________________
૮૮
વસંત વિલાસથી પરમાત્માની વિચારણા
સગ ૨ જે. જન્મ, સુઈ ગયેલાની જેમ રાત્રિ વ્યર્થ ચાલી જાય તેમ વ્યર્થ વીતી જાય છે. ઉંદર જેમ વૃક્ષને છેદી નાખે તેમ રાગ, દ્વેષ અને મોહ ઉદ્યમવંત પ્રાણીઓના ધર્મને પણ મૂળમાંથી છેદી નાંખે છે. અહો ! મુગ્ધ લેક વડના વૃક્ષની પેઠે ક્રોધ વધારે છે કે જે ક્રોધ વધારનાર પિતાનું મૂળથી જ ભક્ષણ કરે છે. હાથી ઉપર ચડેલા મહાવતેની પેઠે માન ઉપર ચઢેલા મનુષ્ય મર્યાદાનું ઉલ્લંઘન કરી કોઈને પણ ગણતા નથી; દુરાશય પ્રાણીઓ કૌચના બીજની શીંગના જેવી ઉપતાપ કરનારી માયાને છેડતા નથી, અને તુષદકથી જેમ દૂધ બગડે છે અને કાજલથી જેમ ઉજજવળ વસ્ત્ર મલિન થાય છે, તેમ લોભથી પ્રાણી પિતાના નિર્મળ ગુણગ્રામને દૂષિત કરે છે. જ્યાં સુધી સંસારરૂપી કારાગૃહમાં પહેરેગીરની પેઠે એ ચાર કષા પાસે રહીને જાગતા હોય છે, ત્યાં સુધી પુરુષોને મોક્ષ ક્યાંથી પ્રાપ્ત થાય ? અહો ! જાણે ભૂત વળગેલું હોય તેમ અંગનાના આલિંગનમાં વ્યગ્ર થયેલા પ્રાણીઓ પોતાના ક્ષીણ થતા આત્માને જાણતા નથી ! કેઈ માણસ ઔષધથી જેમ સિંહને આરોગ્ય ઉત્પન્ન કરે તેમ માણસે જુદા જુદા પ્રકારના આહારથી પિતાની મેળે જ પિતાના આત્માને ઉન્માદન ઉત્પન્ન કરે છે. (સિંહને આરોગ્ય ઉત્પન્ન કરવાથી તે જેમ આરોગ્યતા ક્યનારના જ પ્રાણ લે, તેમ આહારદિવડે નીપજાવેલે ઉન્માદ પિતાને જ ભવભ્રમણને માટે થાય છે.) “આ સુગંધી કે આ સુગંધી ? હું કયું ગ્રહણ કરું ? એમ વિચારતો પ્રાણી તેમાં લંપટ થઈ, મૂઢ બની, ભ્રમરની પેઠે ભમે છે અને કદાપિ સુખને પ્રાપ્ત કરતું નથી. રમકડાથી બાળકને છેતરે તેની પેઠે ફક્ત તે વખતે જ મનહર લાગનારી રમણિક વસ્તુઓથી લોકો પોતાના આત્માને જ છેતરે છે. નિદ્રાળુ પુરુષ જેમ શાસ્ત્રના ચિંતનથી ભ્રષ્ટ થાય તેમ હંમેશ વેણુ અને વીણાના નાદમાં કર્ણ દઈને પ્રાણું પિતાના સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. એક સાથે જ પ્રબળ થયેલા વાત, પિત્ત અને કફની પેઠે પ્રબળ થયેલા વિષયોથી પ્રાણી પિતાના ચૈતન્યને લુપ્ત કરી નાંખે છે તેથી તેને ધિક્કાર છે.”
આવી રીતે જે વખતે પ્રભુનું હદય સંસાર સંબંધી વૈરાગ્યની ચિંતાસંતતિના તંતુ વડે વ્યાપ્ત થઈ ગયું, તે જ વખતે સારસ્વત, આદિત્ય, વદિ, અરુણુ, ગર્દય, તુષિતા, અવ્યાબાધ, મફત અને રિષ્ટ એ નવ પ્રકારના બ્રહ્મ નામે પાંચમા દેવલોકને અંતે વસનારા લોકાંતિક દેવતાઓ પ્રભુના ચરણ સમીપે આવી બીજા મુગટ જેવી મસ્તકે પદ્મકશ સદશ અંજલિ જેડી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરવા લાગ્યા- “ઇંદ્રના ચૂડામણિ (મુગટ)ની કાંતિરૂપ જળમાં જેમના ચરણ મગ્ન થયા છે એવા અને ભરતક્ષેત્રમાં નષ્ટ થયેલા મોક્ષમાર્ગને બતાવવામાં દીપક સમાન એવા હે પ્રભુ ! તમે જેમ લોકની આ સર્વ વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધર્મતીર્થને પ્રવર્તાવે અને તમારા કૃત્યનું સ્મરણ કરે.” એવી રીતે દેવતાઓ પ્રભુને વિજ્ઞપ્તિ કરીને બ્રહ્મ દેવલોકમાં પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા અને દીક્ષાની ઈચ્છાવાળા પ્રભુ પણ તત્કાળ નંદનેદ્યાનમાંથી પોતાના રાજ્યમહેલ તરફ પધાર્યા. इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरित्रे महाकाव्ये प्रथमपर्वणि भगवज्जन्मव्यवहारराज्यस्थितिप्रकाशनो
નામ કયા સર ને ૨ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org