________________
પર્વ ૧ લુ
પાણિગ્રહણ-મહત્સવ. કરવાની શ્રદ્ધાવાળે હોય તેમ લાડવા ખાવાને આ અણવર ક્યા મનથી શ્રદ્ધાળુ થયું છે ? કૂતરે જેમ કાંદા ઉપર તેમ માંડા ઉપર અખંડ દષ્ટિ રાખનાર આ અનુવર કયા મનથી પૃહા કરે છે? જન્મથી માંડીને જાણે પૂર્વે કેઈ વખત દીઠા ન હોય તેમ રાંકના બાળકની પેઠે વડાં ખાવાને આ અનુવર કયા મનથી લલચાય છે? મેઘમાં જેમ ચાતક અને પૈસામાં જેમ યાચક તેમ સોપારીમાં આ અનુવર કયા મનથી ઈચ્છા કરે છે ? જેમ વાછડો ઘાસમાં શ્રદ્ધાળુ થાય તેમ આ અનુવર આજે કયા મનથી તાંબૂલપત્રમાં શ્રદ્ધાળુ થયે છે ? માખણના પિંડ ઉપર જેમ બિલાડો લંપટ થાય તેમ આ અનુવર કયા મનથી ચૂર્ણ ઉપર ટાંપી રહ્યો છે ? કયારાના કાદવ ઉપર જેમ પાડે શ્રદ્ધા રાખે તેમ વિલેપન (અત્તર વિગેરે)માં આ અનુવર ક્યા મનથી શ્રદ્ધા રાખે છે ? ઉન્મત્ત માણસ જેમ નિર્માલ્ય ઉપર પ્રીતિ રાખે તેમ આ અનુવર પુષ્પમાળની ઉપર ચપળ લોચન કરી કયા મનથી શ્રદ્ધા બાંધે છે ?' આવા કૌતુકળવળને કૌતુકથી ઊંચા કાન અને મુખ કરીને સાંભળનારા દેવતાઓ જાણે ચિત્રમાં આલેખ્યા હોય તેવા થઈ ગયા. લેકને વિષે આ વ્યવહાર બતાવ ગ્ય છે એમ ધારીને વિવાદમાં નીમા. યેલા મધ્યસ્થ માણસની જેમ પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા. પછી મોટા વહાણની સાથે જેમ બે નાવિકાઓ બાંધે, તેમ જગત્પતિના છેડા સાથે બંને વધૂના વસ્ત્રના છેડા ઈંદ્ર બાંધ્યા. આભિગિક દેવતાની પેઠે ઇદ્ર પિતે ભક્તિથી પ્રભુને કંટી ઉપર તેડી વેદીગૃહમાં લઈ જવા ચાલ્યા, એટલે બે ઇંદ્રાણીઓએ આવી તત્કાળ બંને કન્યાને કટી ઉપર તેડી અને હથે. વાળ છૂટો પાડ્યા સિવાય સ્વામીની સાથે જ ચાલી. ત્રણ જગતના શિરે રત્નરૂપ તે વધૂવરે પૂર્વ દ્વારથી વેરીવાળા સ્થાનની મધ્યમાં પ્રવેશ કર્યો. કેઈ ત્રાયશ્ચિંશ (ગુરુસ્થાનકીઆ) દેવતાએ, તત્કાળ જાણે પૃથ્વીમાંથી ઉઠયો હોય તે અગ્નિ વેદી મધ્યમાં પ્રગટ કર્યો. તેમાં સમિધ આપણું કરવાથી આકાશચારી મનુષ્યો (વિદ્યાધરે) ની સ્ત્રીઓના કર્ણના અવતંસરૂપ ધૂમાડાની રેખા આકાશમાર્ગમાં વ્યાપ્ત થઈ ગઈ. પછી સ્ત્રીઓ મંગળગીત ગાતી હતી તે સમયે પ્રભુએ સનંદા અને સુમંગલાની સાથે અષ્ટ મંગળ પૂર્ણ થતાં સુધી અગ્નિની પ્રદક્ષિણા કરી. પછી આશીષના ગીત ગવાતાંની સાથે છે પાણિક્ષની સાથે છેડાછેડી પણ છોડી. પછી પ્રભુના લગ્ન ઉત્સવથી થયેલા હર્ષવડે રંગાચાર્ય (સૂત્રધાર)ની પેઠે આચરણ કરતા ઇ ઈંદ્રાણીઓ સહિત હસ્તાભિનયની લીલા બતાવી નાચવા માંડયું. પવને નૃત્ય કરાવેલા વૃક્ષની પાછળ જેમ આશ્રિત લતાઓ નૃત્ય કરે તેમ ઈદ્રની પછવાડે બીજા દેવતાઓ પણ નૃત્ય કરવા લાગ્યા. કેટલાએક દેવતાએ ચારણની પેઠે જય જય શબ્દ કરવા લાગ્યા; કઈ ભરતની પેઠે વિચિત્ર પ્રકારના નૃત્ય કરવા લાગ્યા; કઈ જાતિથી જ ગંધર્વ હોય તેમ ગાયન કરવા લાગ્યા; કોઈ પોતાના સુખને સ્ફટ રીતે જાણે વાજિંત્ર હોય તેમ વગાડવા લાગ્યા; કોઈ વાનરોની પેઠે સંજમથી ઠેકવા લાગ્યા; હસાવનારા વૈહાસિક હોય તેમ કેઈ સર્વ માણસોને હસાવવા લાગ્યા અને કઈ પ્રતિહારની પેઠે લોકોને દૂર ખસેડવા લાગ્યા. આવી રીતે હર્ષથી ઉન્માદી થયેલા દેવતાઓએ જેમને ભક્તિ બતાવી છે એવા અને પોતાની બંને બાજુએ રહેલી સુમંગલા અને સુનંદાથી શોભતા એવા પ્રભુ દિવ્ય વાહનમાં બેસી સ્વસ્થાને ગયા. સંગીતને સમાસ કરી જેમ રંગાચાર્ય પિતાને સ્થાને જાય તેમ આ પ્રમાણે વિવાહ મહોત્સવને નિવૃત્ત કરી
૧ વિદુષક. A - 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org