________________
પરમાત્માએ સમજાવેલ અગ્નિને ઉપયોગ
સગ ૨ જે કરવામાં દક્ષ એવા આ રક્ષકોની નિમણૂક કરી. રાજહતિ એવા પ્રભુએ રાજ્યની સ્થિતિને માટે, શરીરને વિષે ઉત્તમાંગ(શિર)ની જેમ સેનાના ઉત્કૃષ્ટ અંગરૂપ હસ્તીઓ ગ્રહણ કર્યા, સૂર્યના ઘડાની જાણે સ્પર્ધા કરતા હોય તેવા ઊર્ધ્વ ગ્રીવાવાળા ઊંચી જાતના ઘડાઓ પ્રભુએ ધારણ કર્યા, પૃથ્વીમાં રહેલા જાણે વિમાન હોય તેવા સુશિલષ્ટ કાષ્ઠોથી ઘડેલા સુંદર રથ નાભિનંદને પિતે રચાવ્યા; ચક્રવતીના ભવમાં એકત્ર કરે તેમ જેઓના સત્વની ભલે પ્રકારે પરીક્ષા કરી છે એવી પાયદલ સેના પણ નાભિપુત્રે એકઠી કરી; નવીન સામ્રાજ્યરૂપી મહેલના જાણે સ્તંભ હોય તેવા બળવાન સેનાપતિ પ્રભુએ નિમ્યા અને ગાય, બળદ, ઊંટ, મહિષ અને ખચ્ચર વિગેરે પશુઓ પણ તેમના ઉપયોગને જાણનારા પ્રભુએ ગ્રહણ કર્યા.
હવે તે સમયે પુત્ર વિનાના વંશની પેઠે કલ્પવૃક્ષો વિચ્છેદ પામવાથી લકે કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, તેમજ શાળ, ઘઉં, ચણા અને મગ વગેરે ઔષધિઓ ઘાસની પેઠે પિતાની મેળે જ ઊગવા લાગી હતી, પણ તે તેઓ કાચી ને કાચી ખાતા હતા. તે કાચી ઔષધિ(ધાન્ય)ને આહાર તેમને જીર્ણ થયે નહી. એટલે તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું–તેને ચાળી ફેતરા કાઢી નાંખીને ભક્ષણ કરે.” પાળક પ્રભુને તે ઉપદેશ લઈ તેઓ તેમ કરવા લાગ્યા, પણ ઔષધિનું કાઠિન્ય હોવાથી તે આહાર પણ જ નહિં; તેથી પુનઃ તેઓએ વિજ્ઞપ્તિ કરી એટલે પ્રભુએ બતાવ્યું કે તેને હાથથી ઘસી, જળમાં પલાળી, પછી પાંદડાનાં પીઆમાં લઈ ખાઓ.” એવી રીતે તેઓએ કર્યું તે પણ અજીર્ણની વેદના થવા લાગી, એટલે વિજ્ઞપ્તિ કરવાથી જગત્પતિએ ક–પૂર્વોકત વિધિ પ્રમાણે કર્યા પછી તે ઔષધિને મુષ્ટિમાં અથવા કાખમાં ( ગરમી લાગે તેમ) શેડો વખત રાખીને ભક્ષણ કરે, એટલે તેથી તમને સુખ થશે.” તેથી પણ અજીર્ણ થવા લાગ્યું, એટલે લોકો વિધુર થઈ ગયા. તેવામાં પરસ્પર વૃક્ષની શાખા ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયે અને તૃણુકાષ્ઠાદિકને બાળવા લાગ્યો. પ્રકાશિત રત્નના ભ્રમથી તે અગ્નિને ગ્રહણ
વાને તે લોકોએ દોડીને હાથ લાંબા કર્યા પણ ઊલટા તેઓ બળવા લાગ્યા. એટલે અગ્નિથી દગ્ધ થયેલા તેઓ પ્રભુની પાસે આવી કહેવા લાગ્યા કે “વનમાં કેઈ નવિન અદૂભુત ભૂત ( વ્યંતર) ઉત્પન્ન થયેલ છે. સ્વામીએ કહ્યું સ્નિગ્ધ અને રૂક્ષકાળને વેગ થવાથી–મળવું થવાથી એ અગ્નિ ઉત્પન્ન થયો છે. કેમકે એકાંત રૂક્ષકાળમાં કે એકાંત નિષ્પકાળમાં અગ્નિ ઉત્પન્ન થતો નથી. તમે તેની પાસે રહી તેની સમીપ ભાગમાં રહેલા સમસ્ત તૃણાદિકને દૂર કરે અને પછી તેને ગ્રહણ કરે. ત્યારબાદ પૂર્વોક્ત વિધિ પ્રમાણે તૈયાર કરેલી ઓષધિને તેમાં નાંખી પકવ કરીને તેનું ભક્ષણ કરે. તે મુગ્ધ લોકોએ તેમ કર્યુ* એટલે અગ્નિએ તે તે સર્વે ઔષધિ બાળી નાંખી. તરત જ તેઓએ સ્વામી પાસે તે વૃત્તાંત નિવેદન કર્યું અને કહ્યું- હે સ્વામિન્ ! એ અગ્નિ તો કઈ પેટભરાની પેઠે ક્ષેપન કરેલી સર્વ ઔષધિઓ ભૂખાળ થઈ એકલે જ ખાઈ જાય છે, અમને કાંઈ પણું પાછું આપતું નથી. તે અવસરે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા તેથી ત્યાં જ તેઓની પાસે લીલે મૃત્તિકા (માટીનો) પિંડ મંગાવ્યું અને તે પિંડને હસ્તીના કુંભ ઉપર મૂકી હાથથી વિસ્તારીને તેવા આકારનું પાત્ર પ્રભુએ બનાવ્યું. એ રીતે શિમાં પ્રથમ કુંભકારનું શિલ્પ પ્રભુએ પ્રગટ કર્યું. પછી તેઓને સ્વામીએ કહ્યું- “આવી રીતે બીજાં પાત્રો પણ
૧. પચ્યો નહીં. ૨ શિથિલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org