયાંસના શય (કલ્યાણુ)ની ખ્યાતિ કરનારા ચારણુ ભાટ હાય તેમ આકાશમાં પ્રતિનાદથી વૃદ્ધિ પામેલા દુંદુભિ ધ્વનિ કરવા લાગ્યા. મનુષ્યનાં નેત્રના આનંદાની વૃષ્ટિની સાથે આકાશમાંથી દેવતાઓએ રત્નની વૃષ્ટિ કરી. જાણે પ્રભુના ચરણથી પવિત્ર થયેલી પૃથ્વીને પૂજવાને માટે હોય તેમ દેવતાઓ તે સ્થળે આકાશમાંથી પંચવર્ણના પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. સર્વ દેવવૃક્ષના કુસુમસમૂહથી સંચય કરેલ હોય તેવા ગધેકની વૃષ્ટિ દેવતાઓએ કરી અને જાણે આકાશને વિચિત્ર વાદળામય કરતા હોય તેમ દેવતાઓ તથા મનુષ્યો ઉજજવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org