Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 1
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ્વયં પ્રભા દેવીનું રૂપ-વર્ણન.
સર્ગ ૧ લે. પછી પૂર્ણિમાના ચંદ્ર જેવું દિવ્ય આતપત્ર ધારણ કરવાથી પ્રકાશમાન થઈ તે કીડાભુવનમાં ગયા. ત્યાં તેણે પિતાની પ્રભાથી વિદ્યુ...ભાને પણ ભગ્ન કરનારી સ્વયંપ્રભા નામે દેવીને દીઠી. તેનાં નેત્ર, મુખ અને ચરણ અતિશય કેમળ હતાં, તેથી તેઓના મિષથી જાણે લાવણ્યસિંધુના મધ્યમાં રહેલ કમલવાટિકાર જેવી તે જણાતી હતી. અનુપૂર્વથી સ્કૂલ અને ગોળ એવા ઉરૂથી જાણે કામદેવે પોતાના ભાથાને ત્યાં સ્થાપન કર્યા હોય તેવી તે જણાતી હતી. રાજહંસના ટેળાવડે વ્યાપ્ત તટેથી જેમ સરિતા શેભે તેમ નિર્મળ વસ્ત્રવાળા વિપુલ નિતંબથી તે શોભતી હતી. પુષ્ટ અને ઉન્નત સ્તનને ભાર વહન કરવાથી કૃશ થયું હોય તેમ વજીના મધ્યભાગ જેવા કૃશ ઉદરથી તે મનહર લાગતી હતી. તેને ત્રણ રેખાવાળો અને મધુર સ્વર બોલનારે કંઠ જાણે કામદેવના વિજયને કહેનારે શંખ હોય તે જણાતું હતું. બિંબફળને તિરસ્કાર કરનાર છેષ્ઠથી અને નેત્રરૂપી કમળના નાળવાની લીલાને ગ્રહણ કરનારી નાસિકાથી તે ઘણી સુંદર જણાતી હતી. પૂર્ણિમાના અર્ધા કરેલા ચંદ્રમાની સર્વ લક્ષ્મીને હરનારા તેના સુંદર અને સ્નિગ્ધ લલાટથી તે ચિત્તને હરી લેતી હતી. કામદેવના હિંડોળાની લીલાને ચેરનારા તેના કર્ણ હતા. પુષ્પબાણના ધનુષ્યની શેભાને હરનારી તેની ભ્રકુટી હતી. સુખરૂપી કમળની પાછળ ફરનારે જાણે ભ્રમર સમૂહ હોય તેવો અને સ્નિગ્ધ કાજળ જે શ્યામ તેને કેશસમહ હતો. સર્વા ગે ધારણ કરેલાં રત્નાભરણેની રચનાથી જાણે જંગમપણાને પામેલી કામલતા હોય તેવી તે જણાતી હતી અને મને હર મુખકમળવાળી હજારે અપ્સરાઓથી તે વીંટળાયેલી હતી, તેથી જાણે ઘણી સરિતાથી વીંટાયેલી ગંગાનદી હોય તેવી તે શોભતી હતી. લલિતાંગ દેવને પિતાની સમીપે આવતા જોઈ તેણીએ અતિશય સ્નેહથી યુક્તિવડે ઊભા થઈ તેને સત્કાર કર્યો, એટલે તે શ્રીપ્રભ વિમાનનો સ્વામી તેણીની સાથે એક પર્યકજ ઉપર બેઠે. એક કયારામાં રહેલી લતા અને વૃક્ષ શેભે તેમ સાથે બેઠેલા તેઓ શોભવા લાગ્યા. નિગડ (બેડી)થી નિયંત્રિત
લાની જેમ નિવિડ રાગથી નિયંત્રિત થયેલ તેમનાં ચિત્ત પરસ્પર લીન થઈ ગયા. જેને પ્રેમ-સૌરભ: અવિચ્છિન્ન છે એવા તે શ્રીપ્રભ વિમાનના પ્રભુએ દેવી સ્વયંપ્રભાની સાથે ક્રિીડા કરતાં એક કળામાત્રની પેઠે ઘણે કાળ નિર્ગમન કર્યો.
પછી વૃક્ષથી જેમ પત્ર પડી જાય તેમ આયુ પૂર્ણ થવાથી સ્વયંપ્રભા દેવી ત્યાંથી ચવી ગઈ. આયુષ્ય ક્ષીણ થયે ઈંદ્ર પણ રહેવાને સમર્થ નથી. પ્રિયાના વિરહથી ઉત્પન્ન થયેલા દુઃખથી તે દેવ જાણે પર્વતથી આક્રાંત થયા હોય અને જાણે વજાથી તાડિત થયું હોય તેમ મૂચ્છ પામ્યું. પછી ક્ષણવારે સંજ્ઞા પ્રાપ્ત કરીને પિતાના પ્રતિશબ્દથી આખા શ્રીપ્રભ વિમાનને વિલાપ કરાવતે તે વારંવાર વિલાપ કરવા લાગ્યું. ઉપવનમાં તેને પ્રીતિ થઈ નહીં, વાપિકામાં આનંદ પ્રાપ્ત થયે નહીં, કીડા પર્વતમાં સ્વસ્થતા પામ્યો નહી અને નંદનવનથી પણ તે હર્ષિત થયો નહીં. “હે પ્રિયા, ! હે પ્રિયા ! તું કયાં છે ?” એમ બેલી વિલાપ કરતા તે અખિલ વિશ્વ સ્વયંપ્રભામય જતા ચેતરફ ફરવા લાગે,
અહીં સ્વયં બુદ્ધ મંત્રીને પિતાના સ્વામીના મૃત્યુથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે શ્રીસિદ્ધાચાર્ય નામે આચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. ઘણા કાળ પર્યત અતિચાર
૧ છત્ર. ૨ કમળની વાડી. ૩ નદી. ૪ પલંગ. ૫ સુગંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org