________________
પર્વ ૧ લું. પરમાત્માને પરિજનોએ કરેલ વિવિધ વિજ્ઞપ્તિ કોઈ રાજાએ પોતાના પુત્ર શ્રેયાંસની સહાયથી જય મેળવ્યું. ત્રણે જણાએ પોતપોતાના સ્વપ્નને વૃત્તાંત પરસ્પર કહ્યો પણ તેને નિર્ણય નહીં કરી શકવાથી પાછા પિતપોતાના સ્થાન પ્રત્યે ગયા. જાણે તે સ્વનનો નિર્ણય પ્રગટ કરવાનું ધારતા હોય તેમ પ્રભુએ તે જ દિવસે ભિક્ષાને માટે હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો. એક સંવત્સર સુધી નિરાહાર રહેલા છતાં પણ ઋષભની લીલાથી ચાલ્યા આવતા પ્રભુ હર્ષ સહિત નગરલોકેના જોવામાં આવ્યા.
પ્રભુને જોઈ પરલોક સંભ્રમથી ઊઠી દેડીને પરદેશથી આવેલા બંધુની પેઠે તેમની આસપાસ વીંટળાઈ વળ્યા. કેઈ કહેવા લાગ્યા...હે પ્રભુ ! તમે અમારા ઘર ઉપર અનુગ્રહ કરે, કેમકે વસંતઋતુની પેઠે તમે ચિરકાળે દેખાયા છે. કેઈ કહે-સ્વામિન્ ! સ્નાન કરવાને ગ્ય જળ, તેલ, વસ્ત્ર અને પીઠી વિગેરે પદાર્થો તયાર છે, તેથી આપ સ્નાન કરે અને પ્રસન્ન થાઓ. કેઈ કહે-હે ભગવંત ! મારાં ઉત્તમ ચંદન, કપૂર, કસ્તુરી અને યજ્ઞકર્દમને ઉપગમાં લાવી મને કૃતાર્થ કરે. કેઈ કહે–હે જગરત્ન ! કૃપા કરી અમારા રત્ન અલંકારને આપના અંગમાં આપણુ કરી અલંકૃત કરે. કેઈ કહે–હે સ્વામિન ! મારે મંદિરે પધારી આપના અંગને અનુકૂલ રેશમી વસ્ત્ર પહેરી તેને પવિત્ર કરે. કઈ કહે હે દેવ ! દેવાંગના જેવી મારી કન્યાને આ૫ ગ્રહણ કરે, આપના સમાગમથી અમે ધન્ય થયા છીએ. કેઈ કહે-હે રાજકુંવર ! ક્રીડાથી પણ આપ પગે શા માટે ચાલે છે ? પર્વત જેવા આ મારા કુંજર ઉપર આરૂઢ થાઓ. કઈ કહે-સૂર્યાશ્વ સમાન મારા ઘોડાને આપ ગ્રહણ કરે, આતિથ્યનું ગ્રહણ ન કરવાથી અમને અયોગ્ય કેમ કરે છે ? કઈ કહેઆ જાતિવંત ઘોડાઓ જોડેલા મારા રથને સ્વીકાર કરે. આપ સ્વામી જ્યારે પગથી ચાલે ત્યારે એ રથની અમારે શું જરૂર છે? કઈ કહે–હે પ્રભુ ! આ પાકાં આમ્રફળને આપ ગ્રહણું કરે, નેહીજનું અપમાન ન કરવું જોઈએ. કેઈ કહે–હે એકાંતવત્સલ ! આ તાંબુલવલ્લીનાં પત્ર અને સેપારી પ્રસન્ન થઈને ગ્રહણ કરે. કેઈ કહે-હે સ્વામી ! અમે છે અપરાધ કર્યો છે કે આપ સાંભળતા જ ન છે તેમ ઉત્તર આપતા નથી ? એવી રીતે લેકે તેમની પ્રાર્થના કરતા હતા તથાપિ તે સર્વ વસ્તુને અકથ્ય જાણ તેમાંનું કાંઈ પણ ન સ્વીકારતાં ચંદ્ર જેમ નક્ષત્રે નક્ષત્રે ફરે તેમ પ્રભુ ઘેર ઘેર ફરતા હતા. પક્ષીઓના પ્રાતઃકાળના કેલાહળની પેઠે નગરજનો તે કેલાહળ પિતાને ભુવનમાં રહેલા શ્રેયાંસના સાંભળવામાં આવ્યું. તેણે “એ શું છે ? તે જાણવાને છડીદારને કહ્યું. તે છડીદાર સર્વ વૃત્તાંત જાણ પાછો આવી અંજલિ જોડી આ પ્રમાણે કહેવા લાગ્ય- રાજાઓની પેઠે પિતાના મુગટેથી ભૂતલને સ્પર્શ કરી પાદપાઠ આગળ આળોટતા ઈકો દઢ ભક્તિથી જેમનું સેવન કરે છે, સૂર્ય જેમ પદાર્થોને બતાવે તેમ જેઓએ આ લોકમાં માત્ર અનુકંપાથી સર્વને આજીવિકાના ઉપાયરૂપ કર્મો બતાવ્યાં છે, દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાવાળા જેમણે ભારત વિગેરેને અને તમને પણ પિતાની શેષા (પ્રસાદી)ની પેઠે આ ભૂમિ આપી છે. અને જેણે સર્વ સાવદ્ય વસ્તુને પરિહાર કરી અષ્ટકર્મરૂપી મહા. પંકને શેષણ કરવા માટે ગ્રીષ્મના આતપરૂપ તપને સ્વીકાર્યું છે, તે સાષભદેવ પ્રભુ નિસંગમમતા રહિત નિરાહારપણે પિતાના પાદસંચારથી પૃથ્વીને પવિત્ર કરતા વિચરે છે. તેઓ સૂર્યના આતપથી ઉદ્વેગ પામતા નથી અને છાંયાથી ખુશી થતા નથી. પરંતુ પર્વતની પેઠે બન્નેમાં સમાનભાવ રાખે છે. જાણે વાકાયવાળા હોય તેમ શીતમાં વિરક્ત થતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org