Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પર્વ ૧ લું.
સ્વયં બુદ્ધ મંત્રીને રાજાને ઉપદેશ. જોઈએ, કારણ કે હરણોના ભયથી ક્ષેત્રમાં જવ વાવવાનું બંધ રખાતું નથી.” સ્વયં બુદ્ધ મંત્રી જે સર્વ બુદ્ધિવંતેમાં અગ્રણી હતા તેણે આવી રીતે વિચાર કરી અંજલિ જોડી રાજાને નીચે પ્રમાણે કહ્યું –
“અરે! આ સંસાર સમુદ્રતુલ્ય છે. નદીઓના જળથી જેમ સમુદ્ર તૃપ્તિ પામતે નથી, સમુદ્રના જળથી જેમ વડવાની તૃપ્તિ પામતે નથી, જંતુઓથી જેમ યમરાજ તૃપ્તિ પામતે નથી, કાષ્ઠોથી જેમ અગ્નિ તૃપ્ત પામતા નથી, તેમ સંસારને વિષે આ આત્મા વિષયસુખથી કયારે પણ તૃપ્તિ પામતો નથી. નદીના તટની છાયા, દુર્જન, વિષ, વિષય અને સર્પાદિ ઝેરી પ્રાણીઓ અત્યંત સેવ્યાથી વિપત્તિને અર્થે થાય છે. સેવન કરેલો કામદેવ તત્કાળ સુખ આપનાર લાગે છે, પરંતુ પરિણામે વિરસ છે અને તે ખંજવાળેલી દદ્રની માફક સેવન કરવાથી અત્યંત વૃદ્ધિને પામે છે. કામદેવ નરકનો દૂત છે, વ્યસનને સાગર છે, વિપત્તિરૂપી લતાને અંકુર છે અને પાપરૂપી વૃક્ષની નીક છે. મદને મદની પેઠે પરવશ કરેલે પુરુષ સદાચારરૂપી માર્ગથી ભ્રષ્ટ થઈ ભવરૂપી ખાડામાં પડે છે. ગૃહસ્થના ઘરમાં ઉંદર પ્રવેશ કરે છે તે તે જેમ અનેક સ્થાનકે ખોદી નાંખે છે તેમ કામદેવ માણસના શરીરમાં પ્રવેશ કરે છે તે તે પ્રાણીના અર્થ, ધર્મ અને મોક્ષને ખેદી નાખે છે. સ્ત્રીઓ વિષયવલ્લીની પેઠે દર્શન, સ્પર્શ અને ઉપભેગથી અત્યંત વ્યામોહ ઉત્પન્ન કરે છે. તે કામરૂપી લુબ્ધક (પારધિ)ની જળ છે અને તેથી હરિણની માફક પરુષોને અનર્થકારક થઈ પડે છે. જેઓ મશ્કરીના મિત્ર છે તેઓ ફકત ખાવાપીવાના અને સ્ત્રીવિલાસના મિત્ર છે, તેથી તેઓ પિતાના સ્વામીનું પરલોક સંબંધી હિત ચિંતવતા જ નથી. તેઓ સ્વાર્થ તત્પર, નીચ, લંપટ અને ખુશામતીઆ થઈ પિતાના સ્વામીને સ્ત્રીકથા, ગીત, નૃત્ય અને પરિહાસિક વચનથી મેહ પમાડે છે. બદરી વૃક્ષના સંસર્ગથી જેમ કદલીનું વૃક્ષ કયારે પણું આનંદ પામતું નથી તેમ કુસંગથી કુળવાન પુરુષને કયારે પણ અભ્યદય થતો નથી, માટે હે કુળવાન સ્વામિન! પ્રસન્ન થાઓ. આપ પોતે જ સુજ્ઞ છે માટે મેહ પામે નહીં અને વ્યસનાસક્તિ છેડી ધર્મમાં મન લગાડે. છાયા વિનાનું વૃક્ષ, જળરહિત સરોવર, સુગંધહીન પુષ્પ, દંતશૂળ વિનાને હસ્તિ, લાવણ્ય રહિત રૂ૫, મંત્રી વિનાનું રાજ્ય, દેવભૂતિ વિનાનું ચૈત્ય, ચંદ્ર વિનાની રાત્રિ, ચારિત્ર રહિત સાધુ, શસ્ત્ર રહિત સૈન્ય અને નેત્ર વિનાનું મુખ જેમ શેભતું નથી, તેમ ધર્મ વિનાને પુરુષ કદી પણ શોભાને પામતો નથી. ચક્રવતી રાજા પણ જે અધમી થાય છે તે તે પરભવે એ જન્મ પામે છે કે જ્યાં કુત્સિત અન મળે તે પણ રાજ્ય મળ્યા જેવું કલ્પાય છે. જે માણસ મહાકુળમાં ઉત્પન્ન થયા છતાં પણ ધર્મ ઉપાર્જનથી રહિત હોય તે તે બીજા ભવમાં શ્વાનની પેઠે અન્ય ઉચ્છિષ્ટ કરેલા અન્નનું ભજન કરનારે થાય છે. બ્રાહ્મણ પણ ધર્મહીન હોય તે તે પાપને બાંધે છે અને પછી બિડાલની પેઠે દુષ્ટ ચેષ્ટાવાળો થઈ સ્વેચ્છયોનિમાં ઉત્પન્ન થાય છે. ધર્મરહિત ભવી પ્રાણીઓ પણ બિડાલ, સર્પ, સિંહ, બાજ અને ગીધ વગેરે નીચ નિમાં ઘણા ભવ પર્યત ઉત્પન્ન થાય છે અને ત્યાંથી નરકે જાય છે. ત્યાં જાણે વૈરથી ક્રોધ પામેલા હોય તેવા પરમાધામિક દેવતાઓથી અનેક પ્રકારે કર્થના પામે છે. સીસાને પિંડ જેમ અગ્નિમાં
૧ દાદર (ધાધર) ર કામદેવ ૩. બેરડી ૪ કેળ. A - 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org