________________
યુગલિક પુરુષનું અપમૃત્યુ
સગર જે લાવેલા આસન ઉપર બેઠેલા અને બંને હાથમાં હસ્તશાટક ( રૂમાલ) રાખનારી અપ્સરાઓએ ઉપાસના કરેલા પ્રભુ ઘણી વખત અનાસકતપણે દિવ્ય સંગીત જોતા હતા.
એક દિવસ બાળપણ ગ્ય-પરસ્પર ક્રીડા કરતું કેઈ યુગલીઆનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું, તે વખતે દુર્દેવના યુગથી તાડવૃક્ષનું મોટું ફળ તેમનાં પુરુષની ઉપર તૂટીને પડયું. કાકતાલીય ન્યાય પ્રમાણે મસ્તક ઉપર પ્રહાર થતાં તે બાળક પુરુષ અપમૃત્યુથી પંચત્વ પામી ગયે; એ બનાવ આ પ્રથમ જ બન્યો. અપકષાયને લીધે તે યુગલિક બાળક સ્વર્ગમાં ગયે, કેમકે અ૫ભારને લીધે તુલા પણ આકાશમાં જાય છે. પૂર્વે મહાપક્ષીઓ પોતાના માળાના કાષ્ઠની પેઠે યુગલિયાના મૃત શરીરને ઉપાડીને સમુદ્રમાં નાખી દેતા હતા, પણ હાલ તે અનુભાવને નાશ થયે હતું, તેથી તે કલેવર ત્યાં જ પડયું રહ્યું; કારણ કે અવસર્પિણી કાળને અભાવ અવસર્ષણ થતું હતું (આગળ વધતો હતો). તે જેડામાં બાલિકા હતી. તે સ્વભાવથી મુગ્ધપણુ વડે શેભતી હતી. પિતાના સહવાસી બાળકને નાશ થવાથી જાણે વિકીત થતાં અવશેષ રહેલી હોય તેમ તે ચપલ નેત્રવાળી બાળા ત્યાં જ બેસી રહી. પછી તેના માતાપિતા તેને ત્યાંથી લઈ જઈ ઉછેરવા લાગ્યા અને તેનું સુનંદા એવું નામ પાડયું. કેટલેક દિવસે તેના માતાપિતા મૃત્યુ પામી ગયા; કારણ કે જુગલીઆઓ અપત્ય થયા પછી માત્ર અમુક દિવસ સુધી જ જીવે છે. માતાપિતાનું મૃત્યુ થતાં તે ચપલલચના બાલિકા હવે શું કરવું? તે વિચારમાં જડ થઈ ગઈ અને ટેળભ્રષ્ટ થયેલી મૃગલીની પેઠે વનમાં એકલી ભમવા લાગી. સરલ આંગલીરૂપી પત્રવાળા ચરણોથી પૃથ્વી ઉપર પગલાં ભરતી તે જાણે પૃથ્વી ઉપર વિકસ્વર કમલોને આપણુ કરતી હોય તેવી જણાતી હતી. તેની બન્ને જંઘા જાણે કામદેવના સુવર્ણ ખચિત ભાથાં હોય તેવી શોભતી હતી. અનુક્રમે વિશાળ અને ગળાકાર તેના બંને સાથળ હસ્તીની શુંઢ જેવા દેખાતા હતા. ચાલતી વખતે તેના પુષ્ટ અને ભારે નિતંબ કામદેવરૂપી ઘતકારે નાખેલા સુવર્ણના સોગઠાના વિલાસને ધારણ કરતા હતા. મુઠમાં આવે તેવા અને જાણે કામદેવને આકર્ષ હોય તેવા મધ્યભાગથી તથા કામદેવની કીડાવાપી હોય તેવી સુંદર નાભિથી તે ઘણું શોભતી હતી. તેના ઉદરમાં ત્રિવલીરૂપ તરંગે રહેલા હતા, તેથી જાણે પિતાના રૂપવડે ત્રણ જગતને જય કરવાથી તે ત્રણ જયરેખાઓને ધારણ કસ્તી હોય તેવી જણાતી હતી. જાણે રતિપ્રીતિના બે ક્રીડાપર્વત હોય તેવા તેનાં સ્તન હતાં, અને જાણે રતિપ્રીતિના હિંડળની બે યષ્ટિઓ હોય તેવી તેની ભુજલતાઓ શોભતી હતી. તેને ત્રણ રેખાવાળે કંઠ શંખના વિલાસને હરણ કરતો હતો. હેઠવડે તે પાકેલા બિંબફળની કાંતિને પરાભવ કરતી હતી અને અધરરૂપી છીપની અંદર રહેલા મુક્તાફળરૂપ દાંતથી તથા જાણે નેત્રરૂપ કમલનું નાળ હોય તેવી નાસિકાથી તે ઘણું મન હર લાગતી હતી. તેના બંને ગાલ જાણે લલાટની સ્પર્ધા કરતા હોય તેમ અર્ધચંદ્રની શોભાને ચારતા હતા અને સુખરૂપી કમલમાં લીન થયેલા જાણે ભમરા હોય તેવા તેને સુંદર કેશ હતા. સર્વ અંગે સુંદર અને પુણ્ય લાવણ્યરૂપી અમૃતની નદીરૂપ તે બાળા વનદેવીની પેઠે વનની અંદર ફરતી જતી હતી. તે એકલી મુગ્ધાને જોઈ કિંકત્તવ્યમાં જડ થયેલા કેટલાએક યુગલીઆઓ તેને નાભિરાજા પાસે લાવ્યા. શ્રી નાભિરાજાએ “આ ઋષભની ધર્મપત્ની થાઓ”
૧ અકાળ મૃત્યુથી. ૨ વેચાતાં. ૩ ક્રીડા કરવાની વાવડી. ૪ શું કરવું તેના વિચારમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org