________________
વસંત ઋતુનું વર્ણન.
સગ ૨ જે તે ઉગ્ર કુળવાળા, ઈંદ્રને જેમ ત્રાયઅિંશ દેવતાઓ તેમ પ્રભુના મંત્રી વિગેરે તે ભેગકુળવાળા, પ્રભુની સમાન વયવાળા મિત્રો તે રાજન્ય કુળવાળા અને બાકી અવશેષ રહેલા પુરુષે તે ક્ષત્રિય થયા. એવી રીતે પ્રભુ, વ્યવહાર નીતિની નવીન સ્થિતિ રચીને નવોઢા સ્ત્રીની પેઠે નવીન રાજ્યલક્ષમી ભોગવવા લાગ્યા. વૈદ્ય જેમ વ્યાધિવાળા માણસના રેગની ચિકિત્સા કરીને તેને યોગ્ય ઔષધ આપે તેમ દંડ કરવા લાયક લેકોને તેઓના અપરાધ પ્રમાણે દંડ (શિક્ષા) આપવાનું પ્રભુએ નિર્માણ કર્યું. દંડથી ભય પામેલા લોકે ચોરી વિગેરે (અપરાધ) કરતાં નહીં કેમકે દંડનીતિ છે તે સર્વે અન્યાયરૂપ સપને વશ કરવામાં જાગુંલીમંત્ર સમાન છે. સુશિક્ષિત લોક જેમ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં, તેમ કઈ કોઈનાં ક્ષેત્ર, ઉદ્યાન અને ઘર વિગેરેની મર્યાદાને ઉલ્લંઘન કરતા નહોતા. વરસાદ પણ પિતાની ગર્જનાના મિષથી જાણે પ્રભુના ન્યાયધર્મને વખાણતા હોય તેમ ધાન્યની નિષ્પત્તિને માટે પોતાના કાળને અનુસરીને વરસતે હતે. ધાન્યના ક્ષેત્રોથી, ઈક્ષુદંડના વાડાથી અને ગોકુળથી આકુળ થયેલા જનપદ (દેશ) પિતાની અદ્ધિથી શોભતા હતા અને તેઓ સ્વામીની ઋદ્ધિને સૂચવતા હતા. પ્રભુએ સર્વ લોકોને ત્યાજ્ય અને ગ્રાહાના વિવેકથી જાણીતા કર્યા, તેથી આ ભરતક્ષેત્ર ઘણું કરીને વિદેહક્ષેત્રની તુલ્ય થઈ પડયું. એવી રીતે નાભિના પુત્ર ઋષભદેવે રાજ્યાભિષેક પછી પૃથ્વીને પાલન કરવામાં ત્રેસઠ લક્ષ પૂર્વ ઉલ્લંઘન કર્યા.
એક વખતે કામદેવે નિવાસ કરેલે વસંત માસ આવતાં, પરિવારના અનુરોધથી પ્રભુ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જાણે દેહધારી પુષ્પમાસ હોય તેવા પુષ્પના આભરણથી ભૂષિત થયેલા પ્રભુ પુષ્પના વાસગૃહમાં બેઠા. તે વખતે પુષ્પ અને માર્કદના મકરંદથી ઉન્મત્ત થયેલા ભ્રમરે ગુંજારવ કરતા હતા, તેથી જાણે વસંતલકમી પ્રભુને આવકાર આપતી હોય તેમ જણાતું હતું. પંચમ સ્વરને ઉરચાર કરનારા કેકલેએ જાણે પૂર્વ રંગનો આરંભ કર્યો છે એમ જાણીને મલયાચલને પવન નટ થઈને લતારૂપી નૃત્ય બતાવતા હતા. મૃગલાચનાએ પોતાના કામુક પુરૂષોની પેઠે કુરબક, અશેક અને બકુલના વૃક્ષને આલિંગન, ચરણઘાત અને મુખને આસવ આપતી હતી. તિલક વૃક્ષ પોતાની પ્રબળ ખુશબેથી મધુકરને પ્રમાદિત કરીને યુવાન પુરૂષની ભાલસ્થલીની પેઠે વનસ્થલીને શોભાવતું હતું. જેમ કૃશોદરી સ્ત્રી પોતાના પુષ્ટ સ્તનના ભારથી નમી જાય તેમ લવલી વૃક્ષની લતા પિતાના પુષ્પગુચ્છના ભારથી નમી ગઈ હતી. ચતુર કામી પુરુષ મંદ મંદ આલિંગન કરે તેમ મલયાનલે આગ્રલતાને મંદ મંદ આલિંગન કરવા માંડયું હતું. લાકડીવાળા પુરુષની પેઠે કામદેવ, જાંબુ-કદંબ-આમ્રચંપક-આસોપાલવરૂપ યષ્ટિઓથી પ્રવાસી લોકોને મારવાને સમર્થ થવા લાગ્યો હતે. નવીન પાડલ પુષ્પના સંપર્કથી સુગંધી થયેલ મલયાચલને પવન તેવા જ જળની પેઠે સર્વને હર્ષ આપતો હતો. મકરંદ રસથી અંદર સારવાળું મહુડાનું વૃક્ષ મધુપાત્રની પેઠે પ્રસરતા ભ્રમરાએથી કલકલ શબ્દ વડે આકુળ થતું હતું. ગોલિકા અને ધનુષ્યને અભ્યાસ કરવાને કામદેવે કદંબ પુષ્પના મિષથી જાણે ગેલિકા તૈયાર કરી હોય એમ જ|તું હતું. ઈચ્છાપૂર્તિ જેને પ્રિય છે. એવી વસંતઋતુએ વાસંતીલતાને ભ્રમરરૂપી પાંથને માટે મકરંદરસની એક પરબ જેવી બનાવી હતી. જેના પુષ્પના આમેદની
૧ પરોપકારાર્થે વાવ, કુવા, પરબ વિગેરે કરાવવાં તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org