Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
રર સ્વયં બુધે કહેલ પૂર્વની હકીક્ત.
સર્ગ 1 લો. સ્મરણ કરી પલક છે એમ માને; કારણ કે પ્રત્યક્ષ પ્રમાણુ હોય ત્યાં બીજ પ્રમાણની કલ્પના શા માટે કરવી જોઈએ ?”
આ નૃપતિએ કહ્યું તમે મને પિતામહના વચનનું સ્મરણ કરાવ્યું તે બહુ સારું કર્યું. હવે હું ધર્મ અધર્મ જેનું કારણ છે એવા પરલોકને માન્ય કરું છું” રાજાનું એવું આસ્તિકય વચન સાંભળી મિથ્યાષ્ટિઓની વાણીરૂપ રજમાં મેઘ સમાન સ્વયં બુદ્ધ મંત્રીએ અવકાશ પામીને આનંદ સહિત આ પ્રમાણે કહેવાને આરંભ કર્યો –
“હે મહારાજ ! પૂર્વે તમારા વંશમાં કુચંદ્ર નામે રાજા થયું હતું. તેને કુરમતી નામે એક સ્ત્રી હતી અને હરિશ્ચન્દ્ર નામે એક પુત્ર હતા. તે રાજા કેળીની જેમ મેટા આરંભ અને પરિગ્રહને કરવાવાળ, અનાર્ય કાર્યને વિષે અગ્રેસર, યમરાજાની જે નિર્દય, દુરાચારી અને ભયંકર હતો; તે પણ તે રાજાએ ઘણું કાળ પર્યત રાજ્ય ભગવ્યું, કેપકે પૂર્વોપાર્જિત પુણ્યનું અપ્રતિમ ફળ હોય છે. તે રાજાને અવસાન વખતે ધાતુવિપર્યયનો રોગ થયો અને તે નજીક આવેલા કલેશની વર્ણિકાર રૂપ થ. એ રેગથી તેને રૂની ભરેલી શય્યાઓ કંટક શા જેવી થઈ પડી, સરસ ભોજન લીબડાના રસની જેવા નિરસ લાગવા માંડ્યા. ચંદન-અગરુ-કર-કસ્તુરી વગેરે સુગંધી પદાર્થો દુર્ગધી જણાવા લાગ્યા. પુત્ર અને સ્ત્રી વગેરે શત્રુની પેઠે દષ્ટિને ઉગકારી થયા અને સુંદર ગાયને ગધેડા, ઊંટ અને શિયાળના સ્વરની જેમ કર્ણને ફ્લેશકારી લાગવા માંડ્યા. જ્યારે પુણ્યને વિચ્છેદ થાય છે ત્યારે સર્વ વિપરીત જ થાય છે. પ્રાંતે દુખકારી પણ ક્ષણમાત્ર પ્રીતિકારી વિષપચાર કરતા કુરુમતી અને હરિશ્ચંદ્ર ગુપ્ત રીતે જાગૃત રહેવા લાગ્યા. છેવટે અંગારાએ જાણે ચુંબન કરેલું હોય તેમ દરેક અંગમાં દાહથી વિહળ થયેલ તે રાજા રૌદ્રધ્યાનપરાયણ થઈ મૃત્યુ પામ્યું. તેની ધ્વદેહિક ક્રિયા કરીને જાણે સદાચારરૂપી માર્ગને પાંથ હોય એ તેને પુત્ર હરિશ્ચંદ્ર રાજ્યને વિધિવત પાળવા લાગ્યા. પિતાના પિતાનું પાપના ફળથી થયેલું મરણ જોઈને, ગ્રહમાં સૂર્યની જેમ સર્વ પુરુષાર્થમાં મુખ્ય એવા ધર્મની તે સ્તુતિ કરવા લાગ્યો. એક વખત તેણે પિતાના સુબુદ્ધિ નામના શ્રાવક-બાળમિત્રને એવી આજ્ઞા કરી કે “તમારે હમેશાં ધર્મવેત્તા પાસેથી ધર્મ સાંભળી મને કહે.' સુબુદ્ધિ પણ અત્યંત તત્પર થઈને તે પ્રમાણે કરવા લાગ્યો. અનુકૂળ અધિકારવાળી આજ્ઞા સારા માણસને ઉત્સાહ અથે થાય છે. પાપથી ભય પામેલે હરિશ્ચંદ્ર, રેગથી ભય પામેલે માણસ જેમ ઔષધ ઉપર શ્રદ્ધા રાખે તેમ સુબુદ્ધિના કહેલા ધર્મ ઉપર શ્રદ્ધા રાખતે હતે.
એક વખત નગરની બહાર ઉદ્યાનમાં શીલંધર નામે મહામુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી દેવતાઓ તેમનું અર્ચન કરવાને જતા હતા. આ વૃત્તાંત હરિશ્ચંદ્રને સુબુદ્ધિએ કહ્યો એટલે શુદ્ધ મનવાળે તે રાજા અધારૂઢ થઈ મુની પાસે આવ્યા. ત્યાં નમસ્કાર કરીને તે બેઠો એટલે મહાત્મા મુનિએ કુમતિરૂપી અંધકારમાં ચંદ્રિકા જેવી ધર્મદેશના આપી. દેશનાને અંતે રાજાએ હસ્ત જેડી મુનિને પૂછયું-“મહારાજ ! મારા પિતા મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા છે ?” ત્રિકાળદશી મુનિએ કહ્યું-“રાજન ! તારા પિતા સાતમી નરકને
૧ શારીરિક ધાતુઓનું ફેરફાર થઈ જવું. ૨ નર્ક સંબંધી દુઃખની વાનકી. ૩ મરણ પામ્યા પછી કરાતી અગ્નિસંસ્કારાદિ કિયાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org