________________
પર્વ ૧ લું.
પરમાત્માથી થયેલ શિલ્પની ઉત્પત્તિ. બનાવે અને તેને અગ્નિ ઉપર રાખી તેમાં ઔષધિને પચાવી પછી ભક્ષણ કરે તેઓએ સ્વામીની આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યાંથી આરંભીને પ્રથમ કારીગર કુંભકાર થયા. લોકેને ઘર બનાવવા માટે પ્રભુએ વાર્ધકી-મકાન બાંધનારાઓ બનાવ્યા અર્થાત્ તે કળા શીખવીને તૈયાર કર્યા. મહાપુરુષોની બનાવટો વિશ્વના સુખને માટે જ હોય છે.
ઘર વિગેરે ચિતરવાને માટે અને લોકેની વિચિત્ર ક્રીડાના હેતુથી તે કૃતાર્થ પ્રભુએ ચિત્રકાર પણ ઉત્પન્ન કર્યા. લોકોને માટે વસ્ત્ર બનાવવા સારુ પ્રભુએ કુવિદ (વણકરો)ની રચના કરી, કેમકે તે વખતે સર્વ કલ્પવૃક્ષને ઠેકાણે પ્રભુ એકજ કલ્પવૃક્ષ હતા. લોકોને કેશ નખની વૃદ્ધિથી પીડિત થતા જોઈને તે જગસ્પિતાએ નાપિત (વાલંદ) પણ બનાવ્યા. તે પાંચ શિલ્પ (કુંભકાર, ચિત્રકાર, વાર્ધકી, વણકર, નાપિત)-દરેકનાં વીશ વીશ ભેદ થવાથી લોકોમાં સરિતાના પ્રવાહની પેઠે સો પ્રકારે પ્રવર્યા, અર્થાત્ સે શિ૯પ પ્રગટ થયા. લેકેની આજીવિકાને માટે તૃણહર, કાષ્ઠહર, કૃષિ અને વ્યાપાર વિગેરે કર્મો ભગવતે ઉત્પન્ન કર્યા અને જગતની વ્યવસ્થારૂપી નગરીના જાણે ચતુષ્પથ હોય તેવા સામ, દામ, ભેદ અને દંડ એ ચાર ઉપાયની કલપના કરી. જ્યેષ્ઠ પુત્રને બ્રહ્મ(મૂળમંત્ર) કહેવું જોઈએ એવા ન્યાયશી જ હાયની તેમ ભગવાને પિતાના મોટા પુત્ર ભરતને બહોતેર કળા શીખવી. ભરતે પણ પિતાના બીજા સહદને તથા અન્ય પુત્રોને તે કળાઓ સમ્યક પ્રકારે શીખવી. કેમકે પાત્રને શીખવેલી વિદ્યા શત શાખાવાળી થાય છે. બાહુબલિને પ્રભુએ હસ્તી, અશ્વ, સ્ત્રી અને પુરુષના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણેનું જ્ઞાન આપ્યું. બ્રાહ્મીને જમણું હાથવડે અઢાર લિપિઓ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. વસ્તુઓનાં માન, ઉન્માન, અવમાન તેમજ પ્રતિમાને પ્રભુએ બતાવ્યા અને મણિ વિગેરે પાવવાની કળા પણ પ્રવર્તાવી. તેમની આજ્ઞાથી વાદી અને પ્રતિવાદીને વ્યવહાર રાજા, અધ્યક્ષ અને કુળગુરુની સાક્ષીથી પ્રવર્તાવા લાગ્યું. હસ્તી વિગેરેની પૂજા, ધનુર્વેદ તથા વૈદકની ઉપાસના, સંગ્રામ, અર્થશાસ્ત્ર, બંધ, ઘાત, વધ અને ગેષ્ઠી વિગેરે ત્યારથી પ્રવર્તાવા લાગ્યા અને “આ માતા, આ પિતા, આ ભાઈ, આ સ્ત્રી, આ પુત્ર, આ ઘર અને આ ધન મારું” એવી મમતા લેકેને વિષે ત્યારથી શરૂ થઈ. પ્રભુને વિવાહ વખતે અલંકારવડે અલંકૃત અને વસ્ત્રવડે પ્રસાધિત કરેલા જોયા હતા, ત્યારથી લોકોએ પણ પિતાને વસ્ત્રવાળા તથા આભૂષણવાળા કરવાનો પ્રચાર કર્યો. પ્રભુએ કરેલું પ્રથમ પાણિગ્રહણ જોઈને અદ્યાપિ લોકે પણ તેજ પ્રમાણે પાણિગ્રહણ કરે છે. કેમકે મોટા લોકોએ કરેલા-પ્રવર્તાવેલા માર્ગ નિશ્ચી થાય છે. પ્રભુના વિવાહથી પ્રારંભીને દત્તકન્યા એટલે બીજાએ આપેલી કન્યા સાથે પરણવું શરૂ થયું અને ચુડા, ઉપનયન, હવેડા વિગેરેની પ્રથા પણ ત્યારથી જ શરૂ થઈ. આ સર્વ ક્રિયાઓ સાવદ્ય છે, તે પણ પિતાનું કર્તવ્ય જાણનાર પ્રભુએ લેકેની અનુકંપાથી તે સર્વે પ્રવર્તાવી. તેમની આજ્ઞાથી પૃથ્વી ઉપર અદ્યાપિ સુધી સર્વ કળા વિગેરે પ્રવર્તે છે, તેને અર્વાચીન બુદ્ધિવાળા વિદ્વાનોએ શાસ્ત્રરૂપે બાંધેલ છે. સ્વામીની શિક્ષાવડે સર્વ લેક દક્ષ થયા, કેમકે ઉપદેષ્ટા વિના મનુષ્ય પણ પશુની પેઠે આચરણ કરે છે.
વિશ્વની સ્થિતિરૂપી નાટકના સૂત્રધાર એવા પ્રભુએ ઉગ્ર, ભેગ, રાજન્ય અને ક્ષત્રીય એવા ચાર ભેદથી લકેના કુળની રચના કરી. ઉગ્ર દંડના અધિકારી એવા આરક્ષક પુરૂષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org