________________
પર્વ ૧ લું
ધરણે નમિ-વિનમિતે આપેલ રાજ્ય આ લોક સંબધી ચિંતાથી લેપાતા નથી. પ્રભુ કાંઈ પણ બોલતા નથી પણ એઓજ આપણું ગતિ છે. (એમને જ આપણે અનુસરવાનું છે.)' એ નિશ્ચય કરી તે બંને પ્રભુની સેવા કરવા લાગ્યા. સ્વામીના સમીપ ભાગની રજ શાંત કરવાને હમેશાં તેઓ જળાશયથી કમળપત્રમાં જળ લાવી પ્રભુની સમીપે છાંટવા લાગ્યા. ધર્મચક્રવતી ભગવંતની આગળ સુગંધથી મદવાળા થયેલા મધુકરાથી યુકત પુષ્પગુચ્છ લાવીને તેઓ પાથરવા લાગ્યા. જેમ સૂર્યચંદ્ર અહર્નિશ મેરુપર્વતની સેવા કરે તેમ તેઓ હમેશાં પ્રભુના પાર્શ્વભાગમાં ઊભા રહી ખડ ખેંચીને સેવા કરવા લાગ્યા અને દરરોજ ત્રિકાળ અંજલિ જેડી પ્રણામ કરી યાચના કરવા લાગ્યા...હે સ્વામિન ! અમને રાજ્ય આપે, તમારા સિવાય બીજો કોઈ અમારે સ્વામી નથી.”
એક વખતે પ્રભુના ચરણને વંદન કરવા શ્રદ્ધાવાન નાગકુમારને અધિપતિ ધરણેક ત્યાં આપે. તેણે બાળકની પેઠે સરલ એવા, તે બંને કુમારને રાજલક્ષમીની યાચના કરતા અને ભગવંતની સેવા કરતા આશ્ચર્યથી જોયા. નાગરાજે અમૃતના ઝરા જેવી વાણીથી તેમને કહ્યું “તમે કોણ છે ? અને દઢ આગ્રહ કરીને શું યાચે છે? જ્યારે જગત્પતિએ વર્ષ પર્યત ઇચ્છિત મહાદાન અવિચ્છિન્નપણે આપ્યું ત્યારે તમે કયાં ગયા હતા ? હાલ તે સ્વામી નિર્મમ, નિષ્પરિગ્રહ, પિતાના શરીરમાં પણ આકાંક્ષારહિત અને ષષથી વિસક્ત થયા છે. આ પણ પ્રભુને સેવક છે એમ ધારી નમિ તથા વિનમિએ માનપૂર્વક તેને કહ્યું-“આ અમારા સ્વામી છે અને અમે એમના સેવક છીએ. તેમણે આજ્ઞા કરી અમને કેઈ સ્થાને મેકલ્યા પછી ભારત વિગેરે પિતાના સર્વ પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. જો કે તેમણે સર્વસ્વ આપી દીધું છે તે પણ અમને તેઓ રાજ્ય આપશે. તેમની પાસે તે છે કે નથી એવી સેવકે શા માટે ચિંતા કરવી? સેવકે તે સેવા કરવી.” એમ સાંભળી ધરણે તેમને કહ્યું-“ તમે ભારત પાસે જઈ યાચના કરો; તે પ્રભુને પુત્ર હોવાથી પ્રભુ તુલ્ય છે. તેમણે કહ્યું- આ વિશ્વના સ્વામીને પ્રાપ્ત કર્યા પછી તેમને મૂકી અમે બીજે સ્વામી કરશે નહીં, કેમકે “ક૯પવૃક્ષને મેળવ્યા પછી કેરડાના વૃક્ષનું કેણુ સેવન કરે?” અમે પરમેશ્વરને છોડી બીજાની પાસે યાચના નહીં કરીએ. શું ચાતક પક્ષી મેઘ સિવાય બીજાની યાચના કરે ? ભરત વિગેરેનું કલ્યાણ થાઓ! તમારે શા માટે ચિંતા કરવી પડે છે ? અમારા સ્વામીથી જે થવાનું હોય તે થા, તેમાં બીજાને શું ?'
આવી તેમની યુતિથી નાગરાજ હર્ષ પામ્યા અને કહ્યું- “હું પાતાલપતિ છું અને આ સ્વામીને સેવક છું. તમને શાબાશ છે. તમે મોટા ભાગ્યવાળા અને મોટા સત્વવાળા છે કે જેથી તમારી “આ સ્વામી જ સેવવા ગ્ય છે. બીજા નહીં” એવી દઢ પ્રતિજ્ઞા છે. આ ત્રિભુવનસ્વામીની સેવાથી જાણે પાશથી આકૃષ્ટ થઈ હોય તેમ રાજ્યસંપત્તિઓ પુરુષની આગળ આવે છે; લટકી રહેલા ફળની પેઠે પુરુષોને વૈતાઢ્ય પર્વત ઉપરના વિદ્યાધરનું સ્વામીપણું આ મહાત્માની સેવાથી સુલભ છે અને એમની સેવા કરવાથી પગ નીચે રહેલા નિધાનની પેઠે ભુવનાધિપતિની લક્ષમી પણ વિનાપ્રયાસે પ્રાપ્ત થાય છે. આ પ્રભુને સેવનારા પુરુષને જાણે કામણુથી વશ થઈ હોય તેમ વ્યંતરેંદ્રની લક્ષમી વશ થઈને નમે છે, જે સૌભાગ્યવંત પુરુષ આ સ્વામીની સેવા કરે છે તેને સ્વયંવરવધુની પેઠે તિષ્પતિની લક્ષમી સત્વર વરે છે, વસંતઋતુથી જેમ વિચિત્ર પુષ્પોની સમૃદ્ધિ થાય તેમ એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org