________________
પર્વ ૧ લું.
વસંત ઋતુનું વર્ણન સમૃદ્ધિ ઘણી દુર્વાર છે એવા સિંધુવારના વૃક્ષ નાસિકામાં વિશ્વની પેઠે પિસી પ્રવાસીઓને મોટો મેહ ઉત્પન્ન કરતા હતા. વસંતરૂપી ઉદ્યાન પાળે ચંપક વૃક્ષમાં જોડેલા ભ્રમરે રક્ષકેની પેઠે નિઃશંક થઈને ભમતા હતા. સ્ત્રી પુરુષોને જેમ યૌવન શેભા આપે તેમ વસંત
તુ ઉત્તમ અને અનુત્તમ એવા વૃક્ષ અને લતાઓને શોભા આપતી હતી. જાણે મોટા પર્વમાં વસંતને અર્થ આપવાને ઉત્સુક થઈ હોય તેમ મૃગલચનાઓ પુષ્પ ચુંટવાને આરંભ કરતી હતી. તેમને પુષ્પ ચુંટવામાં જાણે એવી પણ બુદ્ધિ થઈ હોય કે આપણે હાજર થતાં કામદેવને બીજા (પુષ્પના) આયુધની શી જરૂર છે ? પોતાના પુષ્પ ચુંટાયાં એટલે તેમના વિયોગરૂપી પીડાએ પીડિ
ડિત થયેલી સંતીલતા જાણે સુંદર ભ્રમરાઓના ગુંજારવથી રૂદન કરતી હોય તેમ જણાતી હતી. કેઈ સ્ત્રી મલ્લિકાને ચુંટીને જતી હતી, તેવામાં તેનું વસ્ત્ર તેમાં ભરાતાં તે ઊભી રહી, તેથી જાણે “તું બાજે જા નહીં.” એમ કહી તેને તે વારતી હોયની એમ જણાતું હતું. કોઈ સ્ત્રી ચંબેલીને ચુંટવા જતી હતી તેવામાં તેમાં પડતા એવા ભ્રમરાએ તેના અધર ઉપર ડંસ દીધે, તે જાણે તેને આશ્રય ભંગ કરવાને ક્રોધે કરીને જ હોય એમ જણાતું હતું. કેઈ સ્ત્રી પોતાની ભુજારૂપી લતાને ઊંચી કરીને તેની ભુજાના મૂળ ભાગને જેનારા પુરુષોના મનની સાથે ઊંચે રહેલા પુષ્પોનું હરણ કરતી હતી. નવીન પુના ગુચ્છને હાથમાં રાખવાથી પુષ્પ ચુંટનારી સ્ત્રીઓ જાણે જંગમ વલ્લીઓ હોય તેવી શેભતી હતી. વૃક્ષની દરેક શાખાઓમાં પુષ્પ ચુંટવાના કુતુહલથી સ્ત્રીઓ વળગી રહી હતી, તેથી જાણે તે વૃક્ષો સ્ત્રીરૂપી ફળવાળાં થયાં હોય તેમ જણાતાં હતાં. કેઈ પુરુષે પિતે જ મલિકાની કળિયે ચુંટીને પોતાની પ્રિયા માટે મોતીના હાર જેવું સર્વ અંગનું આભરણું કર્યું હતું કેઈએ કામદેવના ભાથાની પેઠે પિતાની પ્યારીના કેશપાશને ખીલેલાં પુથી પૂર્યો હતે, કેઈ ઇંદ્રના ધનુષની પેઠે પાંચે વર્ણના પુષ્પથી પિતાને હાથે ગુંથેલી માળા આપાને પિતાની પ્રિયાને સંતોષ પમાડતો હતો અને કોઈ પુરુષ પોતાની પ્રિયાએ લીલાથી નાંખેલા પુષ્પના દડાને દાસ જેમ પાછો આપે તેમ પિતાના હાથથી પાછા આપતે હતો. કેટલીએક મૃગલેચના હિંચકા ઉપર આંદોલન કરવાથી ગમનાગમન વડે અપરાધવાળા પતિઓને જેમ પાદપ્રહાર કરે તેમ વૃક્ષના અગ્રભાગની ઉપર પોતાના પગથી પ્રહાર કરતી હતી, અને હિંચકા ઉપર બેઠેલી કેઈ નવોઢા સુંદરી તેના સ્વામીના નામને પૂછતી એવી સખીઓના લતાપ્રહારને લજ્જાથી પિતાનું મુખ મુદ્રિત કરીને સહન કરતી હતી. કેઈ પુરુષ સન્મુખ રહેલી બીકણ સ્ત્રીની સાથે બેસીને ગાઢ આલિંગનની ઈચ્છાથી હિંચકાને ગાઢ રીતે આંદોલન કરતો હતો અને કેટલાએક યુવાન રસિકો ઉદ્યાનવૃક્ષોની દરેક શાખાઓમાં બાંધેલા હિંચકાને લીલાવડે આંદોલન કરતા સતા વાંદરાની જેવી શોભા આપતા હતા.
આવી રીતે ત્યાં નગરના લકે ખેલતા હતા તે જોઈને “આવી ક્રીડા કેઈ બીજે ઠેકાણે પણ મેં જોઈ છે' એમ પ્રભુ વિચારવા લાગ્યા. એવું વિચારતાં અવધિજ્ઞાનવડે પિતે પૂર્વે ઉત્તરાર ભેગવેલ યાવત્ અનુત્તર વિમાનના સુખ પર્યત સર્વ સુખ સ્મરણમાં આવ્યાં. ફરીથી ચિંતવતાં તેમનું મેહબંધન ગળી ગયું અને વિચારવા લાગ્યા કે–“ અરે ! આ વિષયથી આક્રાંત થયેલા લોકોને ધિક્કાર છે કે જેઓ પોતાના આત્મહિતને જાણતા જ નથી. અહો ! આ સંસારરૂપી કૂપમાં અરઘટ્ટઘટિ યંત્રના ન્યાયવડે જંતુઓ પિતાના કર્મથી ગમનાગમનની ક્રિયા કરે છે. મેહથી અંધ થયેલા પ્રાણુના જન્મને ધિક્કાર છે કે જેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org