Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
પર્વ ૧ લું.
છ આરાનું સ્વરૂપ સ્વસ્થ થઈને રહો અને તેનું વચન સંભારે નહીં. હે બ્રાત ! વસ્તુતાએ તે જેવી હોય તેવી ભલે હે, પણ તેનાથી આપણા બંને મિત્રોના મનની મલિનતા ન થાઓ.” સરલ પ્રકૃતિવાળા સાગરચંદ્રના એવા અનુનયથી તે અધમ અશોકદર ખુશી થયો, કેમકે માયાવી લોકે અપરાધ કરીને પણ પોતાના આત્માના વખાણ કરાવે છે.
તે દિવસથી સાગરચંદ્ર, પ્રિયદર્શન ઉપર નિ નેહ થઈ રોગવાળી આંગળીની પેઠે ઉગ સહિત તેને ધારણ કરવા લાગ્ય; તો પણ અગાઉની પેઠે જ તેની સાથે અનુકળપણે વતવા લાગે, કેમકે પોતે ઉછરેલી લતા કદાપિ વંધ્ય હોય તો પણ તેનું ઉન્મેલન કરતું નથી. પ્રિયદર્શનાએ પણ, મારાથી તે મિત્રોને ભેદ ન થાઓ-એમ ધારી અશોકદત્ત સંબંધી વૃત્તાંત પોતાના પતિને કહ્યો નહીં. સાગરચંદ્ર સંસારને કારાગૃહ જે માની સર્વ દ્વિને, દીન અને અનાથ લોકોને દાન કરવાવડે કૃતાર્થ થવા લાગ્યા. કાળે કરી Dિ
પ્રયદશના સાગરચંદ્ર અને અશોકદત્ત-એ ત્રણે પિતપતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ મૃત્યુ) પામ્યા. તેમાં સાગરચંદ્ર અને પ્રિયદર્શન, આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ખંડમાં ગંગા સિંધુના મધ્ય પ્રદેશમાં, આ અવસર્પિણના ત્રીજા આરામાં પલ્યોપમને આઠમે ભાગ શેષ રહ્યો હતો તે સમયે યુગલિઆરૂપે ઉત્પન્ન થયા.
પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં કાળની વ્યવસ્થા કરવામાં કારણરૂપ બાર આરાનું કાળચક્ર ગણાય છે. તે કાળ, અવસર્પિણી અને ઉત્સર્પિણીપ એવા ભેદથી બે પ્રકારને છે, તેમાં અવસર્પિણી કાળના એકાંત સુષમા વિગેરે છ આરાઓ છે. એકાંત સુષમા નામે પહેલે આરે ચાર કટાકેટી સાગરોપમને, બીજે સુષમા નામે આ ત્રણ કોટાકેદી સાગરોપમને, ત્રીજે સુષમદુઃષમા નામે આરે બે કેટકેટી સાગરોપમને, ચાશે દુખમસુષમા નામે આ બેંતાળીસ હજાર વર્ષે ન્યૂન એક કોટાકોટી સાગરોપમને, પાંચમ
ખમાં નામે આરે એકવીશ હજાર વર્ષને અને છેલ્લે (છઠ્ઠો) આ એકાંત દુખમા નામે આરે પણ તેટલા પ્રમાણને (એકવીશ હજાર વર્ષની છે. આ અવસર્પિણીના જે પ્રમાણે છ આરા કહ્યા છે તે જ પ્રમાણે પ્રતિક્રમથી ઉત્સર્પિણી કાળના પણ છ આરા જાણી લેવા. અવસપિણી ને ઉત્સર્પિણી કાળની એકંદર સંખ્યા વીશ કેટકેટી સાગરોપમની થાય છે, તે કાળચક્ર કહેવાય છે. પ્રથમ આરામાં મનુષ્ય ત્રણ પલ્યોપમ સુધી જીવનારા, ત્રણ ગાઉ ઊંચા શરીરવાળા અને ચોથે દિવસે ભેજન કરનારા હોય છે. તેઓ સમચતુરન્સ સંસ્થાનવાળા, સવ લક્ષણેથી લક્ષિત, વાત્રકષભનારાચ સંહનન (સંધયણ) વાળાં અને સદા સુખી હોય છે. વળી તેઓ ક્રોધ રહિત, માન રહિત, નિષ્કપટી, લાભવજિત અને સ્વભાવથી જ અધમને ત્યાગ કરનારા હોય છે. ઉત્તરકુરુની પેઠે તે સમયે રાત્રિદિવસ તેઓના ઇચ્છિત મનોરથને પૂર્ણ કરનારા, મઘાંગાદિ દશ પ્રકારનાં કલ્પવૃક્ષો હોય છે. તેમાં મધાંગ નામે કલ્પવૃક્ષો યાચના કરવાથી તત્કાળ સ્વાદિષ્ટ મદ્ય વિગેરે આપે છે. ભૂતાંગ નામના કલ્પવૃક્ષો ભંડારીની પેઠે પાત્રો આપે છે. સૂર્યાગ નામનાં ક૯પવૃક્ષ ત્રણ પ્રકારનાં વાજી2 આપે છે, ( ૧ પ્રાર્થનાથી. ૨ જુદાઈ ૩ જંબુદ્વીપમાં એક, ધાતકી ખંડમાં બે અને કુકરાહમાં બે એવી રીતે પાંચ ભારત અને પાંચ ઐરવન ક્ષેત્ર જાણવા. ૪ અવસર્પિણી એટલે ઉતરતા. ૫. ઉત્સપિણી એટલે ચડતો ૬. અવળા મથી, A - 7
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org